સાથ દે તો…

સાથ દે તો તમસ પી જોઉં હું,

સૂર્યને આમ માપી જોઉં હું.

 

વેદનાની અમીરી ઊગે જયાં, 

ત્યાં દિલાસાઓ આપી જોઉં હું.

 

અડચણો આવે સામટી તો પણ,

પ્રેમનો પંથ કાપી જોઉં હું.

 

આંખો તારી હજીયે છલકે છે,

થાય, આખી નદી પી જોઉં હું.

 

વીજની જેમ ચમકીને ઝટઝટ

મેઘના અર્થ માપી જોઉં હું.

(ગાલગા ગાલગાલ ગાગાગા)

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. સુરેશ જાની | Reply

  સરસ રચના.

  વીજની જેમ ચમકીને ઝટઝટ
  મેઘના અર્થ માપી જોઉં હું.

  તમસ અને નીરાશાને નાથવા વીજદ્રશ્ટી જરુરી છે.
  આ વીચાર બહુ જ ગમ્યો.

 2. સુનીલભાઈ, તમે ગઝલમાં કુદરતને બખુબી વણી લો છો. અદભુત અને અભીનંદન.

 3. સરસ રચના છે. પ્રથમ શેરનો ભાવ કંઈક આ પ્રમાણે જ છે ને?

  (તું) સાથ દે તો તમસ પી જોઉં હું,

  સૂર્યને આમ માપી જોઉં હું.

 4. Pragnaju Prafull Vyas | Reply

  સુંદર રચના
  તેમાં-
  અડચણો આવે સામટી તો પણ,
  પ્રેમનો પંથ કાપી જોઉં –
  ગમી
  જો આવી વીજદૃષ્ટિ હશે તો અમારા સ્વ.જગદીશની જેમ
  ‘હું જોઉં છું મારી ઉત્તરક્રિયા’
  પણ જોઈ શકશો!!
  ઉતળિયે નાવ ડૂબે એમ મારી શૈયામાં સમાતો જાઉં છું.
  હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે… આમાં કાંઈ નથી.”
  પછી – થોડાં આંસું, થોડાંક હીબકાં, થોડાક ફોન, થોડાક માણસો.
  મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મરો છૂટકો નથી.
  શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો ?
  પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…

 5. ખૂબ સુંદર…… !!

 6. સાથ દે તો તમસ પી જોઉં હું,

  સૂર્યને આમ માપી જોઉં હું.

  સરસ રચના છે….

 7. અડચણો આવે સામટી તો પણ,
  પ્રેમનો પંથ કાપી જોઉં હું.

  આંખો તારી હજીયે છલકે છે,
  થાય, આખી નદી પી જોઉં હું.

  સરસ રચના છે….

 8. દિવસે દિવસે ત્મારી ગઝલો તગડી થતી જાય છે.રચના સરસ છે. ગમી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: