રોકી શકું

હો ચરણની છાપ તો ભૂંસી શકું,
હું સ્મરણનો માર્ગ ના રોકી શકું.

એટલી નવરાશ ક્યાં લાવી શકું ?
રોજ ઈશ્વર શોધવા નીકળી શકું..!

પટપટાવે આંખ સંમતિમાં તું જો,
મારું ખાલી પાત્ર છલકાવી શકું.

સાવ નાની વાતમા ઝઘડી પડું,
એટલો નીચે હું ના ઉતરી શકું,

એટલે મેં આયનો તોડ્યો હતો,
હમશકલની જાળથી છૂટી શકું.

વૃક્ષ છું હું, મારું સઘળું લઈ લે પણ,
માત્ર ટહુકો  ના તને આપી શકું.

સુનીલ શાહ

14 Responses to “રોકી શકું”


  1. 1 Harnish Jani August 7, 2011 at 9:48 pm

    રિટાયર થાવ ત્યારે જો જો– સ્મરણના ઝુંડ કેવા સતાવે છે તે. બહુ સરસ ગઝલ. અભિનંદન.

  2. 2 Kavita Maurya August 7, 2011 at 11:33 pm

    એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    વૃક્ષ છું હું, મારું સઘળું લઈ લે પણ,
    માત્ર ટહુકો ના તને આપી શકું.

    Nice Sher !!!

  3. 3 Daxesh Contractor August 8, 2011 at 12:11 am

    હું સ્મરણનો માર્ગ ના રોકી શકું.

    સરસ … આયનાવાળો શેર પર ગમ્યો.

  4. 4 himanshupatel555 August 8, 2011 at 5:18 am

    સંસ્મૃતિ સ્વક સાથેનું કોમ્યુનિકેશન છે એમાં ખાંચો નથી.

  5. 5 vinod k pandya August 8, 2011 at 8:38 am

    very nice,keep it up

  6. 6 saeed mansuri August 8, 2011 at 8:52 am

    સાવ નાની વાતમા ઝઘડી પડું,
    એટલો નીચે હું ના ઉતરી શકું,

    એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    આ બે શેર ઘણા સરસ લાગ્યા
    Keep it Up

  7. 7 Atul Jani (Agantuk) August 8, 2011 at 9:55 am

    મત્લા અને મક્તા ના શેર વધુ ગમ્યાં.

  8. 8 વિવેક ટેલર August 8, 2011 at 11:27 am

    મત્લાનો શેર ખૂબ જ સુંદર…

    સંમતિ – ગાગા તરીકે લઈ શકાય? ઉચ્ચારણ કરતાં કઠે છે…

  9. 9 ડૉ.મહેશ રાવલ August 8, 2011 at 12:45 pm

    સરસ ગઝલ બની છે સુનીલભાઇ…
    અભિનંદન.
    એક સૂચન કરવાનું મન થાય છે- બીજા શેરની બન્ને પંક્તિઓ ઉપર-નીચે કરીએ તો?
    વાત વધુ અસરકારક બની ઉઘડી શકે એવું મને લાગે છે.

  10. 10 devikadhruva August 9, 2011 at 3:35 am

    એટલે મેં આયનો તોડ્યો હતો,
    હમશકલની જાળથી છૂટી શકું.

    આ શેર અને મત્લાનો…બંને શેર ખુબ મઝાના થયા છે.સરળ,સહજ અને છતાં ચોટદાર..

  11. 11 વિનય ખત્રી August 9, 2011 at 9:27 am

    એટલી નવરાશ ક્યાં લાવી શકું ?
    રોજ ઈશ્વર શોધવા નીકળી શકું..!

    vaah!

  12. 12 દિલીપ મોદી August 9, 2011 at 4:20 pm

    મત્લા અને મક્તાના શે’ર ખરેખર લાજવાબ છે.
    અલબત્ત, આયનાવાળો શે’ર પણ મને સવિશેષ પસંદ પડ્યો…
    ધન્યવાદ !

  13. 13 vijesh shukla August 11, 2011 at 10:41 pm

    સાવ નાની વાતમા ઝઘડી પડું,
    એટલો નીચે હું ના ઉતરી શકું,
    These lines are really beautiful. Noble people never come down from there level to make such petty gestures. What’s in my heart, you have expressed it through these lines.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Blog Stats

  • 21,530 hits

 

August 2011
M T W T F S S
« Jul   Sep »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Flickr Photos

_DSF0260.jpg

More Photos
Protected by Copyscape Web Plagiarism Check

Top Rated


Follow

Get every new post delivered to your Inbox.