હોય છે

ક્યાં બધે મનથી હસાતું હોય છે ?

હાસ્ય અમથુંયે લવાતું હોય છે ! 

 

આંખ ભીની થાય, કે ના થાય, પણ–

વેદનાથી મન ઘવાતું હોય છે.

 

આગને પેટાવવી તો છે સરળ,

પણ પછી ખુદને દઝાતું હોય છે.

 

સેજ સોનાની ભલે હો પિંજરે,

રોજ પંખી ત્યાં ઘવાતું હોય છે.

 

રાતભર પડખાં ઘસી નાંખો પછી,

યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

 

સુનીલ શાહ 

 

Advertisements

22 responses

 1. પહેલો શે’ર એક્દમ ચોટદાર છે!

 2. ક્યાં બધે મનથી હસાતું હોય છે ?
  હાસ્ય અમથુંયે લવાતું હોય છે !

  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

  સુંદર ગઝલ.

 3. ક્યાં બધે મનથી હસાતું હોય છે ?
  હાસ્ય અમથુંયે લવાતું હોય છે !

  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

  – આ બે શેર ગમ્યા… બાકીના શેર થોડા સપાટ-બયાની સુધી આવીને રહી જતા લાગે છે…

 4. સરસ
  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

  આ શેર ગમ્યો

 5. ક્યાં બધે મનથી હસાતું હોય છે ?
  હાસ્ય અમથુંયે લવાતું હોય છે !
  આંખ ભીની થાય, કે ના થાય, પણ–
  વેદનાથી મન ઘવાતું હોય છે.
  જેવું કે અર્જુનનું-તેમાં પણ્ હાસ્ય લવાતું હોય!
  ન ઉમ્મીદ પાદશાહતની,ન ખ્વાહીશ છે ચમનની યે
  કરું શું પાદશાહતને, ચમનને ! અય રફીકે મન!

  આગને પેટાવવી તો છે સરળ,
  પણ પછી ખુદને દઝાતું હોય છે.
  તો પછી
  ઠારી નરકની આગને, બાળી દે સ્વર્ગને,
  મતલબ સિવાય કોઈ ઈબાદત રહી નથી.
  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.
  યાદ આવી
  તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
  કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
  સુંદર ગઝલ.

 6. enjoyes last sher more…

  nice ..congrats

 7. Sunil bhai,
  સેજ સોનાની ભલે હો પિંજરે,

  રોજ પંખી ત્યાં ઘવાતું હોય છે.

  abhar mane avi sundar gazal vachvano avshar apva badal……………..

 8. ક્યાં બધે મનથી હસાતું હોય છે ?
  હાસ્ય અમથુંયે લવાતું હોય છે !

  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.
  banne sher sundar chhe.

  jai gurjari,
  Chetan Framewala

 9. સેજ સોનાની ભલે હો પિંજરે,

  રોજ પંખી ત્યાં ઘવાતું હોય છે.

  Ekdm sundar rachana. Excellent one.

 10. Very beautiful….I liked this the most–
  આંખ ભીની થાય, કે ના થાય, પણ–

  વેદનાથી મન ઘવાતું હોય છે.

 11. Good gazal sunilbhai..keep it up..

 12. બધા શેર સરસ છે.

 13. આંખ ભીની થાય, કે ના થાય, પણ–
  વેદનાથી મન ઘવાતું હોય છે.

  રાતભર પડખાં ઘસી નાંખો પછી,
  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

  sunder sher…….!!
  congrats for prize……….!!

 14. nice sher

  રાતભર પડખાં ઘસી નાંખો પછી,

  યાદનું ધુમ્મસ છવાતું હોય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: