ફૂલ માન્યા..

——————————

ફૂલ માન્યા એ જ કંટક થાય છે,

એટલે, ઘરડાંઘરો સર્જાય છે.

 

ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?

સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.

 

કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,

મંદીરોમાં માનવી ઉભરાય છે ?

 

અંશ એનો ક્યાંય મળવાનો નથી,

જે સતત ભીતરેથી બળતો જાય છે.

 

આભ ફાટયું છે જુઓ સંબંધનું,

એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

 

ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,

માતૃભાષા એટલે બોલાય છે.

 

સુનીલ શાહ 

 

Advertisements

18 responses

 1. ભ્રૂણવત્ સંબંધ છે માભોમથી,

  માતૃભાષા એટલે બોલાય છે.

  બહુ જ સરસ…ઉ.મ..

 2. કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,

  મંદીરોમાં માનવી ઉભરાય છે ?

  nice she’r. I like it.

 3. સકળ લોકમાં સહુને સ્પર્શે…. એવા સંવેદનશીલ વિષય સાંકળીને લખાયેલી ગઝલ.
  કેટલાંક પ્રશ્નો આપણી સમક્ષ મૂકે છે જે,આપણે પોતાને જ પૂછવા જેવાં છે કારણ કે આપણા સિવાય એના જવાબો બીજું કોણ આપી શકે?
  ફૂલનાં કંટક થવાની વાત લ્યો!
  કે પછી,
  ભૃણવત્ સંબંધ અને માતૃભાષાની વાત લ્યો !

 4. ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?

  સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.

  સુંદર રચના !

 5. આભ ફાટયું છે જુઓ સંબંધનું,

  એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

  સરસ શેર રચ્યો છે–સુનીલભાઈ…લગે રહો…

 6. સમગ્ર ગઝલ માણવાલાયક છે. સરસ.

 7. સુંદર ગઝલ –
  આ શેર બહુ ગમ્યો.

  આભ ફાટયું છે જુઓ સંબંધનું,
  એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

 8. સુનીલભાઈ,

  તમે વધુ એક વાર સુંદર ગઝલ લઈને આવ્યા !
  આમ જ ઘુંટાતું રહેશે તો ગુજરાતીને એક સરસ–સભર ગઝલ સંગ્રહ મળવાનો એ નક્કી !!

  સાયન્સ અને સાહીત્ય સાથે સાથે, સરળતાથી, સહજ રીતે વહે છે તમારી અંદર.

 9. સુંદર ગઝલ… સૂર્યના ખોવાવાની અને સંબંધના આકાશના ફાટવાની વાત સવિશેષ જંચી ગઈ.

 10. સુંદર ગઝલ
  ફૂલ માન્યા એ જ કંટક થાય છે,
  એટલે, ઘરડાંઘરો સર્જાય છે.
  ભાવ અર્ધસત્ય ભાસે છે
  યાદ આવી
  અંગતપણાની આડ લઈ સર્જાય છે વીટંબણા
  એ પ્રશ્ન છે, ઉત્તર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

 11. I loved it-especially last two lines-

 12. સરસ ગઝલ છે સુનીલભાઈ! ૧ ,ર અને પ વિશેષ ગમ્યાં.

 13. ક્યાં અહીં શાશ્વત કશું પણ હોય છે ?સાંજ ટાણે સૂર્ય પણ ખોવાય છે.

  કેમ, પથ્થર પૂજવાની લાહ્યમાં,મંદીરોમાં માનવી ઉભરાય છે ?

  અંશ એનો ક્યાંય મળવાનો નથી,જે સતત ભીતરેથી બળતો જાય છે.

  આભ ફાટયું છે જુઓ સંબંધનું,એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

  ભૃણવત્ સંબંધ છે માભોમથી, માતૃભાષા એટલે બોલાય છે.

  દરેક શેર દમદાર…..

  અંશ એનો ક્યાંય મળવાનો નથી
  જે સતત ભીતરેથી બળતો જાય છે…… ધીરે રહીને ખૂલે …. all superb !!

 14. જીવતા દેવને મુકીને મંદીરમા પથ્થરના દેવની પુજા-પ્રાથના કરતા બુધ્ધીના બારદનોને કારણે ઘરડાંઘરો સર્જાય છે.

 15. આખેઆખી ગઝલ સુંદર છે. 1,2,4,5,6 શેર વધુ ગમ્યાં. 3જો શેર સરસ જ છે પણ બાકીના એટલા બધા સશક્ત છે કે એ થોડો સ્થૂળ લાગે છે.

  અંશ એનો ક્યાંય મળવાનો નથી,
  જે સતત ભીતરેથી બળતો જાય છે.

  આ શેરમાં ભીતરેની જગ્યાએ માત્ર ‘ભીતર’ હોયતો છંદ વધુ સારી રીતે ના સચવાય?

 16. આભ ફાટયું છે જુઓ સંબંધનું,

  એકલે હાથે તો ક્યાં સંધાય છે ?

  khub j saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: