અછાંદસ

(૧)

 પંખી ટહુક્યું,

ડાળ ઝૂલી,

ઝરણાં ખળખળ વહ્યાં…

મનને થયું,

પ્રતીક્ષાની

સઘળી સૂકી ડાળ

હમણાં મ્હોરી ઊઠશે..

નવાં ફૂલો ખિલખિલાટ ખીલશે

પતંગિયાં નવાં ગીત ગાશે…

વિશ્વાસ કહો યા શ્રદ્ધા,

પણ,

તૂટયું આખરે સ્વપ્ન..

સાચું કહું…?

એ ન જ આવી…!!

 –––––––––––––––

(૨)

બારી પાસે બેસી

આંખમાં

સ્મરણોનું આકાશ ભરવાના

પ્રયત્નો કરતો હતો.

કોણ જાણે ક્યાંકથી

વિષાદનું વાદળ

ઊતરી આવ્યું…!

હળવેકથી એણે

આંખના આકાશને

ઘેરી લીધું…

સંયમની પાંપણી સરહદો

વટાવી દીધી,

અંતે…?

ટપ…ટપ….ટપ…!

હૃદય હળવું,

ડૂમો પ્રવાહી…

દૃશ્ય કેવું ભાવવાહી…!!!

સુનિલ શાહ

16 Responses to “અછાંદસ”


  1. 1 nilam doshi May 18, 2009 at 11:21 am

    અછાંદસ રચના માણી. મજા આવી. બીજી રચના વધારે સ્પર્શી ગઇ.

  2. 2 Pancham Shukla May 18, 2009 at 1:03 pm

    ઝરણાં ખળખળ વહ્યાં… થી ડૂમો પ્રવાહી… સુધીનું ભાવ વિશ્વ સાવ સહજ રીતે ગતિ કરે છે.

    બન્ને કાવ્યો એકબીજાના પૂરક ના હોય જાણે!

  3. 3 sapana May 18, 2009 at 1:11 pm

    Nice Sunilbhaai, biji post vadhaare gami.mara blogmaa java vinnti,tamne HINCHKO gamshe.
    Sapanaa

  4. 4 વિવેક ટેલર May 18, 2009 at 1:42 pm

    સુંદર અછાંદસદ્વયી… પણ કવિતાનો ‘પંચ’ પ્રમાણમાં ઓછો વર્તાય છે…

  5. 5 Harnish Jani May 18, 2009 at 10:29 pm

    Both are excellent.

  6. 6 ગોવીંદ મારુ May 19, 2009 at 3:25 am

    ખૂબ જ ઉત્તમ અછાંદસ રચના છે.
    અભિનંદન.

  7. 7 Heena Parekh May 19, 2009 at 8:24 am

    પહેલી અછાંદાસ રચના વધુ ગમી.

  8. 9 P Shah May 20, 2009 at 8:25 am

    બન્ને રચનાઓ સરસ થઈ છે.

  9. 10 વિજેશ શુકલ May 21, 2009 at 12:04 pm

    બંને રચના સરસ છે.પરંતુ પ્રથમ રચના વધારે સુંદર છે. હૃદયને થતો એહસાસ અને વાસ્તવિકતા ઘણીયે વાર બિલકુલ નોખી હોય છે એ વાત ખૂબ સરસ રીતે વ્યકત થઇ છે.

  10. 11 vijayshah May 21, 2009 at 12:56 pm

    બંને રચના સરસ છે

  11. 12 NIRAV SHAH May 21, 2009 at 6:36 pm

    HY I AM NIRAV SHAH.MY MO NO IS 9374622980.I AM PRO.PHOTOGRAPHER,VIDEOGRAPHER @ GRAPHIC DESINER.SO U HAVE WORK THEN CALL ME.THANKS

  12. 13 BHARAT SUCHAK May 23, 2009 at 4:31 am

    bahu sunder rachanao che

  13. 14 jitesh DALWALA May 24, 2009 at 11:29 am

    khub j saras chhandas kavita o 6
    ur student Jitesh

  14. 15 Kavita Maurya May 24, 2009 at 7:35 pm

    Sunder Rachna !

  15. 16 paavanj June 9, 2009 at 9:22 am

    Respected Sir,

    After read above poem,I note down it as there will be one function for poem collection held in our school.

    This is one really nice.like it very much.

    Health Care Facts

    -Maitari Trivedi


Leave a Reply