માયા ક્યાં ઓછી રાખી છે ?
પાંખોની દોસ્તી રાખી છે.
આંસુ કઈ રીતે આવ્યા, કહું ?
ઈચ્છાઓ પકડી રાખી છે.
સુંવાળો છે રસ્તો તેથી,
ચપ્પલમાં ખીલી રાખી છે.
સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
એને કોઈ તો સમજાવો,
ટહુકાથી દૂરી રાખી છે..!
નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?
સુનીલ શાહ



સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
વાહ, સુંદર ગઝલ .. વળી છેલ્લા શેરમાં વ્યક્ત થતી ખુમારી સ્પર્શે તેવી છે.
સરસ ગઝલ,સુનીલભાઈ…
સુંવાળા રસ્તાના ભયસ્થાનોથી સ્વયંને સજાગ- ચૌકન્ના- રાખવા ચપ્પલમાં ખીલી રાખી, એની ચૂભનથી સતર્કતા જાળવવાની વાતનું નવું કલ્પન ગમ્યું મિત્ર!
-અભિનંદન.
સરસ ગઝલ
માયા ક્યાં ઓછી રાખી છે ?
પાંખોની દોસ્તી રાખી છે.
નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?
વાહ,
સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
These lines are really beautiful, expressed in an exclusice manner.
સુંવાળો છે રસ્તો તેથી,
ચપ્પલમાં ખીલી રાખી છે.
સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?
Nice Sher !!!
Life is not logic.
સુંવાળો છે રસ્તો તેથી,
ચપ્પલમાં ખીલી રાખી છે.
સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે ?
વાહ સુનીલભાઈ ઉપર ના ત્રણ શેર ખુબ સરસ જીંદગી માં નિષ્ફળતા તો આવે પરંતુ ગતિ ધીમી રાખી ના શકાય ખરેખર તમારી ખુમારી ને સલામ
સુંદર !!
મજાના શેર.
સુંવાળો છે રસ્તો તેથી,
ચપ્પલમાં ખીલી રાખી છે.
સઘળી પીડા થેલીમાં લઈ,
ભીંતે લટકાવી રાખી છે.
નિષ્ફળતા સામે આવી પણ,
મેં ગતિ ક્યાં ધીમી રાખી છે?
વિશેષ ગમ્યા.
Nice gazal. Enjoyed.