બે અછાંદસ રચના..

 એકાધિકાર

 

એ કળાને તો,

માણસે  ક્યારનીયે

આત્મસાત્ કરી લીધી છે,

હવે,

એકાધિકાર

ખતમ થઈ ગયો છે,

કાચીંડાનો..

રંગ બદલવાનો..!

———————–

ઘર

 

બાળપણમાં

અમે ઘર–ઘર રમતાં’તાં,

નિર્દોષભાવે…!

મિત્રો

કેવા આત્મીય–સ્વજન

લાગતા’તા…!

સમયની પાંખ ફેલાતી ગઈ…

જીવન નવા આસમાનને

સ્પર્શતું ગયું…

એક–બે–ત્રણ દશકા…

પાછું વળીને જોઉં છું

ત્યારે,

ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..

જે જિવાયું તે ‘ઘર’ હતું..?

પરસ્પર

 સ્નેહથી ભીંજાઈ જવાની

એ ‘કળા‘ તો..

ચાલો,

આપણે શીખી લઈએ….

બાળક પાસેથી..!

 

સુનીલ શાહ

 

 

Advertisements

14 responses

 1. true and nice..

  કાંચીડાની જેમ માનવી પણ સમય અને સજોગો મુજબ રંગ બદલતો જ રહે છે…

  ખૂબ સરસ…અભિનન્દન…

 2. ઉત્તમ રચનાઓ, સુનીલભાઈ! કવીતાના ‘ક’થી સ્નેહના ‘સ’ સુધીની સફર મસ્ત છે.

 3. તમે જ કાંચીડાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું-
  કાચીંડા સમ આ જીવનમાં,
  હવે રંગબાજી નથી કરવાનો
  હવે,
  એકાધિકાર
  ખતમ થઈ ગયો છે,
  કાચીંડાનો..
  રંગ બદલવાનો..!
  હવે…?
  *****************
  એક–બે–ત્રણ દશકા…
  પાછું વળીને જોઉં છું
  ત્યારે,
  ભીતરથી ખા રો પ્રશ્ન ઊઠે છે..
  ?
  પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો
  અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ,
  બળીને ભસ્મ થનારો એ અંગારો નથી હોતો
  રચનાઓ સરસ?

 4. Very good poems.
  Good work……

 5. બહુ મજાનું, સુનીલભાઈ !

  હવે છાંદસ પર પણ આવી જાવ, ખરી મજા આવશે !!
  –જુ.

 6. હવે,

  એકાધિકાર

  ખતમ થઈ ગયો છે,

  કાચીંડાનો..

  રંગ બદલવાનો..!

  sunilbhai,
  khub chotdar
  mane to khub j gamyu

  કાચીંડા સમ આ જીવનમાં,
  હવે રંગબાજી નથી કરવાનો

  sache j jindgi kachinda jevi j chhe

  banne vat adbhut rite kahi chhe

 7. એક–બે–ત્રણ દશકા…

  પાછું વળીને જોઉં છું

  ત્યારે,

  ભીતરથી ખારો પ્રશ્ન ઊઠે છે..

  જે જિવાયું તે ‘ઘર’ હતું..?

  પરસ્પર

  સ્નેહથી ભીંજાઈ જવાની

  એ ‘કળા‘ તો..

  ચાલો,

  આપણે શીખી લઈએ….

  બાળક પાસેથી..!

  Khub j saras sureshbhai khare khar balko pase thi ganu badhu sikva mate che

 8. ખૂબ સરસ…અભિનન્દન…

 9. તારું વીચાર વૈવીધ્ય ગમ્યું.
  પણ હું જુગલભાઈની વાત સાથે સંમત થાઉં છું. કવીતાનો નીખાર તો છંદ અને ગેયતા હોય તો જ આવે.
  જો કે, મારો પોતાનો અનુભવ એમ કહે છે કે, ગદ્યની સ્વતંત્રતા માણ્યા પછી, પદ્ય જેલ જેવું લાગે છે !!

 10. કાચિંડા જેમ રંગ બદલતા ચહેરા…

  એક ચહેરે પે કઇ ચહેરે લગા લેતે હૈ લોગ્…..

  અને બાળક પાસેથી તો કેટકેટલું શીખવાનું હોય છે. કાશ ! બધું શીખીને ફરી એકવાર શિશુ સમ બની શકાતું હોત તો…૵

  બને રચના ખૂબ સુન્દર…

 11. સુનીલભાઈ,
  બંને રચના માટે અભિનંદન. ગમી.

 12. ખુબ જ સરસ રચનાઓ છે બન્ને.

  હ્રદય ને સ્પર્શી ગઈ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: