જોવું પડે

આમ પણ ને તેમ પણ જોવું પડે
જીદમાં નહિતર ઘણું ખોવું પડે ! 

બિંબ જોયું આયનામાં,તેથી શું ?
આયનાની બ્હાર પણ હોવું પડે ! 

આમ તો સારૂં છે ઉંચે ઉડવું-પણ
તૂટે ઈચ્છાદોર,તો રોવું પડે  ! 

છે શરત મુસ્કાનની બસ એટલી
પારકાનાં આંસુને લ્હોવું પડે !

સુનીલ શાહ

13 Responses to “જોવું પડે”


  1. 1 વિવેક ટેલર April 3, 2008 at 6:02 am

    બિંબ જોયું આયનામાં,તેથી શું ?
    આયનાની બ્હાર પણ હોવું પડે !

    - ખૂબ સુંદર શેર…

  2. 3 સુરેશ જાની April 3, 2008 at 10:46 am

    બધા જ શેર સરસ અને અર્થસભર છે.

  3. 4 Uttam Gajjar April 3, 2008 at 11:28 am

    બધા જ શેર સરસ છે.. નીખાર આવતો જાય છે.. ચાર જ શેરમાં વાત કહેવાઈ જતી હોય તો પાંચમો શેર વાચકોને માથે ન મારવાનો તમારો સંયમ બહુ ગમ્યો.. ખીલતા રહો.. ઉ.મ..

  4. 5 nilam doshi April 3, 2008 at 11:41 am

    પારકાના આંસુને લહોવું પડે..

    ખૂબ સરસ…અભિનન્દન…સુનિલભાઇ

    અને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ અને શુભકામનાઓ…

  5. 6 ધવલ April 3, 2008 at 1:04 pm

    બિંબ જોયું આયનામાં,તેથી શું ?
    આયનાની બ્હાર પણ હોવું પડે !

    - સરસ !

  6. 7 pragnaju April 3, 2008 at 1:21 pm

    મઝાની ગઝલ
    ચારેય શેરોમાં આ વધુ ગમ્યો
    છે શરત મુસ્કાનની બસ એટલી
    પારકાનાં આંસુને લ્હોવું પડે !
    િવવેક કહે છે તેમ-
    આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
    રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
    તો…
    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે
    એ નાજુક સિતારા!

    આંગળીથી સ્પર્શ સૌ છેટા પડે,
    રક્ત જ્યારે અર્થના વેઢા ગણે.
    થોડી મુશ્કેલી પડે અને ખરી પડે
    એ નાજુક સિતારા

    મેઘ વરસી પડે તો ફલક ઊઘડે.
    ગાલ પર કોઈ શમણાનું પીંછુ ફરે,
    પોપચાં થરથરે ને …

  7. 8 ઊર્મિસાગર April 3, 2008 at 1:38 pm

    બિંબ જોયું આયનામાં,તેથી શું ?
    આયનાની બ્હાર પણ હોવું પડે !

    વાહ… મસ્ત શેર છે!

  8. 9 Jayshree April 10, 2008 at 5:41 am

    I liked this one the most.

    છે શરત મુસ્કાનની બસ એટલી
    પારકાનાં આંસુને લ્હોવું પડે !

  9. 10 Pancham Shukla April 17, 2008 at 4:25 pm

    સુંદર ગઝલ.

  10. 11 jayesh upadhyaya April 21, 2008 at 11:00 am

    બિંબ જોયું આયનામાં,તેથી શું ?
    આયનાની બ્હાર પણ હોવું પડે !
    સરસ શેર

  11. 12 Chirag Patel April 25, 2008 at 7:39 pm

    आ शेर बहु ज गम्यो:

    બિંબ જોયું આયનામાં,તેથી શું ?
    આયનાની બ્હાર પણ હોવું પડે !

  12. 13 ‘maafak’ April 26, 2008 at 12:46 pm

    ચાર શે’ર ની આ ગઝલ સાત-આઠ-નવ-દસ શે’ર ની કેટલી બધી ગઝલો કરતાં પણ ઘણું વધારે કહી જાય છે!
    તમારી કરકસર અસરકારક છે, અને રહે!


Leave a Reply