હું ક્યાં કહું છું મોટું જોઈએ,
ઘર લાગણીથી ભીનું જોઈએ.

ભીતર છું હું, હું એ જ બ્હાર છું,
ના મારે કોઈ મ્હોરું જોઈએ.

જોવું હશે જો ભીંતપાર તો,
થોડું ઘણું બાકોરું જોઈએ.

ભીતરની શ્રદ્ધાને પૂછે છે કોણ?
મંદિર અહીં બસ મોટું જોઈએ !

એ માત્ર આંખોનું મિલન હતું,
કોઈએ આગળ વધવું જોઈએ.

લે, આખેઆખું શ્હેર આપી દઉં,
બસ, ગામ મારું પાછું જોઈએ.

સુનીલ શાહ

About these ads