બળવું હતું સદાયે

 

આસમાનને તો અડવું હતું સદાયે

ને વાદળો બનીને ફરવું હતું સદાયે

 

રંગો બધા ખવાઇ આશના ગયા છે

આકાર આપવાને મથવું હતું સદાયે

 

સાગર જરા સમાયો તારી આ આંખમાં જો

મોજાં સમીપ જઇને તરવું હતું સદાયે

 

જીવન સફળ થયુંતું જે વાતને સહારે

તે મર્મ પામવાને મથવું હતું સદાયે

 

માગું તમામ દુઃખને આંગણે હવે તો

એક સૂર્યને અડીને બળવું હતું સદાયે

 

પાણી ભલેને છલકે સુખના સરોવરેથી

મારી તરસને આગળ વધવું હતું સદાયે 

સુનીલ શાહ

( છંદ વિધાનઃ ગા ગાલગાલ ગાગા \ ગા ગાલગાલ ગાગા) 

 

 

 

Advertisements

20 responses

 1. गेय होवाथी मने खूब ज गमी आ ग़ज़ल. पण ‘ सागर जरा…..तरवुं हतुं सदाये’नो अर्थ समजी न शक्यो. खवाइ अने जइने बन्नेमां जोडणी मुजब दीर्घई होवो जोईए : ખવાઈ – જઈને.
  निशीथ

 2. પાણી ભલેને છલકે સુખના સરોવરેથી

  મારી તરસને આગળ વધવું હતું સદાયે

  આ શેર ખરેખર કાબીલે–તારીફ છે. રોબર્ટ ફ્રોસ્ટની પંકતી તમે તો મને યાદ અપાવી દીધી,
  Miles to go before I sleep,
  And miles to go before I sleep…..
  સુખ–સંતોષનો ઓડકાર ખાઇ લેતાં માણસની પ્રગતી અટકી જાય છે માટે તમારી નવી નવી આકાંક્ષાઓરૂપી તરસને તમેઆગળ ધપાવતાં રહો અને ગઝલરૂપી રસથાળ પીરસતાં રહો.

 3. વહાલા નિશીથભાઈ,
  મારા બ્લોગ પર તમારા પ્રથમવારના આગમન બદલ આવકાર–આભાર. ખવાઈ શબ્દમાં ઈ ને ગા (ગુરુ) તરીકે જ ગણ્યો છે. જઈ શબ્દમાં ‘ઈ’ લઘુ તરીકેની માન્ય છુટ રુપે લીધો છે. દાત. થૈ, જૈ, લૈ એ પ્રમાણે ઉચ્ચાર કરતાં થઈ, જઈ, લઈ શબ્દોના માપ ‘લગા’ ને બદલે ‘ગા’ તરીકે ગઝલમાં વાપરી શકાય છે.
  ઉદા. રઈશભાઈની ગઝલનો એક શેર..જેમાં લઈ શબ્દ ગા તરીકે વપરાયો છે.
  વજન લઈ સમયની ગલીમાં ન જા !
  તું ક્ષણ લઈ પ્રવેશી જા, ક્ષણ લઈ નીકળ.
  (લગાગા લગાગા લગાગા લગા)
  આવા અસંખ્ય ઉદાહરણો ગુજરાતી ગઝલોમાં છે.
  આ ઉપરાંત જરુર હોય ત્યાં નહીં, અહીં શબ્દ પણ ગા તરીકે લઈ શકાય છે. ગઝલક્ષેત્રે મારો એકદમ શરુઆતનો તબક્કો છે, જે અને જેટલું સમજાયું છે તે મુજબ સ્પષ્ટતા કરી છે. જાણકારો વધુ પ્રકાશ ફેંકી શકે છે.
  હવે તમને ન સમજાયેલ શેરની વાત..
  સાગર જરા સમાયો તારી જ આંખમાં જો
  મોજાં સમીપ જઇને તરવું હતું સદાયે

  તારી આંખમાં વેદનાનો જે સાગર સમાયો છે, બહાર નથી આવ્યો તેને સમજવા માટે, તેમાં ઓતપ્રોત થવા માટે મારે ઉછળતાં મોજાં પાસે જઈને તરવાની હંમેશા ઈચ્છા હતી. મોજાંના તોફાનનો સામનો કરીને પણ સાગરમાં તરવાની ખેવના અને તેમ કરી તેને સમજવાની વાત કરી છે.

 4. પાણી ભલેને છલકે સુખના સરોવરેથી
  મારી તરસને આગળ વધવું હતું સદાયે

  sundar sher sunilbhai.

 5. સુંદર રચના, પણ
  પાણી ભલેને છલકે સુખના સરોવરેથી

  મારી તરસને આગળ વધવું હતું સદાયે
  શેર બહુ ગમ્યો. ડો. નિશીથ ધ્રુવની કોમેન્ટ પણ ગમી. ગુજરાતી જોડણીના જગતમાં આજે અફડાતફડીનો માહોલ છે ત્યારે કોઈ જોડણીની ચિંતા કરે તો આનંદ થાય છે. ડો. નિશીથની કોમેન્ટના સંદર્ભમાં તમે કરેલી છણાવટ પણ સારી છે.

 6. થૉડા સમય પહેલા માણેલી આ ગઝલ ફરીથી માણવામાં ઔર મઝા આવી!
  આસમાનને અડવું,વાદળો થકી ફરવું,આકાર આપવાને મથવું ,તો ખરવું,તરવું,મર્મ પામવાને મથવું ,બળવું હતું ,તરસને આગળ વધવું હતું સદાયે સદાયે સદાયે સદાયે
  તરન્નુમમાં ગાઈ શકાય તેવી સુંદર રચના.
  હવે થોડું સદાયે સદાયે-
  સાંપ્રત જગતમાં કેટલીય બેનો
  ”સુમાતા” નું કાષ્ઠફલક ગળે લટકાવીને
  કંગાલિયતથી જીવ્યા કરીશ સદાયે !
  ત્યારે બીજી બાજુ…
  ભરું છું સદાયે હું મારા જ ખીસ્સા.
  ગરીબોની સદાને ક્યાં ઓળખું છું?
  અને આવા પણ…
  વીચારોમાં મારા સદાયે વસો
  છતાં ક્યા કદીયે મળો છો તમે!
  ભોળા પ્રેમાળ લોકો
  तेरी सूरत जो भरी रहती है आँखों में सदा
  अजनबी चेहरे भी पहचाने से लगते हैं मुझे
  तेरे रिश्तों में तो दुनियाँ ही पिरो ली मैने
  આને જફામાંથી પોતાને બચાવનારા
  बच निकलना जो सदा सहायक है

 7. Gazal is nice–Reader’s comments are eually good-

 8. great, i enjoyed it,,keep writting,,

 9. प्रिय सुनीलभाई,
  शेरनो अर्थ समजाववा माटे आभार. जोडणी अने छन्दने बहु गाढो सम्बन्ध नथी ए तो सुविदित छे. पण आपणा नियमो मुजब छन्दने अनुरूप जोडणी बदलवानी नथी होती. जोडणी मुजब दीर्घ ई लखीने पण छन्दनी आवश्यकतानुसार एनो ह्रस्व उच्चार करी शकाय छे. एटले ‘जइने’ उच्चार करवो होय तोये जोडणीमां तो जईने एम ज लखवुं पडे एटलुं निर्देशवानो प्रयत्न में कर्यो छे. बाकी आम तो आपणा स्वाभाविक उच्चारोमां तो ‘जइने’ ज सम्भळाय छे. जोडणीना नियमो मोटा पाये पुनर्विचार मागे छे ए ज एनुं फलित!
  निशीथ

 10. સરસ ગેય રચના! એનું હાર્દ સરળ શબ્દોમાં હ્રદયભીનું લખાયું છે!

 11. સરસ ગઝલ. છેલ્લી બે પંક્તિઓ બહુ ગમી.

 12. પાક્કી ગઝલ અને સફળ કાવ્ય. બધાં શેર વ્યંજનાથી ભરપૂર છે અને ભાવસૂત્રતા પણ સુપેરે જળવાઈ છે. અને એથી આ ગઝલ એક કાવ્ય પણ બને છે. (નોંધઃ ઘણી ચોટદાર (લોકરંજક) ગઝલો કાવ્ય બનવામાંથી રહી જતી હોય છે.)

  આ છંદવિધાન આ઼મ પણ લખી શકાય ને?
  ગાગા લગા લગાગા, ગાગા લગા લગાગા

 13. આખી ગઝલ સરસ થઇ છે.

  પાણી ભલેને છલકે સુખના સરોવરેથી

  મારી તરસને આગળ વધવું હતું સદાયે

  આ શેર જરા વધારે ગમી ગયો.

  અભિનંદન સુનીલભાઇ

 14. નિશીથભાઈ…
  તમારી વાત હવે સમજાઈ.
  તમે ઇ ઈ (હસ્વ અને દીર્ઘ)ની વાત કરતા હતા..હું લઘુ–ગુરુ માત્રા સમજાવવા બેઠો…! માફ કરજો.
  સાચું કહું..? મને ક્યાં ઈ અને ક્યાં ઇ આવે તેનું જ્ઞાન નથી..! તમે ધ્યાન દોર્યું તે મુજબ સુધારી લઈશ. પુન: આભાર.

 15. પ્રિય સુનિલભાઈ,

  નિશીથભાઈની વાત સાચી છે. ઉચ્ચાર કે છંદ મુજબ જોડણી કરવાની જરૂર હોતી નથી. જે દીર્ઘ-ઈ છે એને દીર્ઘ-ઈ જ રાખી છંદના નિયમાનુસાર માત્રા ફેરબદલ કરી શકાય છે. જેમ આપણે હવે ગૈ, લૈ, જૈ એવું લખતાં નથી, તેમ ગઇ, લઇ, જઇ લખવાની પણ જરૂર નથી.

  પણ મને આશ્ચર્ય એ વાતનું થયું કે આપ તો ઉંઝા જોડણીને વરેલ છો. પછી કવિતા સાર્થ જોડણીમાં શા માટે ? ઉંઝાની આવનારી સફળતાથી સાશંકિત છો કે શું ?

  ખેર, ગઝલ સારી થઈ છે. છંદ હવે એકદમ સાફ થયો છે. આ શેર સુંદર થયો છે:

  પાણી ભલેને છલકે સુખના સરોવરેથી
  મારી તરસને આગળ વધવું હતું સદાયે

  એ સામે જ મત્લાનો શેર એટલો જ નબળો પણ લાગ્યો.

  પંચમભાઈના છંદ-વિધાનવાળી વાત પણ સાચી જ છે. એ રીતે પણ વાંચી શકાય.

 16. Gazal Sari chhe pan haji matharo.Mahenat o66i padi 6e. 6and safai khoob sari 6e.pan 6and e gazal nati j.

 17. માગું તમામ દુઃખને આ આંગણે હવે તો

  એક સૂર્યને અડીને બળવું હતું સદાયે

  Sundar abhivyakti.

 18. gazal pan sari ane tika-tippanio pan sari thai chhe=gamyu !

 19. It was a pleasure visiting your Blog. Nice Rachana & wishing you all the best…Please visit my Blog at>>>>
  http://www.chandrapukar.wordpress.com

 20. સરસ, ‘ગમ ના સરોવરો થી, છ્લકાયે છો ને મનડું’
  ને એટલે સદાયે હસવું હતું અમારે’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: