સહારોય કાફી..!

અમારે તો બસ, એ સહારોય કાફી,

કે, સૂરજ નહીં તો સિતારોય કાફી !

 

જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

હૃદયથી થતો એક ઈશારોય કાફી !

 

ભરી આશ ખોબે, અમે ઊભા કાંઠે,

આ જળ સાથે, થોડો પનારોય કાફી !

 

કસોટી ક્યાં ઓછી છે, આ જિંદગીમાં ?

સફળ થાવા, નક્કર વિચારોય કાફી !

 

દિશાઓ બધી જો ફરી જાય તો શું ?

ધરા પર અમારો ઈજારોય કાફી !

સુનીલ શાહ

 

 

Advertisements

14 responses

 1. આદરણીય ડૉ.મહેશ રાવલની એક ગઝલ..
  અમારે, અમારા વિચારો ય કાફી
  સમંદર નહીં, તો કિનારો ય કાફી !

  પરથી પ્રેરાઈને આ ગઝલ લખવાનો પ્રયાસ કર્યો છે. એ જ રદીફ અને લગભગ એ જ કાફિયા વાપર્યા છે. મહેશભાઈનો આભાર. તેમની આ રચના નીચેની લીંક પરથી માણી શકશો.
  http://navesar.wordpress.com/page/3/

 2. nice one…suraj n ebadale sitaro kafi…

  bahu satisfaction sara nahi ho…

  just..writng..a nice gazal…..

 3. મહેશભાઈની ગઝલ આગળ વાંચીને માણી જ હતી એટલે ગઝલ વાંચતા વાંચતા ઘણી જાણીતી લાગી… પછી તમારી કોમેન્ટ જોઈ ત્યારે બરાબર ખ્યાલ આવ્યો.

  ખરેખર ખૂબ જ સુંદર ગઝલ બની છે સુનીલભાઈ… અભિનંદન!

 4. સુનિલભાઈ, આ શેર ગમ્યાઃ

  અમારે તો બસ, એ સહારોય કાફી,
  કે, સૂરજ નહીં તો સિતારોય કાફી!

  જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,
  હૃદયથી થતો એક ઈશારોય કાફી!

  હું લખતો હોત તો હૃદયથી ને બદલે કદાચ નજરથી થતા ઈશારાને કાફી લખ્યો હોત 😉

 5. સુંદર ગઝલ
  બસ,આમ સ-રસ ગઝલો લખતાં રહો !
  અભિનંદન !

 6. સરસ ગઝલ
  આ વધુ ગમી
  કસોટી ક્યાં ઓછી છે, આ જિંદગીમાં ?
  સફળ થાવા, નક્કર વિચારોય કાફી !
  રદીફ અને કાફિયા અંગે સંદર્ભ આપ્યો તેથી બન્નેનું સારુ લાગ્યું.
  જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,
  હૃદયથી થતો એક ઈશારોય કાફી !
  આ શેર વાચી ઈશ્કે હક્કનો ખ્યાલ આવ્યો…આમેય રાગ કાફીમા તેને ખાસ સ્મરાય છે…જેવું કે આ ભક્ત સુરદાસનું ભજન
  आजु हो निसान बाजै, नंद जू महर के ।आनँद-मगन नर गोकुल सहर के ॥
  आनंद भरी जसोदा उमँगि अंग न माति, अनंदित भई गोपी गावति चहर के ।
  दूब-दधि-रोचन कनक-थार लै-लै चली, मानौ इंद्र-बधु जुरीं पाँतिनि बहर के ॥
  आनंदित ग्वाल-बाल, करत बिनोद ख्याल, भुज भरि-भरि अंकम महर के ।
  आनंद-मगन धेनु स्रवैं थनु पय-फेनु, उमँग्यौ जमुन -जल उछलि लहर के ॥
  अंकुरित तरु-पात, उकठि रहे जे गात, बन-बेली प्रफुलित कलिनि कहर के ।
  आनंदित बिप्र, सूत, मागध, जाचक-गन, अमदगि असीस देत सब हित हरि के ॥
  आनँद-मगन सब अमर गगन छाए पुहुप बिमान चढ़े पहर पहर के ।
  सूरदास प्रभु आइ गोकुल प्रगट भए, संतनि हरष, दुष्ट-जन-मन धरके ॥

 7. દિશાઓ બધી જો ફરી જાય તો શું ?
  ધરા પર અમારો ઈજારોય કાફી !

  આ શેર બહુ જ ગમ્યો.

 8. સુનીલભાઈ, ઘણી સ-રસ ગઝલ છે.

 9. જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,
  હૃદયથી થતો એક ઈશારોય કાફી !

  બહુ જ સરસ ગઝલ છે.

 10. જરૂરી નથી કે, પ્રણય હોય વાચાળ,

  હૃદયથી થતો એક ઈશારોય કાફી !

  ભરી આશ ખોબે, અમે ઊભા કાંઠે,

  આ જળ સાથે, થોડો પનારોય કાફી !

  વાહ શું ઉમદા વિચારો છે. keep it up…

 11. ખૂબ સરસ.મારા જેવાને પણ સનજાય તેવી સરળ.

 12. સરસ ગઝલ.
  સાચું કહું તો આખી ગઝલમાં હકારત્મક્તાનો સૂર સંભળાય છે. જિંદગીમાં કસોટી તો હોય જ, પણ નક્કર વિચારો હશે તો અંતે સફળતા તો મળશે જ. નિરાશાઓ દૂર કરવા માટે સાહિત્ય મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.
  જનક નાયક

 13. સુંદર ગઝલ… બધા શેર સારા થયા છે અને છંદ પણ સાફ છે…

 14. સાદ આજે ઉધાર લઈ આવો,

  આમ ડૂમાને બ્હાર લઈ આવો.

  દિશાઓ બધી જો ફરી જાય તો શું ?

  ધરા પર અમારો ઈજારોય કાફી !

  સુંદર ગઝલ.

  KEEP GIVING SUCH GAZALS AND POEMS IN YOUR
  POEMS… “P”

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: