અછાંદસ– સુનીલ શાહ

 ભ્રમ

ફૂટપાથના એક છેડે સૂતેલો

લઘરવઘર ‘માણસ’

નસકોરાં બોલાવી ગાઢ નિંદ્રાની

છડી પોકારે છે…

ત્યારે,

મને થાય છે…

ધોધમાર વરસાદની વચ્ચે

કોરાં રહી જનારા આપણે,

પેલા માણસની જેમ

સપનાંને

માણી શકીએ છીએ ખરા ?

જેને આપણે

‘સુખ‘ નામના પ્રદેશ તરીકે

ઓળખીએ છીએ, ત્યાં…

આપણે પોષ્યાં છે,

અઢળક ભ્રમોને..!!

–––––––––––––––

હદ

આદમથી

આમ આદમી સુધીની

સફરનો સાક્ષી તે આ સૂરજ…

કંઈ કેટલીયે પેઢીનાં દર્દને

પોતાનામાં ભંડારી

આગ વરસાવે છે ગગનથી..

જાણે કહી રહ્યો છેઃ

‘સહનશક્તિની પણ હદ હોય છે..’

ને,

એ હદ અતિક્રમાય છે

ત્યારે,

ક્યાંક વાવાઝોડું, ક્યાંક પૂર

ક્યાંક ધ્રુજારી તો ક્યાંક આગ

દેખાય છે..

એ સૌનું પરિણામ તો..

અશ્રુ જ ને..?!

સુનીલ શાહ

Advertisements

20 responses

 1. સુન્દર પંક્તીઓ:

  જેને આપણે

  ‘સુખ‘ નામના પ્રદેશ તરીકે

  ઓળખીએ છીએ, ત્યાં…

  આપણે પોષ્યાં છે,

  અઢળક ભ્રમોને..!!

  ————-
  આદમથી

  આમ આદમી સુધીની

  સફરનો સાક્ષી તે આ સૂરજ…

 2. પેલા માણસની જેમ
  સપનાંને
  માણી શકીએ છીએ ખરા ?
  જેને આપણે
  ‘સુખ‘ નામના પ્રદેશ તરીકે
  ઓળખીએ છીએ, ત્યાં…
  આપણે પોષ્યાં છે,
  અઢળક ભ્રમોને..!!
  સુન્દર
  સપના રૂપેય આપ ન આવો નજર સુધી;
  ઊડી ગઈ છે નીંદ હવે તો સહર સુધી.
  *********************************
  આમ આદમી સુધીની
  સફરનો સાક્ષી તે આ સૂરજ
  સરસ
  સ્વપ્ન મારી પાસ આવીને સતત કહેતું રહ્યું
  ચંદ્ર, રાત્રીએ કરેલો સૂર્યનો અનુવાદ છે.
  સુરેશ દલાલ કહે છે તેમ-
  મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
  મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
  મેં તો સત્ય આપ્યું,
  ને તને સપનાંઓ વાંઝિયા

 3. Very good-and nicely written- Thanks.

 4. ધોધમાર વરસાદની વચ્ચે

  કોરાં રહી જનારા આપણે,

  સાવ સાચી વાત. ધોધમાર વરસાદમાં ચાલતા હોઇએ ત્યારે પણ આપણે ખરેખર ભીના થઇએ છીએ ખરા ?

  સરસ વાત કરી સુનિલભાઇ..

  આદમથી

  આમ આદમી સુધીની

  સફરનો સાક્ષી તે આ સૂરજ…

  સુન્દર…
  અભિનંદન..

 5. laganishil manushyo ni drashtina parigh,trijya k vyas ne koi sima j kya hoy chhe!
  jem vistare am vishay-vistar thato rahe chhe……..
  abhinandan sunil!

 6. નવો પ્રયોગ સફળ.

 7. બહુ જ સરસ માનવતાવાદી ભાવ

 8. સુખ અને સગવડ ના ભાવ સ્પષ્ટ કરતી રચના

 9. બંને રચના બહુ સરસ… બેમાંથી એક પસંદ કરવાની હોય તો “ભ્રમ”.

 10. સુંદર કાવ્યો…

  પ્રથમ કાવ્ય સ-વિશેષ સ્પર્શી ગયું.

 11. ‘ભ્રમ’ નવા પરિમાણમાં સરસ રીતે ઉપસી આવે છે. કાવ્યનાં અન્ય સ્વરૂપો ઉઘડતાં રહો.

 12. khub sarash…….pratyek manash potanu vishva laine farta
  hoi chhe….mud to man no bagdelo batho …..swikaro to pote raja nahitar rank….

 13. ધોધમાર વરસાદની વચ્ચે

  કોરાં રહી જનારા આપણે………..

  આ રચના ખૂબ ગમી,

  અન્ય રચનાઓ પણ વાંચી, સુંદર છે.

  લખતા રહેશો,

  God bless you.

 14. સુખ બાહ્ય પરીવેશમાંથી નથી આવતું પરંતુ હ્રદયની અંદરથી આવે છે. માણસ બધાંય ભૌતીક સુખોના સાધનોથી પણ સુખી નથી જયારે છેવાડાનો માણસ ફુટપાથ પર ચેનથી સુઈ શકે છે–આ વાતને આપે પ્રથમ રચનામાં ખુબ સુંદર રીતે ઉજાગર કરી છે.તમે લખતાં રહેશો તો અમે ખાતરી આપીએ છીએ કે અમે વાંચતા રહીશું અને પ્રામાણીક પ્રતીભાવો આપતાં રહીશું.

 15. sunilbhai khoob saras lakho chho.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: