વારતા

કોણે માંડી’તી સમયની વારતા..?

અંતમાં, જે થઈ પ્રલયની વારતા.

 

શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,

તો વ્યથા થઈ જાય લયની વારતા.

 

એટલે તો રોજ સૂરજ ડૂબે છે,

કે, લખાશે એક ઉદયની વારતા.

 

આપણામાં કૈંક ખૂટે છે હજી,

એટલે ના થઈ વિલયની વારતા.

 

ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,

ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.

સુનીલ શાહ

 

 

 

 

 

Advertisements

16 responses

 1. સુંદર ગઝલ્
  કોણે માંડી’તી સમયની વારતા..?
  અંતમાં, જે થઈ પ્રલયની વારતા.
  શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
  તો વ્યથા થઈ જાય લયની વારતા.
  વાહ્, આ તો
  ઝળહળે સર્વત્ર તું સૌ રૂપમાં,
  શૂન્યમાં જાગ્યા પછીની વારતા.
  ————————————
  એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
  કે, લખાશે એક ઉદયની વારતા.
  આપણામાં કૈંક ખૂટે છે હજી,
  એટલે ના થઈ વિલયની વારતા.
  સ ર સ
  આભ આખું પામવામાં સહેજ છેટૂં રહી ગયું,
  તારું ન હોવું વાગતું, જૂની પૂરાણી વારતા
  ——————————————
  ખીલશે સોળે કળાએ ચાંદ જ્યાં,
  ત્યાં લખાશે રોજ ક્ષયની વારતા.
  વિવેકની પંક્તી યાદ આવી
  વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.!

 2. એટલે તો રોજ સૂરજ ડૂબે છે,

  કે, લખાશે એક ઉદયની વારતા.

  nice..enjoyed….abhinanadan..sunilbhai

 3. great, keep writting,

 4. વાર્તા રે વાર્તા… આને કહેવાય વાર્તા. બહુ સરસ.

 5. એટલે તો રોજ સૂરજ ડૂબે છે,
  કે, લખાશે એક ઉદયની વારતા.

  Sundar Gazal

 6. jayeshupadhyaya | Reply

  શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,

  તો વ્યથા થઈ જાય લયની વારતા.

  શેર ગમ્યો
  http://jayeshupadhyaya.wordpress.com

 7. ફરી એકવાર સુંદર રચના…

 8. સરળ અને સુંદર રચના.
  વાર્તા કહેવની અનેરી લઢણ.

 9. saras ghazal chhe sunilbhaai. badhaa sher saras chhe. aa sher khaas gamyo:

  શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
  તો વ્યથા થઈ જાય લયની વારતા.

 10. Nice One

 11. સુંદર ગઝલ લખાઈ છે
  અભિનંદન !
  બધા જ શેર સ-રસ છે

 12. sundar vatoni sunder gazal

  enjoyed !!

  શાંત જળ ઝીલે કદી પથ્થરનો ઘા,
  તો વ્યથા થઈ જાય લયની વારતા.

  badhaj sher sundar

 13. વ્યથાનેય લયની વારતા બનાવી દેવાનું કવી કર્મ તમે કર્યું છે, માસ્ટરજી !

  મારા જેવાને તો એક અક્ષરનો આમ ફેરફાર પણ સુઝે –

  આપણામાં કૈંક ખુટે છે હજી –
  એટલે ‘તો’ થઈ વીલયની વારતા !!

 14. bakulesh desai | Reply

  kem chho ? vaarataa vaanchi maneRAVINDRA P[AREKH ni evi j ghazal yaad aavi…. saambhalo evaa nagar ni vaarataa

  jenu shirshak hu vagar ni vaarataa

  ane em aagal chhale chhe

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: