ચૂમે છે પછી

 

223-1801

 

 

આ હવા જ્યાં પાંદડાના ગાલ ચૂમે છે પછી,
ડાળ સઘળી સ્નેહભીની થઈને ઝૂલે છે પછી.
 
તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.
 
કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.
 
એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.
 
ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
 તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
 
સુનિલ શાહ

21 Responses to “ચૂમે છે પછી”


  1. 1 ઊર્મિ January 14, 2009 at 3:41 am

    એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
    રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.

    આ શેર ખૂબ જ ગમ્યો…!

  2. 2 jjkishor January 14, 2009 at 7:05 am

    કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
    સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.

    આ શેરનો અન્વય કરીએ તો જાણે કે વાક્યરચના દાદ દેતી નથી.

    “પડછાયો તો ખુટે છે” માં તો ની જગ્યાએ જ્યાં મુકીએ તો અન્વય શક્ય બને છે. મારું અર્થઘટન ફેરફાર માગી લે એવું હોઈ શકે છે.

    બાકીના શેરો તમારા આંગળાની બરાબર છાપ ઉપસાવે છે.ધન્યવાદ, સુનીલભાઈ. ધસારાબંધ ન લખીને તમે ક્વોલીટી આપો છો.

  3. 3 hemant doshi January 14, 2009 at 7:23 am

    it good mukatak. please send this type regularly to member.
    thank you
    hemant doshi at mumbai

  4. 4 ડો.મહેશ રાવલ January 14, 2009 at 2:38 pm

    વાહ સુનિલ…!
    આ તારી સતત અને સખત મહેનતનું જ પરિણામ છે દોસ્ત!
    કોઇ એક પંક્તિ ટાંકવા જતાં બીજીને અન્યાય કરી બેસીએ એવું બને….છતાં છેલ્લી બન્ને પંક્તિઓ કદાચ અત્યાર સુધીની તારી શ્રેષ્ઠ પંક્તિઓના લીસ્ટમાં આગળ મૂકી શકાય એવી છે..
    -અભિનંદન.

  5. 5 વિનય ખત્રી January 15, 2009 at 3:43 am

    તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
    મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.

    વાહ! ક્યા બાત હૈ!

  6. 6 વિવેક ટેલર January 15, 2009 at 7:09 am

    સુંદર મજાની ગઝલ… બધા શેર સારા થયા છે… છેલ્લો શેર સવિશેષ ગમી ગયો…

  7. 7 Sudhir Patel January 15, 2009 at 1:21 pm

    Very nice Gazal, Sunilbhai. I enjoyed ‘Matla’ and ‘Makta’ the most.
    Sudhir Patel.

  8. 8 NIRMISH THAKER January 15, 2009 at 1:30 pm

    Excellent ! 3rd couplet , so nice !
    NIRMISH THAKER

  9. 9 harnish5 January 15, 2009 at 3:36 pm

    ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
    I liked it-thanx

  10. 10 Pinki January 16, 2009 at 4:48 am

    વાહ્.. બધાં જ શેર નવી જ વાત લઈને આવ્યાં છે,
    અને એમાં પણ ત્રીજો શેર તો અદ્.ભૂત થયો છે.

  11. 11 ANU VASAVA January 16, 2009 at 12:37 pm

    sunilbhai khubaj sundar mazani gazal lakhi che,
    khare khar

  12. 12 naraj January 17, 2009 at 10:27 am

    sudndar rachana …….

  13. 13 Jalal Mastan Jalal January 19, 2009 at 11:20 am

    વાહ. તમામ ગઝલ સુંદર. સૌ શેર અતિ સુંદર. ખૂબ ગમી ગઝલ. અભિનંદન.

    -જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)

  14. 14 Razia mirza January 21, 2009 at 10:24 am

    ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
    તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
    સુંદર શેર હું પણ કંઇક લખવા ઇચ્છીશ.કે…

    દિલ તો એનું આવીને ક્યાર નો છે લઇ ગયો,
    બાકી શું રહ્યું અહીં જે તું લૂટે છે પછી.

  15. 15 kirankumar chauhan January 26, 2009 at 8:04 am

    sunilbhai gzal have barab..bar siddh tai rahi chhe.

  16. 16 P Shah January 29, 2009 at 5:14 am

    ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી…..
    આ શેર વિશેષ ગમ્યો, આખી ગઝલ હૃદયથી માણી.
    અભિનંદન !

  17. 17 હિમાંશુ કીકાણી January 30, 2009 at 3:03 am

    કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

    સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

    ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

    આભાર,

    હિમાંશુ

  18. 18 વિવેક February 2, 2009 at 6:21 am

    આજે ફરીવાર આ ગઝલ વાંચી…. પહેલાં કરતાંય સવિશેષ ગમી ગઈ… બધા જ શેર સુંદર થયા છે અને અર્થગહન પણ…

  19. 19 ગોવીન્દ મારુ February 6, 2009 at 3:05 am

    ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી… પછી તો પછી… … …
    બહુ જ સરસ ગઝલ માણી. અભીનંદન… સુનીલભાઈ અભીનંદન.

  20. 20 RUSHIT March 16, 2009 at 12:15 pm

    AMARA KATHIYAVAD KAHEVAT CHHE KE
    JYA N PAHOCHE RAVI TYA PAHOCHE KAVI

  21. 21 bal kavi amit April 8, 2009 at 12:48 pm

    well done kip at up.


Leave a Reply