છોડી દે તું

છોડી દે તું, એ દર્પણ છે,

દિલની એને ક્યાં સમજણ છે ?

 

જે સળગે છે ભીતર એ તો,

કોઈ પીડાનું કારણ છે.

 

જોયું તારી આંખોમાં જે,

પળપળ અવઢવનું પ્રકરણ છે.

 

જોઉં દુનિયા જૂના ચશ્મે,

ભ્રમણા છે કે આ ઘડપણ છે ?

 

આવે છે ઘરમાં એક કોયલ,

જાણે સૌ સાથે સગપણ છે !

(ગાગાગા ગાગા ગાગાગા)

સુનીલ શાહ

Advertisements

7 responses

 1. જોઉં દુનિયા જૂના ચશ્મે,
  ભ્રમણા છે કે આ ઘડપણ છે ?

  બહુ જ સરસ રચના છે.

  કેતન

 2. મન ને ગમી જાય તેવી રચના છે.સરસ લખ્યું છે.

 3. જોઉં દુનિયા જૂના ચશ્મે,
  ભ્રમણા છે કે આ ઘડપણ છે ?

  ઘડપણની સુક્ષ્મ મજાક ? શા માટે? ચર્ચા કરવા જેવો વીશય છે! ખાસ કરીને મારા જેવા ગલઢાઓ માટે !

 4. બહુત અચ્છે સુનીલભાઈ!

  જોયું તારી આંખોમાં જે,
  પળપળ અવઢવનું પ્રકરણ છે.

  જોઉં દુનિયા જૂના ચશ્મે,
  ભ્રમણા છે કે આ ઘડપણ છે ?

  આવે છે ઘરમાં એક કોયલ,
  જાણે સૌ સાથે સગપણ છે !

  આ અશઆર સ્પર્શી ગયા.

  તમે બધા પંક્તિઓ વચ્ચે સમાન અંતર જાળવો છો એના સ્થાને એક જ શેરની બે પંક્તિઓ સાથે રાખીને લખો તો? એ રીતે શેરની identity વધારે સ્પષ્ટ બનશે.

 5. જોઉં દુનિયા જૂના ચશ્મે,
  ભ્રમણા છે કે આ ઘડપણ છે ?

  -સુંદર શેર…

  હેમંતભાઈની વાત સાથે હું પણ સહમત છું પણ મને લાગે છે કે આ HTML Codingની સમસ્યા છે…

 6. મનને ગમી જાય એવ વિચારો ગુ’થયા છે. અભિન’દન

 7. સુંદર
  તેમાં
  આવે છે ઘરમાં એક કોયલ,
  જાણે સૌ સાથે સગપણ છે !
  ગમ્યું
  દર્પણ એ જ રહે છે ને… વદન બદલાય છે….
  ને…વદન પરના કેટલાયે વર્ણન બદલાય છે….
  પંક્તીઓ યાદ આવી
  સીડી પર સાંભળેલું રફીનું ગીત યાદ આવ્યું
  કહું છું જવાનીને, પાછી વળી જા
  કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે
  મનને ન ગમતું ઘડપણનું ડહાપણ
  પણ તન તારું સગપણ ભુલાવી રહ્યું છે

  મનની સ્થિતિ હમેશા આશિક રહી છે
  કાલે જ મેં કોઇને માશુક કહી છે
  ફરી પાછા મળશું પાગલ થવાને
  હમણા તો ડહાપણ ભઇ સતાવી રહ્યું છે

  મુહોબ્બત તો મારો હક છે જનમનો
  સાકી હતો ને રહ્યો છું સનમનો
  ઘડપણને કહું છું કે માફી દઇ દે
  મુહોબ્બતથી મુજને ભઇ ફાવી ગયું છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: