મને થાય છે…

 

મને થાય છે, એ કદી આવશે,

ને કૂંપળ ફરી ફૂટવા લાગશે.

 

અમે મ્હેંક લાવ્યા હતા ફૂલની,

હતું કે, હવા કોઈ આપી જશે.

 

પ્રતીક્ષા તો હદથી વધારે કરી,

મિલન તો હવે શું જનાજે થશે ?

 

સળગવું હતું તોય સળગાયું નહીં,

અગન ઠારવા કોઈ આવ્યું હશે ?

 

આ સૂરજ તો હમણાં જ ડૂબી જશે,

રહ્યું એટલું સઘળું આપી જશે.

(લગાગા લગાગા લગાગા લગા)

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. સુનિલ ભાઇ,

  આ ગઝલના એકે એક શેર ખુબ જ ચોટદાર છે.

 2. એકદમ સરળ પણ સચોટ શબ્દોનો ઉપયોગ. સરસ ગઝલ બની છે.

 3. સુરેશ જાની | Reply

  સરસ ભાવ .
  સળગવું હતું તોય સળગાયું નહીં,
  અગન ઠારવા કોઈ આવ્યું હશે ?

  કૈલાસ પંડિત યાદ આવી ગયા……

  ફના થાવાને આવ્યો’તો પરંતુ એ ખબર નો’તી,
  મને સળગાવતાં પહેલાં સ્વયમ્ દીપક ઠરી જાશે.

 4. ગઝલના બધા શેર સુંદર.
  આ વધુ ગમ્યો
  આ સૂરજ તો હમણાં ડૂબી જશે,
  રહ્યું એટલું સઘળું આપી જશે.
  ગનીભાઈ યાદ આવ્યાં
  એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે
  આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે

 5. અમે મ્હેંક લાવ્યા હતા ફૂલની,
  હતું કે, હવા કોઈ આપી જશે.

  આ સૂરજ તો હમણાં ડૂબી જશે,
  રહ્યું એટલું સઘળું આપી જશે.

  – આ બે શેર ગમી ગયા…. છંદ પણ સરસ જળવાયો છે. માત્ર એક કડીમાં એક જગ્યાએ છંદ જળવાયો નથી, પણ ક્યાં તે હું નહીં કહું. હવે આપ એટલા સક્ષમ થઈ ગયા છો કે અન્ય અવલંબનની જરૂર રહી નથી…

  આ સરવાળાવાળું કાઢી નહીં શકાય? એટલી બધી સ્પામ કૉમેંટ્સ આવે છે? આખી કૉમેંટ લખી દીધા પછી સબમીટ કરીએ અને પછી યાદ આવે કે દાખલાનો જવાબ આપ્યો નહીં એટલે ફરીથી આખી મહેનત કરવી પડશે. કેટલાય લોકો એવા પણ હશે જે બીજીવાર મહેનત કરવાને બદલે કૉમેંટ કરવાનું જતું કરતા હશે…

 6. આ સૂરજ તો હમણાં ડૂબી જશે,
  રહ્યું એટલું સઘળું આપી જશે.
  આ શેરમાં પ્રથમ પંક્તીમાં ‘જ‘ છાપવો રહી ગયો હતો તેથી છંદદોષ નજરે ચડે એ સ્વાભાવીક છે. વિવેકભાઈ..ધ્યાન દોરવા બદલ દીલથી આભાર. સુધારો આ પ્રમાણે છે…

  આ સૂરજ તો હમણાં જ ડૂબી જશે,
  રહ્યું એટલું સઘળું આપી જશે.
  કોમેન્ટ સાથે સરવાળો કરવાની અગવડ ભરેલી વ્યવસ્થા હવેથી રદ કરી છે.

 7. I can’t really remember the names of the clubs that we went to. – Shaquille O’Neal on whether he had visited the Parthenon during his visit to Greece

 8. વાહ્…. !! સુનિલભાઈ,
  ખૂબ સુંદર બધાં જ શેર સરસ….

  સળગવું હતું તોય સળગાયું નહીં,
  અગન ઠારવા કોઈ આવ્યું હશે ?
  આ સૂરજ તો હમણાં ડૂબી જશે,
  રહ્યું એટલું સઘળું આપી જશે.

  વાહ્.. ક્યા બાત હૈ…!!!

 9. Sunilbhai,Badhu j khub Gamyu. Dhanyavad .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: