આજે

ચાલ પાછો પ્રહાર કર આજે,

ને સળગતો વિચાર કર આજે.

 

ફૂલનો હાર ગૂંથી બેઠો છું,

પ્રેમનો એકરાર કર આજે.

 

રેતથી ઘર બનાવીને જો તું,

કાલનો એતબાર કર આજે.

 

આમ તારા નયનને ના ભીંજવ,

સાંજને તું સવાર કર આજે.

 

હાથમાં તો મહેંદી લાગી છે,

પ્રીત છે, તો *કરાર કર આજે.

(ગાલગા ગાલગાલ ગાગાગા)

સુનીલ શાહ

(*કરાર–કબૂલાત)

 

Advertisements

6 responses

 1. વાહ!સુનીલભાઈ ! મઝા પડી ગઈ !

 2. આજે વાંચતા જ યાદ આવ્યું…

  જિંદગીનું ચિત્ર જાતે દોરાતું
  નવી લીટી નથી ઉમેરાતી
  જૂની લીંટી નથી ભૂંસાતી
  દોરાય જાતે છતાં કહું આજે
  ચિત્ર એક દોર્યું મેં આજે’
  અને
  મેઁ આજે ફરીવાર જોયુઁ
  કે એકને એક વાત રહી રહીને તમારી અંખમાઁ ડોકાય છે.
  તમે ફરી દીવાલોની આરપાર જોઈ ર્હ્યા છો.
  તમે ફરી વાર બારણાની તિરાડોમાઁ તાકી રહ્યા છો.
  વળી
  ‘લાગણીઓનું મનમાં છુપાવું
  ને અંતે આંખોમાંથી છલકવું
  સાંત્વનનું વાળમાં ફરવુંને
  ઉકળાટનું શાંત પડવું
  અવ્યક્ત ઉર્મિની વ્યથાની યાદમાં આજે જાગવું છે.’
  …પણ આજે ‘આજે’
  ચાલ પાછો પ્રહાર કર આજે,
  ને સળગતો વિચાર કર આજે.
  ફૂલનો હાર ગૂંથી બેઠો છું,
  પ્રેમનો એકરાર કર આજે.
  વાચતા આનંદ થયો
  વાહ્

 3. સરસ લખ્યું છે સુનીલ ભાઈ.

  http://mehtapreeti.blogspot.com/

 4. સુંદર ગઝલ… નવા-નવા છંદ હવે આપ સુપેરે ખેડી શકો છો એ આપની છંદપરાયણતાની અને કૃતકતાની નિશાની છે. બીજા અને છેલ્લા શેરમાં એક જેવી જ વાત પુનરાવર્તિત થઈ હોય એવું નથી લાગતું? વળી કરારનો શબ્દકોશીય અર્થ ભલે કબૂલાત હોઈ શકે પણ એ શબ્દ વાંચતાવેંત જે અર્થ સામાન્યતઃ અભિપ્રેત થાય છે એ શાંતિ નથી? એકરાર કાફિયો મૂકીને આ દુર્બોધતા નિવારી શકાઈ હોત. એક કાફિયો એક ગઝલમાં એક જ વાર વપરાય એવો નિયમ નથી. શેરમાં જાન હોય તો એક જ કાફિયો એક જ ગઝલમાં એકથી વધુ વાર પણ ચોક્કસ પ્રયોજી શકાય…

 5. વિવેકભાઈ, આપનો આભાર. આ બ્લોગ મારો અને મારા જેવા કવિતાનો‘ક’ શીખનારા માટે એક એવો વર્ગખંડ બની રહે જેમાં તમારા જેવા શીક્ષકો મુલાકાત લઈ ભુલો બતાવતાં રહે અને માર્ગદર્શન આપતા રહે તેવી તમન્ના સાથે શરુ કર્યો છે. આવતા રહેજો, માર્ગ બતાવતા રહેજો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: