ચાલ આગળ ચાલ, રોકાયા વગર,
કાપ રસ્તો ક્યાંય અથડાયા વગર.
કઈ રીતે આવી શકે પાછી સવાર,
સાંજનો આ પીંડ બંધાયા વગર ?
એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.
છે સમયની એ કરામત, કે સમય,
પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?
શી રીતે જાણી શકો વંટોળને,
રણ ઉપર રણ બીજું સર્જાયા વગર ?
સુનીલ શાહ


એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.
મસ્ત શે’ર
સ-રસ માણવી ગમે એવી ગઝલ….
અભિનંદન સુનીલભાઈ
છે સમયની એ કરામત, કે સમય,
પાછો ક્યાં આવે છે બદલાયા વગર ? LIKE THIS
છે સમયની એ કરામત, કે સમય,
પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?
maza aavi gai–Aakhi gazal mast chhe.
વાહ .. મજાની ગઝલ. એમાંય આ બે શેર કાબિલે-તારીફ
એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.
છે સમયની એ કરામત, કે સમય,
પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?
ઘણી સરસ ગઝલ
બધા જ શેર ગમી જાય એવી ગઝલ છે. વાહ..
સુંદર ગઝલ
કઈ રીતે આવી શકે પાછી સવાર,
સાંજનો આ પીંડ બંધાયા વગર ?
- સરસ વાત !!
ચાલ આગળ ચાલ, રોકાયા વગર,
કાપ રસ્તો ક્યાંય અથડાયા વગર.
સુનીલ ભાઈ ઘણો સારો શેર
જીન્દગી ના આ રસ્તા માં કયાય અથડાયા,
રોકાયા વગર સતત ચાલતા રહેવાનું છે
ભાવવાહી ગઝલ…તમામ શે’ર અર્થસભર અને આસ્વાદ્ય બન્યા છે. ધન્યવાદ !
ધન્યવાદ. ઘણા સમયે નવી રચના મુકાઈ !
આચાર્યપદ સર્જનને નડતું તો નથી ને ?!
Enjoyed your nice Ghazal!
Sudhir Patel.
આદરણીય શ્રી. સુશીલભાઈ,
શી રીતે જાણી શકો વંટોળને,
રણ ઉપર રણ બીજું સર્જાયા વગર ?
ખુબ મઝાનું…ખુબ ગમ્યું.
કઈ રીતે આવી શકે પાછી સવાર,
સાંજનો આ પીંડ બંધાયા વગર ?
સુંદર ગઝલનો લાજવાબ શેર !