પહેલાં એ ચકાસો

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

સુનીલ શાહ

26 Responses to “પહેલાં એ ચકાસો”


  1. 1 શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ October 21, 2009 at 7:50 pm

    ‘ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
    રોજ એની બાજુ ફેંકું એક પાસો.’

    સતત કર્મ એજ આપણું ભાગ્ય.

  2. 2 દક્ષેશ કોન્ટ્રાકટર October 21, 2009 at 8:48 pm

    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

    સુંદર…

  3. 3 યશવંત ઠક્કર October 21, 2009 at 9:32 pm

    સુનીલભાઈ, નૂતન વર્ષાભિનંદન. તમારી સુંદર ગઝલ માણીને આનંદ થયો. કુશળ હશો.

  4. 4 ડૉ.મહેશ રાવલ October 21, 2009 at 9:50 pm

    વાહ સુનિલ,
    સુંદર વાત લાવ્યો છે દોસ્ત!
    એમાંય આ તિરાડોવાળી વાત ખાસ ગમી.
    અભિનંદન અને સાથે-સાથે નવા વર્ષની અઢળક શુભકામનાઓ.

  5. 5 डॉ. निशीथ ध्रुव October 22, 2009 at 12:19 am

    कोईनी तरफ एक आंगळी चींधो तो त्रण आंगळी आपणी तरफ वळे – माटे आत्मदोषदर्शन अथवा आत्मावलोकन करवुं जीवनने वधु व्यापक बनाववानी गुरुचावी छे. आ वात माटे आटलां उदाहरणो सबळ अने सचोट रीते प्रस्तुत करवा माटे सुनीलने धन्यवाद!
    पण नियत=सोंपायेलुं अथवा तो निश्चित करेलुं, नीयत=दानत एटलो जोडणी-दोष दूर करी लेशो.

    • 6 sunilshah October 22, 2009 at 6:25 am

      વહાલા નિશીથભાઈ,
      તમે બતાવેલ નિયત અને નીયતના અર્થભેદ ધ્યાન બહાર રહી ગયેલા..ધ્યાન દોરવા બદલ ાાભાર. સુધારી લીધું છે.

  6. 7 પંચમ શુક્લ October 22, 2009 at 12:41 am

    ઘણા વખતે!
    મઝાની ગઝલ.

  7. 8 Gaurang Thaker October 22, 2009 at 10:12 am

    waah bhai waah…
    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

  8. 9 Mukund Desai 'MADAD' October 22, 2009 at 11:50 am

    Nice

  9. 10 pragnaju October 22, 2009 at 2:32 pm

    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો
    ખૂબ સરસ
    ચકાસો જો કિકસ્ટાર્ટ ચાલી રહી છે,
    ત્યાં કોઈ ભૂલો નથી તેની ખાતરી કરવા માટે
    સ્થાપન લોગ ચકાસો,
    અને
    જેમ તમે કિકસ્ટાર્ટ પરિસ્થિતિ
    પાનું પુનઃલાવો
    એ ચકાસવા માટે xફાઈલ ચકાસો
    પણ આતો
    એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
    દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?
    છત જવાની રોજ બનતી હોય ઘટના,
    પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?
    સુંદર

  10. 11 jjkishor October 22, 2009 at 6:34 pm

    “ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
    રોજ એની બાજુ ફેંકું એક પાસો.”

    શીક્ષકમાંથી આચાર્યપદે સ્થપાયેલા ને આટલા ટુંકા ગાળામાં સર્વમાન્ય ગઝલકાર બની ચુકેલા સુનીલભાઈનો પાસો તો કોઈ અગમ્ય સ્થળેથી જ ફેંકાતો રહ્યો છે.

    તમારામાં રહેલો શીક્ષક અને સર્જક બન્ને હવે આચાર્યરુપે જે પાસા ફેંકશે તે માટે તો તમારા વીદ્યાર્થીઓની જ ઈર્ષ્યા કરવાની થશે !!

    આવનારા સમય માટે તમને ને તમારી નીષ્ઠાને સઘળી શુભેચ્છાઓ.

  11. 12 P Shah October 22, 2009 at 9:25 pm

    …..પોપડા ખરતાં પહેલાં એ ચકાસો

    વાહ ! સુંદર વાત કરી.
    આ શેર ખૂબ ગમ્યો.

    અભિનંદન !

  12. 13 Kirtikant Purohit October 22, 2009 at 9:33 pm

    વાહ બહુ જ સરસ.

    હું ઉપરના મિત્રો સાથે સહમત થવાનો આનંદ લઉં છં.

  13. 14 સુરેશ જાની October 23, 2009 at 4:50 am

    બહુ જ સરસ ભાવ અને શબ્દો. લય પણ સરસ છે.

  14. 15 sudhir patel October 23, 2009 at 5:55 am

    Enjoyed your nice Gazal!
    Sudhir Patel.

  15. 16 dr sudhir shah October 23, 2009 at 6:09 pm

    મઝા આવી. અભિનંદન

  16. 17 kirankumar7 October 23, 2009 at 10:45 pm

    સરસ ગઝલ થઇ છે સુનીલભાઇ! આચાર્યપદ માટે અભિનંદન સાથે અઢળક શુભેચ્છા.

  17. 18 Nilesh Rana October 24, 2009 at 4:43 am

    Sunder Rachana

  18. 19 Dalwala Jitesh October 24, 2009 at 10:59 am

    happy new year…

    congratulation for be a principal of MTB…

    DALWALA JITESH

  19. 20 sapana October 26, 2009 at 1:40 am

    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો..

    ખૂબ સરસ ગઝલ મળી…આપ્બે દિવાળિ તથા નવું વરસ મુબારક.
    સપના

  20. 21 Harnish Jani October 27, 2009 at 8:38 pm

    Thank you-Dil Khush Thai Gayu-

  21. 22 Pinki October 27, 2009 at 11:21 pm

    ખૂબ જ સરસ ગઝલ.

    વૃક્ષની આજે નીયત શાને તપાસો,
    કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

    આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
    પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

    superb !!

  22. 23 વિવેક ટેલર October 28, 2009 at 6:07 pm

    સુનીલભાઈ,

    બીજા કોઈ શબ્દો વાપરતો નથી… આ ગઝલ અબઘડી લયસ્તરો માટે માંગી લઉં છું…

  23. 24 વિવેક ટેલર October 28, 2009 at 6:34 pm

    દોસ્ત,

    બોલ્યા વિના ચાલે એમ પણ નથી… આ ગઝલે એક જ ઝાટકામાં મન મોહી લીધું છે… કુમાર માટે મોકલી આપો…

  24. 25 Munavvar Vana November 3, 2009 at 5:45 pm

    SUNILBHAI TAMARI GAZAL TATHA KAVITA GHANI SUNDAR LAGI
    MUNAVVAR VANA

  25. 26 readsetu November 9, 2009 at 3:35 am

    એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
    દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

    છત જવાની રોજ બનતી હોય ઘટના,
    પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

    very nice gazal.. congretulations

    Lata Hirani


Leave a Reply