સાચવું છું.

 

 

મળ્યા ઘાવની હું અસર સાચવું છું.

હૃદયમાં બધાની કદર સાચવું છું

 

છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર,

કૈં સપનાં હવે આંખ પર સાચવું છું.

 

પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,

હૃદયમાં, હજી એ નજર સાચવું છું.

 

લગાતાર હું છેતરાયો વસંતે,

ને તેથી, સતત પાનખર સાચવું છું.

 

સનાતન છે આ દર્દ મારું, એ કારણ,

હજી આંસુઓને ભીતર સાચવું છું.

 

તમે આમ અધવચ ગયા હાથ છોડી,

છતાં, યાદની હું સફર સાચવું છું.

 

છે, અકબંધ યાદો તમારી સૌ ખૂણે,

હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું.

 

સુનિલ શાહ

 

Advertisements

12 responses

 1. એક શીઘ્ર રચના –

  તમારાથી છો દુર,તમારી ગઝલથી
  તમોને હું ભીતર બ્રધર! સાચવું છુ.

  તમે આમ તો સાચવી ના શકાતા
  પરંતુ તમારી કદર સાચવું છું.

  કદી હાથમાં ના લીધી છે કલમ તોય
  તમારી ગઝલની અસર સાચવું છું.

  મને તો હુ મારા વગર સાચવી લઉં,
  તમોનેય તમારા વગર સાચવું છું.

  –જુ.
  ––––––––––––––––––––––––
  તમારી આ રચના એવી ગમી ગઈ કે
  સીધી કોમેન્ટ બોક્સ ઉપર જ મારાથી આ
  લખાઈ ગઈ !!

 2. સનાતન છે આ દર્દ મારું, એ કારણ,
  હજી આંસુઓને ભીતર સાચવું છું.
  તમે આમ અધવચ ગયા હાથ છોડી,
  છતાં, યાદની હું સફર સાચવું છું.
  વાહ વાહ
  જુ’ભાઈની રચના વધુ ગમી
  યા દ
  તમારા પ્રથમ પત્રની માવજતમાં
  તમારાજ કંપનની પળ સાચવું છું
  ભલે યાદ ઊડી ગઇ બાષ્પ થઇને
  છતાં પ્રેમ કિસ્સાનાં જળ સાચવું છું

 3. વાહ.. સુંદર ગઝલ લખાઈ છે!

  પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,
  હૃદયમાં, હજી એ નજર સાચવું છું.

  તમે આમ અધવચ ગયા હાથ છોડી,
  છતાં, યાદની હું સફર સાચવું છું.

  છે, અકબંધ યાદો તમારી સૌ ખૂણે,
  હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું.

  આ ત્રણ શેરો વધુ ગમી ગયા…

  અભિનંદન સુનીલભાઈ !!

  જુ.કાકાએ પણ મજાની શિઘ્ર રચના લખી નાંખી…

 4. અભિનંદન સુનિલભાઈ….!
  રદિફ અને કાફિયા બન્ને સરસરીતે સચવાયા છે
  સરવાળે,ગઝલ સુંદર થઈ છે.

 5. સુંદર રચના…

  પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,
  હૃદયમાં, હજી એ નજર સાચવું છું.
  – સુંદર શેર…

 6. સરસ ગઝલ…..
  અભિનંદન…..

 7. લગાતાર હું છેતરાયો વસંતે,
  ને તેથી, સતત પાનખર સાચવું છું.

  સનાતન છે આ દર્દ મારું, એ કારણ,
  હજી આંસુઓને ભીતર સાચવું છું.

  waah !! khub saras !!

 8. હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું…..

  ખૂબ સુંદર ગઝલ !

  બધા જ શેર ગમ્યા.

  અભિનંદન

  http://www.aasvad.wordpress.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: