જીવન ઘડાતું હોય છે–સુનીલ શાહ

શબ્દને ઢાળી ગવાતું હોય છે,

મૌનને માણી લખાતું હોય છે.

 

જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?

હર વખત તેમાં રડાતું હોય છે.

 

યાદ આવે તું વરસતા વાદળે,

ને મીઠું સપનું મઢાતું હોય છે.

 

કોતરે છે ટાંકણું સંજોગનું,

એટલે જીવન ઘડાતું હોય છે.

(ગાલગાગા ગાલગાગા ગાલગા)

Advertisements

13 responses

 1. સ’જોગો અને જીવન–વાહ ભાઇ વાહ સરસ શેર છે. ગઝલ ગમી.

 2. મૌનને માણી લખાતું હોય છે.

  યાદ આવે તું વરસતા વાદળે,

  ને મીઠું સપનું મઢાતું હોય છે.

  બહુ જ સરસ રચના છે.

  કેતન શાહ

 3. જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?

  હર વખત તેમાં રડાતું હોય છે.

  સરસ શેર. સુંદર ગઝલ.

 4. બધા જ શેર સરસ છે. તને આવા વીચાર ક્યાંથી આવે છે? મને એ સરનામું આપને!

 5. તમારી કવિતા અંગે ટિપ્પણી આપવા આમંત્રણ આપવા બદલ આભાર. મારી એટલી ક્ષમતા નથી. હું તો કેવળ આસ્વાદ લઈ જાણું છું.

 6. આવે ગઝલમાં જે રીતે બસ આવવા દીધી,
  મેં લાગણીની કોઈ દી’ માત્રા ગણી નથી.
  — મકરંદ મુસળે
  સુરેશ દલાલ સંપાદિત ‘બૃહત ગુજરાતી કાવ્યસમૃધ્ધિ’
  (ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.) પૃ. ૫૮૦

 7. જન્મ અને મૃત્યુ પરનો શેર શીરમોર છે. સરસ.

 8. શબ્દને ઢાળી ગવાતું હોય છે,
  મૌનને માણી લખાતું હોય છે.
  મૌન પડઘાયા કરે,
  શબ્દ સંતાયા કરે

  જન્મ કે મૃત્યુ સહજ ક્યાં હોય છે?
  હર વખત તેમાં રડાતું હોય છે.
  ‘જીવન તો ઠીક,
  મૃત્યુ યે જીવી ગયા’

  કોતરે છે ટાંકણું સંજોગનું,
  એટલે જીવન ઘડાતું હોય છે.
  ‘ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા
  જેવા સંજોગ તેવી યુકિત’
  વાહ,સુંદર છંદબધ્ધ રચના

 9. સુંદર ગઝલ… અભિનંદન સુનીલભાઈ!

  એક છંદદોષ મને જણાયો એ વિશેઃ

  “ને મીઠું સપનું મઢાતું હોય છે.” માં ગાગાગાગા ગાલગાગા ગાલગા થઈ જાય છે… મારા મત મુજબ, અહીં ‘મી’ને લઘુ તરીકે લઈ શકાય નહીં !
  કદાચ આમ થઈ શકેઃ “મીઠું કોઈ સપનું મઢાતું હોય છે.” અથવા “સપનું કોઈ મીઠું મઢાતું હોય છે.”

  આ માત્ર મારો અભિપ્રાય છે… ભૂલચૂક માફ કરશો!

 10. ઊર્મિ,

  મીઠું શબ્દને લગા તરીકે ચોક્ક્સ વાપરી શકાય. દીર્ઘ ઈ ધરાવતા અક્ષરોને ઉચ્ચાર સાંકડો કરી લઘુ તરીકે લઈ શકાય. અહીં કોઈ છંદદોષ નથી…

 11. આભાર વિવેક… મને પણ આજે કંઇક આ નવું જ શીખવાનું મળ્યું!

 12. કોતરે છે ટાંકણું સંજોગનું,
  એટલે જીવન ઘડાતું હોય છે.

  આ શેર બહુ જ ગમ્યો. તારું દર્શન બહુ જ ઉંડાણ વાળું હોય છે.
  લઘુ ગુરુની ચર્ચા ઘણું કહી જાય છે.

 13. A Realistic $250K First Year Income Potential

  Less than four years ago I was driving this beat-up ’94 VW with a rusty muffler. Within two years of creating this system I was making more than my doctor, accountant, and attorney COMBINED… while working less than 40 hours a week FROM HOME! Together with my group of leaders we are now seeking qualified entrepeneurs sharein the incredible results of our system.

  for more information check this site out….
  make money online

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: