લઈ આવો

સાદ આજે ઉધાર લઈ આવો,

આમ ડૂમાને બ્હાર લઈ આવો.

 

આ વિકસતા અગાધ રણ વચ્ચે,

ચોતરફ જળની ધાર લઈ આવો.

 

જ્યાં તમસનો મુશાયરો જામ્યો,

ત્યાં જ ચાલો, સવાર લઈ આવો.

 

લ્યો, ફરી વેદનાની ક્ષણ આવી,

સ્નેહભીનો વિચાર લઈ આવો.

 

આજ, સંવેદના ચકાસી લઉં,

લાગણી પર પ્રહાર લઈ આવો.

 

કેટલાં જન્મની તરસ છે, આ ?

એક ઝરણું ધરાર લઈ આવો.

સુનીલ શાહ

Advertisements

16 responses

 1. છંદવિધાન ?

  કેટલાં જન્મની તરસ છે, આ ?
  એક ઝરણું ધરાર લઈ આવો.

  વાહ… સુંદર ગઝલ.

 2. આજ, સંવેદના ચકાસી લઉં,

  લાગણી પર પ્રહાર લઈ આવો.

  કેટલાં જન્મની તરસ છે, આ ?

  એક ઝરણું ધરાર લઈ આવો

  ખૂબ સરસ શબ્દો..!

 3. સુંદર ગઝલ
  સાદ,જળની ધાર,સવાર,સ્નેહભીનો વિચાર,લાગણી પર પ્રહાર,એક ઝરણું એવી શુભ જ માંગ લઈ આવો.
  ઘણાં નક્કર તમસ,પોકળ જણાયાં
  અપેક્ષા કેમ રાખું સ્થિરતા જેવી!
  માં નીરાશ થયા વગર-
  જ્યાં તમસનો મુશાયરો જામ્યો,
  ત્યાં જ ચાલો, સવાર લઈ આવો.
  વાહ્
  આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
  સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
  ને બદલે
  આજ, સંવેદના ચકાસી લઉં,
  લાગણી પર પ્રહાર લઈ આવો.
  સરસ
  કહેવાનું મન થાય કે આવી ગઝલ્
  ફરી ઓન લાઈન પર લઈ આવો !

 4. ઉર્મિબેન…ગઝલનું છંદવિધાન..
  ગાલગા ગાલગાલ ગાગાગા

 5. સુંદર ગઝલ.

  ભાવોની ઉછળકુદ વીના સ્વસ્થતાથી મુકાયેલી વાત. કાવ્યમાં ઉર્મીતત્ત્વ પણ આ રીતે સ્વસ્થતાથી પ્રગટી શકે છે. કવીનું તાટસ્થ્ય આમ જ ઓળખાય.

  સર્જક ‘દશાંગુલ ઉર્ધ્વ’ રહીને જ વ્યક્ત થાય ત્યારે “સાધારણીકરણ” પણ આપોઆપ થઈ જાય છે. કાવ્ય તમારી “અંગત’બાબત બનવામાંથી બચી જાય છે, આ સાધારણીકરણ દ્વારા જ.
  ધન્યવાદ. આમ જ (પ્રજ્ઞાજીએ કહ્યા મુજબ):

  કહેવાનું મન થાય કે આવી ગઝલ્
  ફરી ઓન લાઈન પર લઈ આવો !

 6. સંવેદના સ-રસ પ્રગટે,ત્યારે હ્રદયના ખૂણે ખૂણાને સ્પર્શી જાય
  સુંદર રચના થઈ છે-અભિનંદન !

 7. આજ, સંવેદના ચકાસી લઉં,

  લાગણી પર પ્રહાર લઈ આવો.

  કેટલાં જન્મની તરસ છે, આ ?

  એક ઝરણું ધરાર લઈ આવો.
  ———————
  આ બે શેર બહુ જ ગમ્યા .

 8. ખૂબ સુંદર ગઝલ સુનીલભાઈ.
  છંદ પણ એવો જ નમણો! (છેલ્લા ત્રણ ‘ગાગાગા’ માં ‘લઈ આવો’થી એક નાજુક અંદાઝે-બયાં ની પેશગી).

 9. સુંદર ગઝલ… બધા શેર મજાના થયા છે.

 10. વાહ્.. સુનીલભાઈ,
  ખૂબ જ સરસ
  બધા શેર કાબિલે દાદ …..

  બસ બીજી આવી જ ગઝલ લઈ આવો ….!!

 11. Welcome to your new address, Sunilbhai! Nice ‘gazal’. esp.

  કેટલાં જન્મની તરસ છે, આ ?
  એક ઝરણું ધરાર લઈ આવો.

 12. ધન્યવાદ
  તમને કહ્યું એકાદ ફૂલ કઈ આવો તો ગુલદસ્તો લઈ આવ્યા
  આશા હતી એક કવિતા કે ગઝલની, તો બ્લોગ લઈ આવ્યા!

 13. સુનિલભાઈ,

  ખૂબ સરસ ગઝલ થઈ છે. ખબર નહીં કેમ હું આ ગઝલ વાંચવાનું ચુકી ગયો હતો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: