મુક્તકો

images2

 

 

 સરળ ક્યાં છે રસ્તા ઉપર એકલા ચાલવાનું,

એ ગબડાવી દેશે, ક્યાં ઠેકાણું છે આ હવાનું !

કોઈ હાથ ઝાલી કરાવી દે જો પાર રસ્તો,

તો કારણ મળી જાય ત્યાં કોઈને ચાહવાનું.

 

***   ***   ***   ***

 

ચાતરેલા ચીલા પર ચાલીને તેં શી ધાડ મારી ?

ફૂલ સાથે કંટકો લાવીને તેં શી ધાડ મારી ?

તું હવાને રોકવામાં જો સફળ થઈ હોત તો ઠીક,

બાકી બારી–બારણાં વાસીને તેં શી ધાડ મારી ?

 

સુનિલ શાહ

 

 

7 Responses to “મુક્તકો”


  1. 1 jugalkishor January 7, 2009 at 12:41 pm

    મુક્તક હવે જાણે ભુલાતાં ચાલ્યાં છે. એક જમાનો હતો એનો. તમે નવા વરસે આ પ્રકાર પર હાથ ચલાવીને ઘણાને પ્રેરણા પુરી પાડશો. સરસ મુક્તકો છે.

    આ કાર્ય બદલ તમને હૃદયથી આવકાર.

  2. 2 સુરેશ જાની January 7, 2009 at 12:45 pm

    બારી બારણાં વાસવામાં સલામતી હોય છે.

  3. 3 વિવેક ટેલર January 7, 2009 at 1:21 pm

    સુંદર મુક્તકદ્વયી…

    નવા વર્ષની સારી શરૂઆત…

  4. 4 ગોવીન્દ મારુ January 7, 2009 at 3:10 pm

    સુનીલભાઈ,

    આપની ગઝલ ગમતી હતી.

    હવે મુકતકની માંડણી કરી.

    અભીનન્દન……..

    ગોવીન્દ મારુ
    http://govindmaruwordpress.com/

  5. 5 pragnaju January 7, 2009 at 3:39 pm

    સુંદર મુક્તકો
    બન્ને મુક્તકોમા હવાની હવા કાઢી છે
    બાકી ધાડ મારવાની વાતે યાદ આવી… વડીલોના જમાનામાં ઘરની વાડીઓ અને વાડાઓમાં શાકભાજી અને લીલોતરી વાવવામાં આવતી હતી. હવે દુનિયાભરના પર્યાવરણશાસ્રીઓ ઘરની આસપાસ ઝાડપાન, વેલા, છોડવા વગેરે ઉછેરવા સલાહ આપે છે. જાપાન જેવા દેશે પર્યાવરણને બચાવવા પોતાના વર્કકલ્ચરમાં આમૂલ પરિવર્તન કર્યું છે. જાપાનમાં ગત ઉનાળામાં દરેક ઓફિસમાં ૨૮ ડિગ્રી તાપમાન જાળવી કર્મચારીઓને સૂટ-બૂટ અને ટાઇને બદલે સાદાં કપડાં પહેરવાની છૂટ આપીને સાત લાખ ટન કાર્બનડાયોકસાઇડનું પ્રદૂષણ નિવાર્યું હતું. અમેરિકાની લાઇફ સ્ટાઇલમાં ઠંડીમાં હોટેલમાં તાપમાન ઉનાળા જેટલું રાખીને યુવાનો બર્મુડામાં ફરે છે અને ઉનાળામાં ૧૫ ડિગ્રી તાપમાન રાખીને સૂટ પહેરવાની ફેશન છે. આવી કહેવાતી ધી લાઇફ સ્ટાઇલની ફેશન દુનિયાભરમાં વિનાશક પુરવાર થઇ છે. વાહનના ટાયરમાં પૂરતી હવા ભરાય અને એરફિલ્ટર નિયમિત ચેક થાય તો ગાડીની એવરેજ ૧૦થી ૧૫ ટકા સુધરે અને કાર્બનડાયોકસાઈડ એમિશનમાં નોંધપાત્ર ઘટાડો થાય
    જો કે અમેરીકન સ્ટાઈલની હું પણ શરમ અનુભવું છું…

  6. 6 ડો.મહેશ રાવલ January 9, 2009 at 1:58 pm

    બીજાની ખબર નથી પણ,આ બન્ને ચોટ્દાર મુક્તકો આપીને તેં અવશ્ય ધાડ મારી છે સુનિલ!
    ખૂબ સુંદર અભિવ્યક્તિ….
    અભિનંદન.

  7. 7 nilam doshi June 8, 2009 at 2:53 am

    બારી બારણા વાસીને શી ધાડ મારી ? સરસ વાત કરી….સુન્દર અભિવ્યક્તિ..


Leave a Reply