ખુદા ખોળવા જાઉં છું.

એમ ભીતરને ઢંઢોળવા જાઉં છું,
મૃગજળી ઘેલછા ટાળવા જાઉં છું.

હું તને જોઉં ને બસ, મને લાગે છે,
મારી જ જાત નિહાળવા જાઉં છું.

તું કહે હા કે ના, સરખું છે મારે મન,
બીજે હું મનને ક્યાં વાળવા જાઉં છું..?

છે લપસણી જગા એમ જાણ્યા પછી,
ક્યાં મને હુંય સંભાળવા જાઉં છુ..?

ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

ચાહું છું દૂર કરવા બધી ભેળસેળ,
લાગણીને સતત ચાળવા જાઉં છું.

સુનીલ શાહ

14 Responses to “ખુદા ખોળવા જાઉં છું.”


  1. 1 Daxesh Contractor September 29, 2011 at 11:32 pm

    હું તને જોઉં ને બસ, મને લાગે છે,
    મારી જ જાત નિહાળવા જાઉં છું…
    વાહ … ક્યા બાત.

  2. 2 himanshupatel555 September 30, 2011 at 8:53 am

    સરસ ગઝલ આ ગમ્યુ…
    ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
    માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

  3. 3 ડૉ.મહેશ રાવલ September 30, 2011 at 8:53 am

    વાહ…!
    સુનીલભાઇ,
    સુંદર મથામણની ગઝલ…આખી ગઝલના મૂળભાવને વળગીને થયેલું કવિકર્મ.
    આ ગઝલને -જાઉં છું- ની જેમ ,..મથું છું…રદિફ પ્રયોજીને જોઇએ તો ?
    -મને એવો વિચાર આવ્યો,તમે પણ વિચારી જોજો.

  4. 4 Govind Maru September 30, 2011 at 8:59 am

    વાહ.. સુનીલભાઇ !!
    હું તને જોઉં ને બસ, મને લાગે છે,
    મારી જ જાત નIહાળવા જાઉં છું…

  5. 5 વિનય ખત્રી September 30, 2011 at 12:18 pm

    વાહ! મજાની ગઝલ.

    આ બે પંક્તિઓ વિશેષ ગમી.

    હું તને જોઉં ને બસ, મને લાગે છે,
    મારી જ જાત નિહાળવા જાઉં છું.

    છે લપસણી જગા એમ જાણ્યા પછી,
    ક્યાં મને હુંય સંભાળવા જાઉં છું..?

  6. 6 devika dhruva September 30, 2011 at 4:40 pm

    લાગણીને સતત ચાળવા જાઉં છું…..વાહ..વાહ..

  7. 7 ઇન્દુ શાહ September 30, 2011 at 10:06 pm

    હું તને જોઉં ને બસ,્થાય છે
    મારી જાત નિહાળવા જાઉં છું
    સરસ

  8. 8 Harnish5 October 1, 2011 at 7:18 am

    બહુ જ સુંદર– લોકોને જે શેર ગમ્યો છે. તે મને પણ ગમ્યો.ખરેખર તો આખી ગઝલ દાદ માંગી લે તેવી છે..અભિનંદન.

  9. 9 jagadishchristian October 1, 2011 at 8:08 am

    મત્લાથી મક્તા સુધીની સફર કામયાબ રહી. એકને વખાણી બીજા શેરને અન્યાય કરવાનો ભય લાગે છે.

  10. 10 readsetu October 1, 2011 at 3:42 pm

    nice Gazal..

    હું તને જોઉં ને બસ, મને લાગે છે,
    મારી જ જાત નિહાળવા જાઉં છું.

    do U find any contradiction in this ?

    Lata

  11. 11 દિલીપ મોદી October 1, 2011 at 4:23 pm

    સરસ અનુભૂતિ…સરસ અભિવ્યક્તિ…સરસ ગઝલ માણવાની ખરેખર મજા આવી !
    ધન્યવાદ.

  12. 12 sapana October 3, 2011 at 5:45 am

    સુનીલભાઈ સરસ ગઝલ…
    ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
    માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

  13. 13 gaurangthaker October 3, 2011 at 10:44 pm

    ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
    માણસોમાં ખુદા ખોળવા જાઉં છું….વાહ વાહ સુનિલભાઇ સરસ ગઝલ.

  14. 14 sudhir patel November 1, 2011 at 7:56 am

    Very nice Ghazal!
    Sudhir Patel.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s




Blog Stats

  • 21,490 hits

 

September 2011
M T W T F S S
« Aug   Nov »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

Flickr Photos

San Gregorio Sunset

More Photos
Protected by Copyscape Web Plagiarism Check

Top Rated


Follow

Get every new post delivered to your Inbox.