ત્યારે આવજે

પ્રશ્ન કોઇ થાય ત્યારે આવજે
કંઈ દ્વિધા સર્જાય ત્યારે આવજે.

ખોખલો આધાર લઈ ઊડે છે તું,

આભથી પટકાય ત્યારે આવજે.

 

લાગણી શબ્દોથી પર છે, જાણી લે,

મૌન જો સમજાય ત્યારે આવજે.

 

હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,

કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

 

તેં સમજના દ્વારને વાસી દીધા,

અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

 

મેં લખી છે આપવીતી, આમ તો,

વેદના વંચાય ત્યારે આવજે.

 

સુનીલ શાહ

 

Advertisements

16 responses

 1. હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,

  કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

  unique vaat kahi..

 2. મેં લખી છે આપવીતી, આમ તો,

  વેદના વંચાય ત્યારે આવજે. wow! Sundar abhivyakti!

  congratualtion.

 3. લાગણી શબ્દોથી પર છે, જાણી લે,

  મૌન જો સમજાય ત્યારે આવજે.

  ———————————
  આ પંક્તીઓમાં વ્યક્ત થતું કાવ્યતત્વ આધ્યાત્મીક ગહેરાઈનો એહસાસ કરાવી જાય છે.

 4. લાગણી શબ્દોથી પર છે, જાણી લે,

  મૌન જો સમજાય ત્યારે આવજે.

  મેં લખી છે આપવીતી, આમ તો,

  વેદના વંચાય ત્યારે આવજે… સુંદર અભિવ્યક્તિ… અભિનંદન …

 5. હું ઝીલું છું ગીત ઊર્મિના અહીં,
  કંપ ત્યાં ઝીલાય ત્યારે આવજે.

  મેં લખી છે આપવીતી, આમ તો,
  વેદના વંચાય ત્યારે આવજે.

  સુંદર ગઝલ.

 6. તારી ગઝલોમાં આંતરદર્શન પ્રધાન છે. મને બહુ જ ગમતો વીષય. આથી આ બધા વીચાર ગમે જ.

 7. સમગ્ર ગઝલ એક જ સળંગ વીચાર પર વહે છે. ગઝલ માટે ઘણી વાર કહેવાય છે કે એમાં સળંગસુત્રતા ઓછી જોવા મળે છે. આ ગઝલમાં નાયક સામી વ્યકતીને સતત એક વાત કહે છે, ‘અત્યારે તો ચાલશે, પણ જ્યારે ખરેખર જરુર ઉભી થતી લાગે ત્યારે આવી જજે.”

  હીન્દીના નીરજજીની રચના અહી યાદ આવી જાય તો નવાઈ નહીં –
  “જબ સુના સુના તુમ્હે લગે જીવન અપના,
  તુમ મુજે બુલાના, મૈં ગુંજન બન આઉંગા.”

  (આના પરથી હીન્દી ફીલ્મમાં એક જાણીતું ગીત પણ થયું છે.)

  આ આખી રચનામાં નીરજજીનો નાયક ન્યોછાવરી બતાવે છે; આ ગઝલમાં ખોટી ન્યોછાવરી બતાવીને સામા પાત્રને એમને એમ માફી આપી નથી…! અહીં તો સામા પાત્રને સોઈઝાટકીને એની ક્ષતીઓ બતાવી દેવાનો ઉપક્રમ ચોક્ખો છે ! અને બાજી હાથમાં ન રહે ત્યારે તો આવવાનો નેવતો આપેલો જ છે.

  બહુ જ મજાની ગઝલ છે. આખી કૃતી સળંગ એક વીચારના દોર પર વળગેલી રહી છે. હા, એક વાત છે –

  બધા જ શેરોમાં રહેલા ગૌણ ભાવ કે વીચારને જોઈશું તો લાગ્યા વીના નહીં રહે કે એ બધાંનો ક્રમ કદાચ જોઈએ તેવો જળવાયો નથી.

  આ રચના માટે સર્જકનો વાંસો દુખવા આવે તેટલો / ત્યાં સુધી થાબડવો રહ્યો !!

 8. પ્રિય સુનીલભાઈ,

  સરસ ગઝલ! પહેલો શેર થોડો વધુ ચોટદાર બનાવી શકાય, પણ બાકી બધા શેર સરસ થયા છે. અભિનંદન!

 9. थाप आपीने चाली गयेला प्रिय-पात्रने एना विश्वासघातनी याद देवडावीने एनाँ परिणामो भोगववानी अनिवार्यता पण बताडी छे अने साथे ज फरी अपनाववानी तैयारी पण. सुन्दर. बे भूलो बताडुँ तो खोटुँ न लगाडता.
  ગીત ઊર્મિના नहि पण ગીત ઊર્મિનાં (अन्त्य ના पर अनुस्वार मूकवो जरूरी छे)
  ए ज रीते સમજના દ્વારને વાસી દીધા नहि પણ સમજનાં દ્વારને વાસી દીધાં (ના अने ધા बन्ने पर अनुस्वार मूकवो जरूरी छे).
  अलबत्त, आ तो आवा आपणा नियमो छे माटे निर्देश्युँ छे. बाकी मारुँ स्पष्ट मानवुँ छे के आवा अनुस्वारो मूकवा विनजरूरी छे कारण के एवाँ नासिक्य उच्चारणो गुजराती भाषामाँथी घसाई गयाँ छे एम भाषाविदोए पण उल्लेख्युँ छे. पछी जे नियमो पाळवामाँ भलभलानी पण भूलो थाय कारण के ए नियमो ज आपणा स्वाभाविक उच्चारोनी विरुद्धना छे तेवा नियमो शा सारु चालु राखवा?

 10. ખોખલો આધાર લઈ ઊડે છે તું,

  આભથી પટકાય ત્યારે આવજે.

  તેં સમજના દ્વારને વાસી દીધા,

  અણસમજ ઘૂંટાય ત્યારે આવજે.

  ખૂબ જ સુંદર રચના.અભિનંદન.
  હું લખવા ચાહિશ કે,

  પારકા ને આપણાં સમજી લીધા,
  એજ છોડી જાય ત્યારે આવજે.

 11. saras…..

  gujarati gazalma kaik navi j vaat lavya

  mane pan hindi pic. nu geet yad aavyu

  deep jale aana…. pan shabdo karta kadach

  chhand no lay eni yad apave chhe……..?!!

 12. પિન્કીબેન,
  જુ.ભાઈને આ ગીત યાદ આવ્યું..
  “જબ સુના સુના તુમ્હે લગે જીવન અપના,
  તુમ મુજે બુલાના, મૈં ગુંજન બન આઉંગા.”

  અને તમને જબ દીપ જલે આના… ગીત યાદ આવ્યું. પણ, મને પ્રેરણા મળી આ ગીતથી..
  કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે…તડપતા હુઆ જબ કોઈ છોડ દે, તબ તુમ મેરે પાસ આના પ્રીયે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: