ફરી આ ડાળ પરના કૈંક ટહુકા સ્પર્શવા આવો,
વધારે કંઈ નહીં માગું, ભલે પાછા જવા આવો.
હજીયે જીવતું છે આશનું એક વૃક્ષ મારામાં,
તમે થઈ પાન લીલું, ડાળને શોભાવવા આવો.
નવાં દૃશ્યો, નવાં સપનાં, નવાં અર્થો, નવા સંદર્ભ,
ઉઘાડી દઉં, તમે જો સ્હેજ સાથે ચાલવા આવો.
કયા સંબંધથી આ ઓસને બહુ સાચવે છે ઘાસ,
બની સૂરજ, તમે એ રાઝ શાને જાણવા આવો ?
તમે મ્હોરી શકો, મ્હેકી શકો, ટહુકી શકો, જો તો જ–
ફિકર ના કાલની હો, એ ક્ષણોને જીવવા આવો.
સુનીલ શાહ

વાહ સુનીલભાઈ, મજાની ગઝલ .. બધા જ શેર સરસ
હજીયે જીવતું છે આશનું એક વૃક્ષ મારામાં,
તમે થઈ પાન લીલું, ડાળને શોભાવવા આવો.
વાહ… સરસ મજાની ગઝલ… સરળ અને સહજ બાની તથા ઉમદા વિચાર…
બધા શેર સરસ અને સંતર્પક!
ફરી આ ડાળ પરના કૈંક ટહુકા સ્પર્શવા આવો,
વધારે કંઈ નહીં માગું, ભલે પાછા જવા આવો.
લ્યો આવી ગયા, હવે પાછો જવું છુ.
Nice gazal. All shers are beautiful.
સરસ,સુનિલભાઇ! ઉત્તમ શેર છે.
બધાજ શેર મજાના, આ વિશેષ ગમ્યું…
હજીયે જીવતું છે આશનું એક વૃક્ષ મારામાં,
તમે થઈ પાન લીલું, ડાળને શોભાવવા આવો.
મત્લાથી મક્તા સુધીના તમામ શેર,એના એકે એક શબ્દ સરસ રચાયા છે.
તમે મ્હોરી શકો, મ્હેકી શકો, ટહુકી શકો, જો તો જ–
ફિકર ના કાલની હો, એ ક્ષણોને જીવવા આવો….
ઉર્મિની તીવ્રતા,અર્થની સ્પષ્ટતા,સાદગીભરી સુંદરતા અને લાલિત્ય…બધું એકસાથે ભરેલું મળ્યુ આ આ ગઝલમાં…
બધા શેર સરસ.
nice gazal.
અભિનંદન સુનીલભાઈ, તાજગીસભર ગઝલ …!
ખૂબ સરસ ગઝલ…! તમે મ્હોરી શકો, મ્હેકી શકો, ટહુકી શકો, જો તો જ..
ફિકર ના કાલની હો, એ ક્ષણોને જીવવા આવો..! આ શેર માં વર્તમાન ક્ષણાનો સહજ મહિમા થયો છે..! આખી ગઝલ સુંદર. અભિનંદન.
ફરી આ ડાળ પરના કૈંક ટહુકા સ્પર્શવા આવો,
વધારે કંઈ નહીં માગું, ભલે પાછા જવા આવો.
સુંદર ગઝલ્.અભિનંદન.
સરસ