‘મા–ધરતી’

ઊંચી-નીચી
ઊબડ-ખાબડ ધરતી,
ને સ્નેહની હરિયાળી ચાદર….

હે, માતૃભૂમિ !
અનાદિકાળથી
વરસાવે તું
હેત અનરાધાર…. 

બન્યો માનવ જ
અમાનવ,
ને ભૂલ્યો
તારો આદર…. 

કોણ સમજે,
કોને સમજાવે !
ધરતી જ અમ આધાર….

હરાયાં ઠેર ઠેર
ધરતીનાં ચીર,
ને હવામાં
મલીન કણો અપાર…. 

સમય કહે,
બદલો દિશા,
વિચારધારા- વહેણની
યા જાઓ પેલે પાર…. 

ક્યાં જશો
ને કોણ આપશે,
હવે
બીજી ધરતી ઉધાર….?

સુનીલ શાહ

 

 

 

 

10 Responses to “‘મા–ધરતી’”


  1. 1 સુરેશ June 5, 2008 at 3:04 pm

    બહુ જ સરસ ભાવ… અને બહુ જ જરુરી વીષય …

  2. 2 Chirag Patel June 5, 2008 at 3:59 pm

    खरेखर, आ भावना सामान्य बनाववानी खुब ज जरुर छे. मझानुं लख्युं छे.

  3. 3 pragnaju June 5, 2008 at 5:55 pm

    સરસ વિષયનું સરસ અછાંદસ
    સમય કહે,
    બદલો દિશા,
    વિચારધારા- વહેણની
    યા જાઓ પેલે પાર….
    કામ તાકીદનું છે.કામ ખૂબ છે. જન જાગૃતિને લીધે થવા પણ લાગ્યું છે
    ફક્ત જરુર છે વેગની…

  4. 4 વિવેક ટેલર June 7, 2008 at 5:41 am

    સુંદર રચના…. કવિતાના નવા ક્ષેત્રમાં સ્વાગત છે, કવિ !

  5. 5 ડો.મહેશ રાવલ June 7, 2008 at 6:37 am

    ક્યાં જશો
    ને કોણ આપશે,
    હવે
    બીજી ધરતી ઉધાર….?

    સાંપ્રત સમસ્યાનું સુંદર નિરૂપણ !
    ઘણાને તો ખબર પણ નહીં હોય ૫ મી જૂન એટલે પર્યાવરણ દિવસ!

  6. 6 harnish Jani June 8, 2008 at 5:15 pm

    “Biji Dharti Udhar– good imaginations-
    Good poem.

  7. 7 Pinki June 11, 2008 at 10:39 am

    sundar …..

    achhandas hova chhata layabaddha chhe

  8. 8 jugalkishor June 12, 2008 at 11:05 am

    કાવ્યની બીજી ભુમી ઉપર તમે પહોંચી ગયા !

    વીજ્ઞાન ભણાવતો આ સાહીત્યનો જીવ અનેક ભુમી પર વીજયો મેળવે એ શુભેચ્છા !

  9. 9 Ketan Shah June 16, 2008 at 7:59 am

    સમય કહે,
    બદલો દિશા,
    વિચારધારા- વહેણની
    યા જાઓ પેલે પાર….

    ક્યાં જશો
    ને કોણ આપશે,
    હવે
    બીજી ધરતી ઉધાર….?

    Sundar rachana. Aa vishay par lakhavani aajna samay ma khas jaroor che.

  10. 10 CHANDRAVADAN MISTRY August 2, 2008 at 7:01 pm

    MA- DHARTI..I read other posts & as I read this one I remembered my recent post CHALO GUJARAT…& Gujaratni Dharati yaad aavi.. Sunilbhai nice Rachana ! You may read CHALO GUJARAT on HOME of CHANDRAPUKAR at>>>
    http://www.chandrapukar.wordpress.com


Leave a Reply