નથી શકતો

 

 

 

તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
*
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.

 

દીવાને રાખવાનાં સૌ પ્રયત્નો છે જ મારાં પણ,
હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

 

નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર ?
હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.

 

જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

 

ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

 

જશે, ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

 

સુનિલ શાહ

 

(* તરહી પંક્તિ)

 

Advertisements

18 responses

 1. ખૂબ સુંદર રચના થૈ છે સુનિલભાઇ.
  આ શેર મને ખૂબ ગમ્યો–
  જશે, ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
  અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

  પ્રથમ બે શેરની પહેલી લીટીમાં કઈંક ખૂટતું હોય એમ લાગે છે.

  એકંદરે ગઝલ ખૂબ સુંદર છે. લખતા રહેશો.

  અભિનંદન !

  પ્રવિણ શાહ

 2. જશે, ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
  અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

  Come to New Jersey- everybody will laugh at u-
  (Just Jocking)
  Good gazal-I liked it- Keep sending.

 3. વાહ સુનિલ!
  સારી ગઝલ થઈ છે.
  રજાઓ પછી નૅટ પર હાર્દિક સ્વાગત…..
  આ પંક્તિ વધુ ગમી…..
  ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
  ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

 4. સરસ ગઝલ. લગભગ બધી જ પંક્તિઓ ગમી.

 5. વાહ છેલ્લો શેર વાંચીને હોઠ પર સ્મિત ફરકી ગયું.

  સુંદર

 6. સુંદર ગઝલ.

  દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ …

  % પ્રયત્ન (લગાલ)ની જગ્યાએ પ્રયત્નો(લગાગા) કરો તો ચાલે? લગાગાગા ના આવર્તનો કદાચ વધુ સારી રીતે સચવાશે. %

 7. ધ્યાન દોરવા બદલ આભાર પંચમભાઈ…સુધારી લીધું છે.

 8. સુંદર ગઝલ…

  આપની અભ્યાસપ્રિયતા અને સુધારાની ભાવના પણ દાદ માંગી લે છે…

 9. I REALY LOVE YOUR CREATIVE GAZAL.
  KEEP SENDING.

 10. waah sunilbhai !!

  like to read again and again !!

  thanks for giving this gazal for webmehfil…..

 11. સુંદર .. છેલ્લા ત્રણ શેર ખૂબ ગમ્યા.

 12. સુંદર ગઝલ સુનીલભાઈ… અભિનંદન !

  બ્લોગની વર્ષગાંઠ પર ગઝલનાં છંદનો સતત અભ્યાસ કરતાં વિદ્યાર્થી એવા શિક્ષકને મારા બેવડા અભિનંદન અને વંદન…!

  ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
  ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

  આ શેર વધુ ગમ્યો.. આ શેરનાં સાની મિસરામાં નાનકડો ફેરફાર લય/છંદને વધુ સારી રીતે સાચવી શકે છે એવું મને લાગ્યું… “ભીતરનો ભેદ શબ્દોમાં હું દર્શાવી નથી શકતો.”… મારા મતે !

 13. Very nice Ghazal! I enjoyed almost all shers of your Ghazal.
  Congratulations, Sunilbhai.
  Sudhir Patel.

 14. સુંદર ગઝલ સુનીલભાઈ,
  આપના બ્લોગની પહેલી વખત જ મુલાકાત લીધી, બધીજ રચનાઓ ખુબજ ગમી.

  ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
  ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

  આપની આ ગઝલ વાંચીને વિવેકભાઈ નીચેની ગઝલ યાદ આવી ગઈ.

  “બધી વાતો હું તારી કાંઈ ભૂલાવી નથી શક્તો,
  કવિતા ઠીક, બાકી ક્યાંય બોલાવી નથી શક્તો”

  પ્રજ્ઞા.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: