ઈરાદો રાખજો સીધો

cat

દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

હકીકત એ જ છે કે કૌરવો સામે મળે છે રોજ,
છતાં હસ્તો ચહેરો રાખવાનો દંભ મેં કીધો !

નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો !

બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

સુનીલ શાહ

17 Responses to “ઈરાદો રાખજો સીધો”


  1. 1 ડૉ.મહેશ રાવલ November 12, 2009 at 8:33 am

    સુનીલ….!
    કંઈક અલગ પ્રકારના મૂડમાં લખાયેલી હોય એવી આ રચના કવિના મનમાં એક્સાથે ઘણું બધું ‘ચાલી રહ્યું ‘છે એની ચાડી ખાય છે.
    પ્રથમ અને ચતુર્થ પંક્તિએ ધ્યાન ખેંચ્યું.

  2. 2 Harnish Jani November 12, 2009 at 8:57 am

    Wah Bhai Wah

  3. 3 sapana November 12, 2009 at 9:14 am

    સુનિલભાઈ…કવિના મૂડ પણ બદલાતા રહે છે..સરસ ગઝલ બનિ છે..હા હશે વિશ્વાસ અઢ્ળક નહીતો માણસ જાણવાણિ કોશીશ તો કરે ને કે આમા કોઈ ઝેરી ફૂલ તો ન હતૂ..

    હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
    ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો
    ખુબ સરસ ભાવના દરશાવી છે..
    સપના

  4. 4 kirankumar chauhan November 12, 2009 at 9:52 am

    સુનિલભાઇ, ખૂબ સરસ ગઝલ. નવા કાફિયા, નવી વાત. બહુ આનંદ થયો.

  5. 5 Govind Maru November 12, 2009 at 10:09 am

    દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
    નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

    બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
    તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

    -બહુ જ સરસ ગઝલ..

  6. 6 डॉ. निशीथ ध्रुव November 12, 2009 at 1:03 pm

    दो आँखें बारह हाथनुं गीत याद आव्युं : नेक़ी पर चलें और बदी से टले – ताकि हँसते हुए निकले दम! कवि नर्मदनी रचना पण याद आवे छे : नीति तुम्बी भवसिन्धुने तरावे. एक बनजारा गाये जीवन के गीत सुनाए, हम सब जीनेवालों को जीने की राह दिखाए – सुनील आवो ज एक वणझारो छे एम आ रचना द्वारा जाण्युं अने माण्युं.
    ઈરાદો નહીં પણ ઇરાદો એવી જોડણી છે.

  7. 7 Ketan Shah November 12, 2009 at 5:07 pm

    બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
    તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

    Nice one

  8. 8 sudhir patel November 13, 2009 at 6:09 am

    Very nice Gazal!
    Sudhir Patel.

  9. 9 jagadishchristian November 13, 2009 at 7:26 am

    હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
    ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

    ક્યા બાત હૈ! બહોત અચ્છે.

  10. 10 arvindadalja November 13, 2009 at 7:37 pm

    બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
    તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

    બહુજ સરસ ! ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ રસ્તો બદ્લ્યા સિવાય ઈરાદો રાખજો સીધો ! ખૂબ જ સુંદર સંદેશો આપી જાય છે આ શબ્દો ! અભિનંદન !

    સ-સ્નેહ
    અરવિંદ

  11. 11 Pancham Shukla November 13, 2009 at 8:39 pm

    સુંદર ગઝલ. અપ્રચલિત અને અઘરા હમરદીફ્/કાફિયામાં સુરેખ અને નવીન કામ. હકારાત્મક અને દૃઢ અભિગમને વિવિધ રીતે બહેલાવ્યો એ ગમ્યું. 1 2 4 5 નમ્બરના શેર ખરેખર જાનદાર છે.

  12. 12 NARENDRA JAGTAP November 13, 2009 at 9:51 pm

    નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
    કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો
    સુનિલભાઇ…ઉપર નો શેર મને ખુબ જ ગમ્યો ..કવિતા ના ‘ક’ ની સાથે ગઝલ નો ‘ગ’ પણ છે..બસ આપ ખુબ જ સારા વિચારો સાથે લખતા રહો ..મારો..બ્લોગ http://www.narendrajagtap.wordpress.com પણ જોતા રહેશો..કદાચ મારી ગઝલો ગમે

  13. 13 વિનય ખત્રી November 15, 2009 at 9:10 pm

    નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
    કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો!

    મજાની ગઝલ.

  14. 14 વિવેક ટેલર November 17, 2009 at 7:06 pm

    સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

    કાફિયા સરસ નિભાવાયા છે…

  15. 15 Ch@ndr@ November 18, 2009 at 7:33 pm

    nathi fariyad hu andharni ene kadi karto
    ke jeNe raat didhi che , diwas to ene j didho..
    (wah khub j saras.)
    Ch@ndr@

  16. 16 Urmi November 19, 2009 at 7:58 pm

    સુંદર ગઝલ… છેલ્લા બે અશઆર વધુ ગમી ગયા… અભિનંદન.

  17. 17 Govind Maru November 20, 2009 at 9:34 am

    સરસ મજાની ગઝલ…


Leave a Reply