
જીવને શું કામ ટૂંકો રાખીએ ?
ચાલ, થોડો હાથ છુટ્ટો રાખીએ
પાંખને સંકેલીએ થોડી હવે,
કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ.
એટલું પણ થઈ શકે -પર્યાપ્ત છે,
સ્નેહ,‘ને આદરનો છાંયો રાખીએ.
લ્યો! ખજાનો પ્રેમનો અઢળક મળ્યો,
ભીતરે, એકાદ ગલ્લો રાખીએ !
કોઇના પડકારને પહોંચી વળે,
એટલો ખુદ્દાર ઠસ્સો રાખીએ.
સુનીલ શાહ