કેવો છે આ માણસ..!

બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!

પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

 

પથ્થરને ઠોકર મારી ખુદને ઘાયલ કરતો જાશે,

ને ઘાંટા પાડી ઘાને ચૂમે, કેવો છે આ માણસ..!

 

પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,

ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!

 

ભ્રષ્ટાચારી થૈ નોટોના બંડલ ગજવે ઘાલે ને,

ઈશ્વરની માફક પૈસા પૂજે, કેવો છે આ માણસ..!

 

બીજાની લીટી નાની કરવા ગોરખધંધા માંડે,

ને પોતાનું કદ દેખી ફૂલે, કેવો છે આ માણસ..!

 

સંબંધો તો પૈસાની મીટરપટ્ટીથી માપે છે,

માપે, નોંધે ને પાછો ભૂલે, કેવો છે આ માણસ..!

(છંદ વિધાનઃ ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગા)

સુનીલ શાહ

Advertisements

7 responses

 1. સુરેશ જાની | Reply

  તમારી ગઝલોમાં સાવ નવતર વીશય. બહુ ગમી.

 2. બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!

  પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

  એકદમ સાચી વાત લખી છે.

 3. Pragnaju Prafull Vyas | Reply

  સુંદર
  તેમાં આ પંક્તીઓ ગમી
  બીજાની લીટી નાની કરવા ગોરખધંધા માંડે,

  ને પોતાનું કદ દેખી ફૂલે, કેવો છે આ માણસ..!

  ત્યારે આપણો નયન, જેણે આવી વેદનાઓ સહી પણ છે-
  તેની માણસ અંગેની પંક્તીઓ યાદ આવી
  માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
  ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
  અને
  જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
  ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ
  રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
  ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.
  બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
  મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.
  ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
  કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.
  કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
  મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

 4. સુંદર ગઝલ.

  પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,
  ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!

  – આમાં સમજ ન પડી….પ્રકાશ પાડી શકાશે?

 5. સુનીલ શાહ | Reply

  પોતાના ઘરને તો જંગલ..જંગલ સમજે છે સાલો,
  ને વાનરની જેમજ કૂદે, કેવો છે આ માણસ..!

  વિવેકભાઈ,
  માણસના વર્તનના–વ્યવહારના નકારાત્મક પાસાઓ પૈકી વીચીત્ર વર્તન–વાનરવેડાની આ વાત છે. પોતાને અન્યથી વીશીષ્ટ દેખાડવાના ઉધામા કરતો માણસ પોતાના ઘરમાં પણ પોતાના જ સભ્યો વચ્ચે ક્યારેક વીચીત્રતાઓ પ્રદર્શીત કરતો રહે છે. જાણે પોતાનું ઘર જંગલ હોય અને પોતે પોતાના પુર્વજ(વાનર)નો અંશ હોય તેમ વર્તે છે..! આ વાત ઉપરની પંક્તીઓમાં લેવાનો પ્રયાસ હતો.

 6. બીજાની પાંખો કાપી ઊડે, કેવો છે આ માણસ..!

  પાછો આખેઆખું નભ ઘૂમે, કેવો છે આ માણસ..!

  સરસ લખ્યું છે સુનિલભાઈ..

 7. i am impress with the gujarati lang. & kavi too.

  please send me all this

  suresh

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: