ચૂમે છે પછી

 

223-1801

 

 

આ હવા જ્યાં પાંદડાના ગાલ ચૂમે છે પછી,
ડાળ સઘળી સ્નેહભીની થઈને ઝૂલે છે પછી.
 
તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.
 
કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.
 
એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.
 
ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
 તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
 
સુનિલ શાહ
Advertisements

21 responses

 1. એક વખત તું ફૂંક ચૂલે વાપરીને જોઈ લે,
  રોટલામાં કેટલી મીઠાશ ફૂટે છે પછી.

  આ શેર ખૂબ જ ગમ્યો…!

 2. કેમ, તેં પાડેલ પડછાયાની હું પરવા કરું ?
  સૂર્ય, ખુદ તારો જ પડછાયો તો ખૂટે છે પછી.

  આ શેરનો અન્વય કરીએ તો જાણે કે વાક્યરચના દાદ દેતી નથી.

  “પડછાયો તો ખુટે છે” માં તો ની જગ્યાએ જ્યાં મુકીએ તો અન્વય શક્ય બને છે. મારું અર્થઘટન ફેરફાર માગી લે એવું હોઈ શકે છે.

  બાકીના શેરો તમારા આંગળાની બરાબર છાપ ઉપસાવે છે.ધન્યવાદ, સુનીલભાઈ. ધસારાબંધ ન લખીને તમે ક્વોલીટી આપો છો.

 3. it good mukatak. please send this type regularly to member.
  thank you
  hemant doshi at mumbai

 4. વાહ સુનિલ…!
  આ તારી સતત અને સખત મહેનતનું જ પરિણામ છે દોસ્ત!
  કોઇ એક પંક્તિ ટાંકવા જતાં બીજીને અન્યાય કરી બેસીએ એવું બને….છતાં છેલ્લી બન્ને પંક્તિઓ કદાચ અત્યાર સુધીની તારી શ્રેષ્ઠ પંક્તિઓના લીસ્ટમાં આગળ મૂકી શકાય એવી છે..
  -અભિનંદન.

 5. તું હવાની જેમ સરસર આવ–જા ના કર અહીં,
  મારી ભીતર એથી કૈં વંટોળ ઊઠે છે પછી.

  વાહ! ક્યા બાત હૈ!

 6. સુંદર મજાની ગઝલ… બધા શેર સારા થયા છે… છેલ્લો શેર સવિશેષ ગમી ગયો…

 7. Very nice Gazal, Sunilbhai. I enjoyed ‘Matla’ and ‘Makta’ the most.
  Sudhir Patel.

 8. ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
  I liked it-thanx

 9. વાહ્.. બધાં જ શેર નવી જ વાત લઈને આવ્યાં છે,
  અને એમાં પણ ત્રીજો શેર તો અદ્.ભૂત થયો છે.

 10. sunilbhai khubaj sundar mazani gazal lakhi che,
  khare khar

 11. વાહ. તમામ ગઝલ સુંદર. સૌ શેર અતિ સુંદર. ખૂબ ગમી ગઝલ. અભિનંદન.

  -જલાલ મસ્તાન ‘જલાલ’ (ગુજરાતી ગઝલકાર, અમદાવાદ.)

 12. ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના,
  તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી.
  સુંદર શેર હું પણ કંઇક લખવા ઇચ્છીશ.કે…

  દિલ તો એનું આવીને ક્યાર નો છે લઇ ગયો,
  બાકી શું રહ્યું અહીં જે તું લૂટે છે પછી.

 13. sunilbhai gzal have barab..bar siddh tai rahi chhe.

 14. ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી…..
  આ શેર વિશેષ ગમ્યો, આખી ગઝલ હૃદયથી માણી.
  અભિનંદન !

 15. કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

 16. આજે ફરીવાર આ ગઝલ વાંચી…. પહેલાં કરતાંય સવિશેષ ગમી ગઈ… બધા જ શેર સુંદર થયા છે અને અર્થગહન પણ…

 17. ઘરની હર દીવાલ પર મેં ગોઠવ્યા છે આયના, તોય ખુદને ભાળવામાં કૈંક ખૂટે છે પછી… પછી તો પછી… … …
  બહુ જ સરસ ગઝલ માણી. અભીનંદન… સુનીલભાઈ અભીનંદન.

 18. AMARA KATHIYAVAD KAHEVAT CHHE KE
  JYA N PAHOCHE RAVI TYA PAHOCHE KAVI

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: