ફરી ફરી– હઝલ

દરરોજ એ જુએ છે અરીસે ફરી ફરી,
ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી.

લઈ ક્રીમ, પાઉડર ઘસે ચહેરા ઉપર પછી,
આવી વસંત એમ એ સમજે ફરી ફરી.

ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ?

આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

સુનિલ શાહ

છંદ વિધાન : ગાગાલગા | લગાલલગા | ગાલગાલગા

24 Responses to “ફરી ફરી– હઝલ”


  1. 1 nilam doshi June 17, 2009 at 3:02 am

    nice one..last two shers..like more…

  2. 2 kirankumar7 June 17, 2009 at 3:39 am

    સુનિલભાઇ ખૂબ સરસ. જેમ જેમ વિષયવૈવિધ્ય આવતું જશે તેમ તેમ તમારી કલમ ઓર નિખરશે.કારણકે તમારી પાસે માર્મિકતા છે.

  3. 3 Ketan Shah June 17, 2009 at 3:43 am

    Vah Sunilbhai, Superb
    aapni hazal vanchavanu man thay che fari fari

  4. 4 P Shah June 17, 2009 at 4:11 am

    દરરોજ એ જુએ છે અરીસે ફરી ફરી,
    ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી…..

    ‘ફરી ફરી’ને એક સુંદર કાફિયાનો સાથ મળ્યો હોત
    તો રંગત ઓર જામત ફરી ફરી.

    સુંદર રચના !

    અભિનંદન !

  5. 5 Dhaval Navneet June 17, 2009 at 4:43 am

    આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
    એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

    kub sarash savar sudhari didhi…atali line thi aa hazal ni kadar nahi thay fari jarur avish lakhva ..office nu kam mathe chhe….mane amantran apva badal abhar

  6. 6 Pinki June 17, 2009 at 6:59 am

    મજા આવી વાંચવાની ફરી ફરી …..

    વિષયવસ્તુ અને હઝલનો સરસ આવકારદાયક પ્રયોગ.

    નહીં તો હઝલ એટલે જાણે … બાળકોનાં જોડકણાં !!

  7. 7 વિવેક ટેલર June 17, 2009 at 7:34 am

    સુંદર રચના…

    ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી.
    - આ એક મિસરો સમજાયો નહીં…

  8. 8 દાળવાળા જીતેશ June 17, 2009 at 11:22 am

    ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
    સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

    aa pankti khub gami

  9. 9 સુરેશ જાની June 17, 2009 at 12:13 pm

    મજા આવી ગઈ. છેલ્લો શેર તારા અસલ મીજાજને અભીવ્યક્ત કરે છે.

    પહેલા શેરમાં કાંઈક ફુટ છે !!

  10. 10 Pancham Shukla June 17, 2009 at 12:43 pm

    મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
    કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ?

    આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
    એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

    આ બે શેર તો હઝલમાં ય ગઝલના હોય એમ લાગે છે. આ પ્રયોગ ગમ્યો. આની ઉપર પણ હાથ અજમાવો.

  11. 11 Mayur Prajapati June 17, 2009 at 1:05 pm

    વાહ સુનિલભાઇ!

    સુંદર હઝલ

  12. 13 Gaurang Thaker June 17, 2009 at 2:05 pm

    સરસ હઝલ…વાહ મઝા જ મઝા…

  13. 14 Chandra June 17, 2009 at 3:58 pm

    E TAD ARISE CHE KE PACHHI CHAHERA PAR ?

    ati sundar,,,,,hazal,,,,aanand aavi gayo

  14. 15 Pinki June 17, 2009 at 4:38 pm

    in second line, it’s FUTE not KUTE,

    FUTE JAWANI …..FARI FARI

  15. 16 pragnaju June 17, 2009 at 4:44 pm

    સરસ હઝલ

    ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
    સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

    મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
    કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ? હંમણા એક ગમ્મતની વાત આવી છે
    અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વાળ ભૂરા થવાના સમાચાર સાંભળીને તેમના એક પ્રશંસકે આયુર્વેદિક દવા દ્વારા તેમના વાળને ફરી વખત કાળા કરી આપવાનો પ્રસ્તાવ આપ્યો છે

    તમારા પ્રથમગ્રાસે મોદક બદલ અભિનંદન

  16. 17 Harnish Jani June 17, 2009 at 6:22 pm

    Wah Wah

  17. 18 સુનિલ શાહ June 18, 2009 at 1:53 am

    પિંકિબેનની વાત સાચી છે.
    શ્રુતીમાં ક અને ફ અલગ દેખાય છે પણ કૂટે(KUTE)અને ફૂટે(FUTE) સરખાં જ દેખાય છે, કોઈ ઉપાય ખરો..?

  18. 19 Florence June 18, 2009 at 8:38 am

    Sunilbhai,
    ghana badha varso pachi kavita ne jaane jeevi, YAAD AAVI GAYA E KAVI KALAPI ANE KALELKAR TAMARA THAKI, NAHIN TO KON KONE YAAD KARE CHE FARI FARI,TAMARI KALAM MADE CHE E KAVIO JODE KHARI KHARI…

  19. 20 vinod k pandya June 18, 2009 at 4:09 pm

    very nice.go on.

  20. 21 Dilip Gajjar June 18, 2009 at 10:27 pm

    dear Sunilbhai,…
    હજલની હળવાશમાં ગઝલથીય વિષેશ કહેવાય છે તેવું આપની હઝલમાં લાગ્યુ..વાહ ખુબ ખુબ મજા આવી..ફરી ફરી વાંચવા જેવી.કવિતાનો ક સરસ નામ પર..એક મારી પંકિત,
    ક્યાં કવિની નાતજાતો હોય છે
    એક તેનો શબ્દ નાતો હોય છે
    એકતાનો અએકડિ જો ઘૂંટીયો
    તો પછી ક્યાં રક્તપાતો હોય છે

  21. 22 Govind Maru June 19, 2009 at 12:20 pm

    બહુ જ સુંદર રચના

    અભિનંદન.

  22. 23 sapana June 19, 2009 at 8:09 pm

    Very nice gazal.

    These lines are best
    આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
    એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

    Sapana

  23. 24 યશવંત ઠક્કર July 6, 2009 at 10:54 am

    મજા મજા અને મજા પડી!


Leave a Reply