અવતાર થઈ જાય..

 

નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

 

સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?

પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

 

બને બંધ, જો આંસુનાં પૂર પર, તો–

પ્રતીક્ષાની વેળાનો વિસ્તાર થઈ જાય !

 

ઉઝરડાય  ઉજવી લઈએ હૃદયથી,

ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !

 

રદીફો’ને આ કાફિયા ઊઘડે જ્યાં,

બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !

સુનીલ શાહ

Advertisements

17 responses

 1. આટલી સરસ કવિતા હોય,
  ભલે ત્યારે એકાદ કોમેન્ટ થઈ જાય!

 2. સુંદર કાવ્ય
  આ પંકતીઓ ગમી
  રદીફો’ને આ કાફિયા ઊઘડે જયાં,
  બધી ઝંખનાઓનો આધાર થઈ જાય !
  આ વધુ ગમી
  ઉઝરડા ય ઉજવી લઈએ હ્રદયથી,
  ભલે, લોહીભીનો એ શણગાર થઈ જાય !
  સાથે મનમા હાજર થયા તાજા અને રુઝાયલા ઉઝરડાઓ
  ક્સંબંધ શું છે ?
  ઉઝરડા… ઉઝરડા…
  ચહેરા પર દેખાય છે
  ઉદાસીના ઉઝરડા.
  એની આસપાસ કશું શ્વેત નથી
  નથી કશું શ્યામ.
  આશાનો ભૂખરો …
  પડ્યો ભૂલો હું ભવરણમાં, પીડાતો ઘોર આફતમાં,
  નિરાશાનાં આ નિર્ઝરણાં જગાવે ઉરમાં ઉઝરડાં,

 3. બધાં શેર ગમ્યા.સુંદર કવન રચો છો.

 4. બહુ જ સરસ રચના આપી તમે ભાઈ સુનીલ !!
  ધન્યવાદ ! હવે આમ જ વરસતાઁ રહેજો.

 5. આ વખતે સાચે જ સુંદર ગઝલ થઈ છે… મારા જેવા વાંક-દેખાને ય કંઈ જડતું નથી… આ રચનાને પ્રકાશનાર્થે મોકલવા જેવી છે…

 6. ખરેખર સુંદર ગઝલ થઈ છે… અભિનંદન!

 7. સુનીલ, ઘણી જ સુંદર રચના છે.

 8. વાહ્… ખરેખર બધા શેર સુંદર
  અને આ તો અદ્.ભૂત…..
  નિરાકારથી કોઈ આકાર થઈ જાય,
  તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !!!

 9. બહુ જ સુંદર…

 10. વિવેકભાઈ,
  આ વાંકદેખા અને ચોખળીયા લોકો છે એટલે જ
  ગુજરાતી નેટ જગત આટલું સમૃદ્ધ છે ….!!
  અને અમારા જેવા નવોદિતો પણ જાગૃત રહેવા
  પ્રયત્ન કરીએ છીએ…
  બાકી તો …??!!!

 11. નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

  તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

  — આવી ઉત્તમ શરુઆત થઈ એટલે પછી આગળ કાંઈ બાકીઘે? ખુબ જ સરસ રચના.

 12. સુનિલભાઇ, સરસ રચના માણવાનો આનઁદ…

  આભિનન્દન….

 13. sar jukaoge to patthar devta ho jaega…..
  sunil bhai bahuj saras

  sanadabhinandan

 14. […] આનંદ આપની સમક્ષ વહેંચું છું. આ ગઝલ આપે અહીં  તથા  ટહુકો.કૉમ પર માણી હતી. આપ સૌના […]

 15. નિરાકારથી કોઈ આકાર થઈ જાય,

  તો, પથ્થર સરેઆમ અવતાર થઈ જાય !

  આ શેર ખૂબ જ ગમ્યો.

  આખી રચના જ સુંદર થઈ છે.

  અભિનંદન !

 16. ક્યારેક કેમ લાગે છે તણખલાનો ય ભાર એ આજે સમજાયું આપના શેરને કારણે…

  સતત દોડવું એટલે ‘હાંફવાનું’ ?
  પછી તો, તણખલાંનો પણ ભાર થઈ જાય !

  વાહ ઉસ્તાદ…વાહ ઉસ્તાદ…

  આજે જ આવ્યો આપની પ્રથમ મુલાકાતે
  ને લાગે છે કે એ હવે વારંવાર થઇ જાય…

  દાક્તરની દવામાં કંઈ દમ નથી સનમ
  પડી એક તારી નજર ને સારવાર થઇ જાય..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: