બે અછાંદસ રચના..

 એકાધિકાર

 

એ કળાને તો,

માણસે  ક્યારનીયે

આત્મસાત્ કરી લીધી છે,

હવે,

એકાધિકાર

ખતમ થઈ ગયો છે,

કાચીંડાનો..

રંગ બદલવાનો..!

———————–

ઘર

 

બાળપણમાં

અમે ઘર–ઘર રમતાં’તાં,

નિર્દોષભાવે…!

મિત્રો

કેવા આત્મીય–સ્વજન

લાગતા’તા…!

સમયની પાંખ ફેલાતી ગઈ…

જીવન નવા આસમાનને

સ્પર્શતું ગયું…

એક–બે–ત્રણ દશકા…

પાછું વળીને જોઉં છું

ત્યારે,

ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..

જે જિવાયું તે ‘ઘર’ હતું..?

પરસ્પર

 સ્નેહથી ભીંજાઈ જવાની

એ ‘કળા‘ તો..

ચાલો,

આપણે શીખી લઈએ….

બાળક પાસેથી..!

 

સુનીલ શાહ

 

 

14 Responses to “બે અછાંદસ રચના..”


  1. 1 nisha dani June 17, 2008 at 3:45 pm

    true and nice..

    કાંચીડાની જેમ માનવી પણ સમય અને સજોગો મુજબ રંગ બદલતો જ રહે છે…

    ખૂબ સરસ…અભિનન્દન…

  2. 2 Chirag Patel June 17, 2008 at 3:47 pm

    ઉત્તમ રચનાઓ, સુનીલભાઈ! કવીતાના ‘ક’થી સ્નેહના ‘સ’ સુધીની સફર મસ્ત છે.

  3. 3 pragnaju June 17, 2008 at 7:51 pm

    તમે જ કાંચીડાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું-
    કાચીંડા સમ આ જીવનમાં,
    હવે રંગબાજી નથી કરવાનો
    હવે,
    એકાધિકાર
    ખતમ થઈ ગયો છે,
    કાચીંડાનો..
    રંગ બદલવાનો..!
    હવે…?
    *****************
    એક–બે–ત્રણ દશકા…
    પાછું વળીને જોઉં છું
    ત્યારે,
    ભીતરથી ખા રો પ્રશ્ન ઊઠે છે..
    ?
    પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો
    અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
    બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
    રચનાઓ સરસ?

  4. 4 sanshah June 18, 2008 at 12:41 am

    Very good poems.
    Good work……

  5. 5 jugalkishor June 18, 2008 at 12:57 am

    બહુ મજાનું, સુનીલભાઈ !

    હવે છાંદસ પર પણ આવી જાવ, ખરી મજા આવશે !!
    –જુ.

  6. 6 Pinki June 18, 2008 at 5:02 am

    હવે,

    એકાધિકાર

    ખતમ થઈ ગયો છે,

    કાચીંડાનો..

    રંગ બદલવાનો..!

    sunilbhai,
    khub chotdar
    mane to khub j gamyu

    કાચીંડા સમ આ જીવનમાં,
    હવે રંગબાજી નથી કરવાનો

    sache j jindgi kachinda jevi j chhe

    banne vat adbhut rite kahi chhe

  7. 7 વિવેક ટેલર June 18, 2008 at 5:16 am

    સુંદર કાવ્યદ્વયી…

  8. 8 Jigar June 18, 2008 at 7:43 am

    એક–બે–ત્રણ દશકા…

    પાછું વળીને જોઉં છું

    ત્યારે,

    ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..

    જે જિવાયું તે ‘ઘર’ હતું..?

    પરસ્પર

    સ્નેહથી ભીંજાઈ જવાની

    એ ‘કળા‘ તો..

    ચાલો,

    આપણે શીખી લઈએ….

    બાળક પાસેથી..!

    Khub j saras sureshbhai khare khar balko pase thi ganu badhu sikva mate che

  9. 9 Anand June 18, 2008 at 8:01 am

    ખૂબ સરસ…અભિનન્દન…

  10. 10 સુરેશ જાની June 18, 2008 at 12:38 pm

    તારું વીચાર વૈવીધ્ય ગમ્યું.
    પણ હું જુગલભાઈની વાત સાથે સંમત થાઉં છું. કવીતાનો નીખાર તો છંદ અને ગેયતા હોય તો જ આવે.
    જો કે, મારો પોતાનો અનુભવ એમ કહે છે કે, ગદ્યની સ્વતંત્રતા માણ્યા પછી, પદ્ય જેલ જેવું લાગે છે !!

  11. 12 nilam doshi July 15, 2008 at 2:15 am

    કાચિંડા જેમ રંગ બદલતા ચહેરા…

    એક ચહેરે પે કઇ ચહેરે લગા લેતે હૈ લોગ્…..

    અને બાળક પાસેથી તો કેટકેટલું શીખવાનું હોય છે. કાશ ! બધું શીખીને ફરી એકવાર શિશુ સમ બની શકાતું હોત તો…૵

    બને રચના ખૂબ સુન્દર…

  12. 13 યશવંત ઠક્કર August 8, 2008 at 5:03 pm

    સુનીલભાઈ,
    બંને રચના માટે અભિનંદન. ગમી.

  13. 14 કલરવ ઠક્કર November 22, 2009 at 12:49 pm

    ખુબ જ સરસ રચનાઓ છે બન્ને.

    હ્રદય ને સ્પર્શી ગઈ.


Leave a Reply