એ તમારાં હતાં કે, અમારાં હતાં,
આંખથી નીકળ્યાં આંસુ, ખારાં હતાં.
ના વહ્યાં સાથે તો પણ હું જાણી ગયો,
જળની સાથે સદાયે કિનારા હતા.
આંખમાં એની લાગે છે, વાદળ હતું,
ક્યાંક વરસાદના એ ઈશારા હતા ?
પ્યાસ મારી બુઝાવી શક્યો ના કદી,
જે મળ્યા તે સમંદર તો ખારાં હતા.
ભીતરે તો એ ખળભળતા લાવા હશે,
બ્હારથી જે ચમકતા સિતારા હતા.
સુનિલ શાહ
હતા
01 બુધવાર Oct 2008
Posted in ગઝલ