શું હોય છે ? 02 ગુરુવાર Sep 2010 Posted by sunilshah in ગઝલ ≈ 27 Comments web Photo સાવ ખુલ્લું હોય છે, આભ સૌનું હોય છે. છાંયડા વ્હેંચી ગયું, વૃક્ષ ભોળું હોય છે. શ્વાસ થંભી જાય તો ! શ્વાસમાં શું હોય છે ? નાવને ડૂબાડતું, છિદ્ર, નાનું હોય છે. એ જ બસ ચર્ચાય છે, કે જે, મોટું હોય છે ! સુનીલ શાહ