પ્રથમ અક્ષર..

વડીલો અને મિત્રો,

આપ સૌ સમક્ષ મારી કવિતાઓ મૂકવાનો આ સાથે પ્રારંભ કરું છું. અલબત્ત આ બ્લોગ અલગ હેતુથી શરુ કર્યો છે. મારી રુચી ગઝલ સર્જન તરફ વધારે રહી છે. ગઝલો નિયત બંધારણ–છંદમાં લખતાં લખતાં હું જે ભૂલો કરું છું તે ભૂલો તરફ જાણકારોએ આંગળી ચીંધતા રહેવાનું છે. મારી કોઈપણ કૃતી સંપુર્ણ છે એવો દાવો હું કરીશ નહીં પણ તેને વધુ સારી બનાવવા માટે તેની ખામીઓ બાબતે મને સંકોચ રાખ્યા વગર બેધડક સૂચનો કરવા વિનંતી છે. જે તે કૃતિની નીચે કોમેન્ટ બોક્ષમાં શું ન ગમ્યું, કઈ પંક્તિ કે શેર નબળો લાગ્યો યા કયો શબ્દ બંધબેસતો લાગતો નથી અથવા આ શબ્દને બદલે પેલો શબ્દ વધુ સારો લાગે. તદુપરાંત આ પંક્તિ જો આ રીતે લખી હોય તો વધુ સારુ લાગે તેવું માર્ગદર્શન મને મળતું રહે તે આ બ્લોગનો મુખ્ય હેતુ છે. આ પ્રકારનો આ પ્રથમ બ્લોગ હશે તેમ માનું છું. અન્ય નવોદિતો અહીની ચર્ચા પરથી નવી નવી જાણકારી મેળવી  પોતાના કાવ્યસર્જનને વધુ અસરકારક બનવી શકે તે બીજો હેતુ છે. હું માનું છું કે નબળી, ભુલ ભરેલી રચનાઓ પર પણ ‘વાહ વાહ‘ મળતી રહે અને કવી છેતરાતો રહે એ કરતાં ભલે કોઈ કાન આમળીને ભુલો બતાવે–સુધારાવે તો સાહીત્યની કુસેવા થતી અટકે. આશા રાખું છું કે, જાણકાર વડીલો અને મિત્રો  તરફથી મને હુંફ મળતી રહેશે..મારો સીધો સંપર્ક sunras2226@yahoo.co.in પર સાધી શકશો.

સુનિલ શાહના વંદન

,

Advertisements

8 responses

 1. સુસ્વાગતમ્
  બ્લોગ જગતમાં તમને હાર્દિક આવકાર.

 2. બહુ જ ગમ્યું. મારાં અંતરનાં આશીશ સ્વીકારજે.

 3. તમારું આ બોલ્ગ ની દુનિયા માં સ્વાગત છે.

  http://mehtapreeti.blogspot.com/

 4. સુનીલભાઈ, આપને ખુબ અભીનન્દન અને શુભેચ્છાઓ! નવા વર્ષમાં શુભ શરુઆત.

 5. ખુબ ખુબ આવકાર
  અમને પણ કાંઇક શિખવા મલશે.

 6. તમારા નવા ગુજરાતી બ્લોગ માટે ખુબ ખુબ શુભકામનાઓ.

  કેતન

 7. Good Start Sir….
  regards,
  હિમાંશુ મિસ્ત્રી

 8. અભિનંદન સુનિલભાઈ,

  બ્લૉગજગતમાં આપનું હાર્દિક સ્વાગત……!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: