હતા

 

તમારાં હતાં કે, અમારાં હતાં,

આંખથી નીકળ્યાં આંસુ, ખારાં હતાં.

 

ના વહ્યાં સાથે તો પણ હું જાણી ગયો,

જળની સાથે સદાયે કિનારા હતા.

 

આંખમાં એની લાગે છે, વાદળ હતું,

ક્યાંક વરસાદના ઈશારા હતા ?

 

પ્યાસ મારી બુઝાવી શક્યો ના કદી,

જે મળ્યા તે સમંદર તો ખારાં હતા.

 

ભીતરે તો ખળભળતા લાવા હશે,

બ્હારથી જે ચમકતા સિતારા હતા.

 

સુનિ શાહ

18 responses

  1. ના વહ્યા સાથે તો પણ હું જાણી ગયો,
    જળની સાથે સદાયે કિનારા હતા

    -સુંદર મજાનો શેર…

  2. je sapna hata te aapna hata,
    pura thaya e ahesas gamta hata.
    good one.

  3. saras rachana. aa sher khub gamyo:

    ભીતરે તો એ ખળભળતા લાવા હશે
    બ્હારથી જે ચમકતા સિતારા હતા

  4. સરસ ..મને પણ છેલ્લો શેર વધારે ગમ્યો

  5. Very nice gazal.
    I also like second and the last sher the most.
    Keep it up!
    Sudhir Patel.

  6. ના વહ્યા સાથે તો પણ હું જાણી ગયો,
    જળની સાથે સદાયે કિનારા હતા

    ભીતરે તો એ ખળભળતા લાવા હશે,
    બ્હારથી જે ચમકતા સિતારા હતા

    સુંદર ગઝલ… આ બે શેર વધુ ગમી ગયા.

  7. એ તમારા ને મારા, બધાના હતા –
    સામટા સુનિલના શેર સારા હતા !

  8. sunder kriuti rachava badal abhinadan
    jagdish soni

  9. Sunilbhai
    good…short simple but conveys to the point.
    Gujarati Literature requires new good, intellegent and meaningfull literature.

  10. પ્યાસ મારી બુઝાવી શક્યો ના કદી,
    જે મળ્યા તે સમંદર તો ખારાં હતા.

    ભીતરે તો એ ખળભળતા લાવા હશે,
    બ્હારથી જે ચમકતા સિતારા હતા.

    ના વહ્યાં સાથે તો પણ હું જાણી ગયો,
    જળની સાથે સદાયે કિનારા હતા

    very nice gazal !!
    but three of them very nice !!

  11. ભીતરે તો એ ખળભળતા લાવા હશે,

    બ્હારથી જે ચમકતા સિતારા હતા.

    ખુબ જ સુંદર ગઝલ.

  12. આંખમાં એની લાગે છે, વાદળ હતું,

    ક્યાંક વરસાદના એ ઈશારા હતા ?

    khub saras….bahu saras shabd che …

  13. NICE GAZAL ! May you creat many more…..See you on Chandrapukar !

  14. ભીતરે તો એ ખળભળતા લાવા હશે,

    બ્હારથી જે ચમકતા સિતારા હતા.

    ખુબ સરસ વાત આપે આ શેરમાં કરી છે.

  15. ભીતરે તો એ ખળભળતા લાવા હશે,

    બ્હારથી જે ચમકતા સિતારા હતા.

    ખૂબ સુંદર રચના !

    આ શેર ખૂબ જ ગમ્યો.

    લખતા રહેશો.

  16. નૂતન વર્ષાભિનંદન. સરસ રચના. ધન્યવાદ.

Leave a reply to Bharat જવાબ રદ કરો