‘બની’ જાઉં છું હું..!

હવા જોઈ વાદળ બની જાઉં છું હું,

કદી સાવ કાગળ બની જાઉં છું હું.

 

શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,

ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

 

અગર આંખને જો સજા‘વી પડે તો,

ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

 

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે

કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

 

દિલો જોડવાની શરત મારીએ ત્યાં–

ઘણીવાર અટકળ બની જાઉં છું હું.

સુનીલ શાહ

Advertisements

8 responses

 1. ગઝલમાં છંદ સામે શર-સંધાન કરવાની ક્રિયા હવે પૂરી થઈ… હવે સમય છે રણશિંગુ ફૂંકી રથ આગળ ચલાવવાનો… ગઝલિયતની દૃષ્ટિએ આ ગઝલ થોડી ઊણી ઉતરતી હોય એમ લાગે છે…

 2. શ્વસી તો રહ્યો છું ફૂલોના એ સ્પર્શે,
  ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

  સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
  કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

  આ બે શેર તો ખૂબ સુંદર થયા છે…!!

 3. અગર આંખને જો સજા‘વી પડે તો,

  ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

  બહુ જ સરસ રચના

 4. ગયે વર્ષે લખેલી લગાગા લગાગા લગાગા લગાગા
  ગઝલ ફરી રજુ કરી!
  ફરી વાંચી
  ગમી
  યાદ આવી
  ગઝલ ને શબ્દની વચ્ચે ઘડાતો જાઉં છું
  બનવું હોય તબીબ ને મરીજ બની જાઉં તો કાંઈ
  કદાચ ડૂબું તો છીપમાં જૈને મોતી બની જાઉં,
  ના બૂદબૂદાથી માફક ઉભરી ના શકું.
  સનમ જો તું બને ગુલ તો, બુલબુલ હું બની જાઉં
  કમલનું રૂપ તારું હો, ભ્રમર હું તો પછી થાઉં

 5. ખૂબ સરસ ગઝલ…

 6. સુરેશ જાની | Reply

  સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
  કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

  સરસ શેર .., બહુ જ ગમ્યો.

 7. મારો ગમતો છંદ. ગઝલ ગમી. ૧,૩,અને ૪ નંબરના અશઆર મમળાવવાની મજા પડી.

 8. હવા જોઈ વાદળ બની જાઉં છું હું…..

  મત્લો ગમ્યો. બીજા શેરો ૫ણ સરસ છે. અભિનન્દન.

  – જલાલ મસ્તાન ‘જલાલ’

  (૯૮૭૯૧ ૯૭૬૮૬)

  (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: