સાંજ વાવું છું

વેબ ફોટો

રોજ મારામાં સાંજ વાવું છું,
એમ સૂરજને હું ઝુકાવું છું.

એજ જખ્મો છે, એ જ નકશો છે,
ભાત નોખી હું ક્યા બતાવું છું ?

કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

તું હશે સારથી જગતનો પણ,
મારા ઘરને તો હું ચલાવું છું..!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.

સુનીલ શાહ

23 Responses to “સાંજ વાવું છું”


  1. 1 sapana March 23, 2011 at 1:08 am

    સુનીલભાઈ સરસ ગઝલ બની છે!!
    કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
    લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
    બધાં શેર સારા છે..
    સપના

  2. 2 pragnaju March 23, 2011 at 1:55 am

    સુંદર ગઝલ
    આ શેર વધુ ગમ્યા

    એજ જખ્મો છે, એ જ નકશો છે,
    ભાત નોખી હું ક્યા બતાવું છું ?

    કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
    લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

    સહજ સ્વીકારીએ હંમેશાં બિનશરતી હોય છે. તેનામાં વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનાં સ્વીકારમાં કોઈ જ શરતો હોતી નથી. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જ્યાં છે, જેવી છે, જે પણ છે તેનો અનન્ય ભાવથી સ્વીકાર કરવાની એક પરમ સાધના છે, એક તપ છે. જ્યાં સહજ સ્વીકાર છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં માલિકી ભાવ નથી, જેને માલિકી ભાવ નથી તેને માયા નથી, જેને માયા નથી તેને અહં નથી, જેને અંહ નથી તે શૂન્ય છે, અને જે શૂન્ય છે તે જ પરમાત્મામાં ભળી શકે છે. કારણકે પરમાત્મામાં ભળી જવા માટે શૂન્ય થવું અનિવાર્ય છે. આમ, આપણે સમજી શકીએ કે સહજ સ્વીકારની આ સાધના આપણને પરમાત્મા તરફ દોરી જતો

  3. 3 વિવેક ટેલર March 23, 2011 at 10:28 am

    સુંદર ગઝલ…

    આ શેર ખૂબ જ ગમ્યો-
    તું હશે સારથી જગતનો પણ,
    મારા ઘરને તો હું ચલાવું છું..!

    આખી ગઝલ મજાની શક્યતાઓથી ભરીભરી છે… છેલ્લા શેરમાં થોડું સમારકામ કરી શકાય તો શિલ્પ ઓર મનહર થાય!

  4. 4 પરાર્થે સમર્પણ March 23, 2011 at 11:26 am

    શ્રી સુનીલભાઈ,

    તું હશે સારથી જગતનો પણ,
    મારા ઘરને તો હું ચલાવું છું..!

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું

    વાહ રે વાહ સુંદર ગઝલ અને દરેક પંક્તિઓ એટલી જ જોરદાર.

    મઝા આવી ગઈ.

  5. 5 Divu March 23, 2011 at 11:56 am

    I like last two lines because,i understand the meaning of that line easily

    Divu

  6. 6 દિલીપ મોદી March 23, 2011 at 2:42 pm

    સ-રસ ગઝલ છે…દરેક શે’ર અર્થપૂર્ણ અને આસ્વાદ્ય બન્યા હોઈ માણવાની મજા પડી. ધન્યવાદ !

  7. 7 કવિતા મૌર્ય March 23, 2011 at 2:51 pm

    તું હશે સારથી જગતનો પણ,
    મારા ઘરને તો હું ચલાવું છું..!

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું.

    વાહ !!! સુંદર શેર.

  8. 8 MechSoul March 23, 2011 at 4:10 pm

    સર ,લાંબા સમય પછી નવી ગઝલ મળી ,
    આ પંક્તિઓ ગમી.
    તું હશે સારથી જગતનો પણ,
    મારા ઘરને તો હું ચલાવું છું..!

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું.

    ( બ્લોગ નું હેડર જામતું નથી )
    -જીતેશ

  9. 9 અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' March 23, 2011 at 5:42 pm

    સુનીલભાઈ,
    \
    રોજ મારામાં સાંજ વાવું છું,
    એમ સૂરજને હું ઝુકાવું છું.

    એજ જખ્મો છે, એ જ નકશો છે,
    ભાત નોખી હું ક્યા બતાવું છું ?
    રોજ મારામાં સાંજ વાવું છું,
    એમ સૂરજને હું ઝુકાવું છું.

    એજ જખ્મો છે, એ જ નકશો છે,
    ભાત નોખી હું ક્યા બતાવું છું ?

    દરેક શેર પસંદ આવ્યા પરંતુ ઉપરોક્ત શેર વધુ પસંદ આવ્યા. અસરકારક રજૂઆત.

    આભાર !

  10. 10 kishoremodi March 23, 2011 at 8:01 pm

    સરળ બાનીમાં અર્થપૂર્ણ ગઝલ.

  11. 11 Reading March 23, 2011 at 8:24 pm

    સુનીલભાઈ,
    સરસ ગઝલ!
    સુંદર શેર.
    તું હશે સારથી જગતનો પણ,
    મારા ઘરને તો હું ચલાવું છું..!
    http://ghanshyam69.wordpress.com

  12. 12 ડૉ.મહેશ રાવલ March 23, 2011 at 11:11 pm

    સરસ ગઝલ બની છે સુનીલભાઇ,
    -અભિનંદન સાથે,શ્રી વિવેકભાઇની ટિપ્પણી સાથે પણ સહમતી.

  13. 13 Harnish Jani March 24, 2011 at 11:06 pm

    Wonderful-મઝા પડી ગઇ.

  14. 14 vijesh shukla March 25, 2011 at 9:36 am

    કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
    લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
    These are really nice lines.

  15. 15 વિહંગ વ્યાસ March 25, 2011 at 12:46 pm

    સુંદર ગઝલ. આ શેર બહુ ગમ્યો : તે હશે સારથિ જગતનો પણ, મારાં ઘરને હું ચલાવું છું. મનોહર ત્રિવેદીનો એક શેર યાદ : તું છે સ્વામી ચૌદ ભુવનનો, હું છું મારા ઘરનો સુબો.

  16. 16 nilam doshi March 25, 2011 at 5:13 pm

    enjoyed whole gazal..very nice and touchy..
    congrats sunilbhai

  17. 18 P Shah March 26, 2011 at 9:27 am

    છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
    જાતને રોજ હું ઉઠાવું છું……

    સરસ અર્થપૂર્ણ આસ્વાદ્ય ગઝલ !
    અભિનંદન, સુનીલભાઈ

  18. 19 Harnish Jani March 27, 2011 at 7:07 pm

    કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
    લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

    -I read your gazal one more time and loved this- It fits me well.

  19. 20 સઈદ મન્સૂરી March 27, 2011 at 8:55 pm

    એજ જખ્મો છે, એ જ નકશો છે,
    ભાત નોખી હું ક્યા બતાવું છું ?

    કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
    લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

    ખુબ સુંદર ગઝલ .ઉપર ના શેર તો ઘણા સરસ .અભીનંદન સુનીલભાઈ

  20. 22 Kirtikaant purohit April 2, 2011 at 11:36 am

    આખીયે ગઝલ અર્થપૂર્ણ અને આસ્વાધ્ય બની છે. વાહ….

  21. 23 Daxesh Contractor April 5, 2011 at 12:27 pm

    સુંદર ગઝલ ..


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Blog Stats

  • 21,479 hits

 

March 2011
M T W T F S S
« Feb   Apr »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

Flickr Photos

San Gregorio Sunset

More Photos
Protected by Copyscape Web Plagiarism Check

Top Rated


Follow

Get every new post delivered to your Inbox.