ડર નથી..!– સુનિલ શાહ

થોડાં પ્રયત્ન પછી,

શેર માટીની ખોટને..

સહજ રીતે સ્વીકારનારા

અમે બંને–

કાળના ધસમસતા પ્રવાહમાં

ભૂલી ગયેલાં કે ઘડપણમાં શું…?

એકબીજાના પૂરક થઈ રહેવાની વાત તો

મીઠ્ઠી લાગે છે,

પણ…

એક ચક્ર થંભી જશે ત્યારે,

બીજા ચક્રનું શું..?

આ ડરામણો પ્રશ્ન થયો,

ને આંખ ખુલી ગઈ.

ઘસઘસાટ ઊંઘતી પત્ની તરફ

સહજ નજર નાંખી–

મનને આશ્વાસન આપ્યું..

‘ ભીડ વચ્ચે પણ ઘડપણ એકલું હોય

એવું બને છે જ ને ?

હોય છે એનેય,

ચિંતા ક્યાં નથી હોતી..?

હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં

અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–

કમસેકમ

કોઈ ઘરડાંઘરનો રસ્તો બતાવશે

એ ડર તો નથી…!’

Advertisements

12 responses

 1. આ વ્યથા કદાચ એટલી નથી સ્પર્શતી. મારી ઉમ્મર કારણ હોઈ શકે.

  કાવ્યમાં વેદના જરુરથી વ્યક્ત થઈ છે.

 2. ભાઈશ્રી સુનિલ,
  પ્રસ્તુત અછાંદસ અત્યંત સંવેદનશીલ ગણીને માત્ર,સુંદર કે સરસ કહીને બેસી રહેવા જેવું નથી.એ વાત તો નિર્વિવાદ છે……
  કવિનો એક એક શબ્દ હૃદયના છેક તળિયેથી આવતો હોય છે જ્યાં અનુભવેલી,સંઘરેલી અને મને-ક-મને સમેટેલી કેટલીયે લાગણીઓ ધરબાયેલી હોય છે.
  વિષય જ એવો નાજુક છે કે વધુ કોઈ ટિપ્પણી કરવા કરતાં આખા અછાંદસનું મને આ વિધાન સોંસરૂ ઉતરી ગયું…….

  હોય છે એનેય,
  ચિંતા ક્યાં નથી હોતી..?
  હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં
  અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–

  મારી જ એક પંક્તિ,મને લાગે છે અહીં બંધ બેસી શકે એમ છે….

  હું હવે મારી દશાની વાત પણ કરતો નથી
  કેમ છો? પૂછી જનારા ક્યાં મજામાં હોય છે !
  ડો.મહેશ રાવલ

 3. Wah Wah- Last two lines are wonderful-Loved it.

 4. એક ચક્ર થંભી જશે ત્યારે,
  બીજા ચક્રનું શું..?
  આ ડરામણો પ્રશ્ન થયો,
  આ જમાનામાં આવો નકારાત્મક પ્રશ્ન!
  સ્થળ અને સમય એક જ તત્વના બે આયામો છે.એટલે આ બધા પ્રશ્નોનો જવાબ એક સમાન જ છે.વાસ્તવિકતા અને આભાસો એકમેકને ‘બનવા’ મદદગાર થઈને પોતપોતાના ગુણધર્મો અલગ-અલગ રાખીને યુગપદમાં સમાંતર રહીને સાથે સાથે રહે છે !આમ જીવન પરિવર્તનનું સાતત્ય છે.યાદ આવી
  ‘સરકી જાયે પલ,
  કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ,
  નહિ વર્ષામાં પૂર નહિ એ ગ્રીષ્મ મહીં શોષાય,
  કોઈના સંગ-નિસંગની એને, કશી અસર નવ થાય.
  જાયે તેડી પોઢેલાને એ નવે લોક નવસ્થલ.’ જાગરણની પ્રક્રિયાથી આનંદમયતા ન આવે તો તેને તે ભારસલ્લી અને નિરર્થક લાગે છે. તેના મુખેથી ‘બેફામ’ની જેમ કેવળ અફસોસના શબ્દો જ ઉચ્ચારવાના બાકી રહે છે.
  ‘ગમે તેવા પ્રસંગો દઈ બગાડી નાંખી દુનિયા એ
  હતી નહિ તો બહુ સારી જીવનની વારતા મારી !’
  કોઈ ઘરડાંઘરનો રસ્તો બતાવશે
  એ ડર તો નથી…!’
  ઘરડાંઘર-ડર ?

 5. સુંદર ભાવવાહી રચના… ચોટદાર અંત!

 6. dear sunilbhai,
  a good narration, carry on.
  -vinodbhai

 7. wah sunil sir,
  good
  your attitude,goal .

  tamari jindgima kaik missing che teni vedna jhalkay che.
  pan ajna kalyugi jamanama j missing che tenathi khush pan cho.

 8. khoob sundar achhandas chhe. sunilbhai abhinandan!

 9. આ કાવ્યને સામાજીકતા સાથે ન જોડતાં ફક્ત ક્યારે…ક – ભલે ઉંઘમાં પણ – ઝબકી ઉઠતા ભાવ કે વીચારના તંતુને પકડીને આગળ વધીશું તો જણાશે કાવ્યનું વસ્તુતત્વ નાજુક ને સંવેદના જગાડી જનારું છે. આ જ તો છે કાવ્યનો વીષય. કાવ્યનો વીષય એક ઝબકાર જ હોય ને.

  સુનીલભાઈ ગઝલ સાથે આવા ક્ષેત્રેય હાથ અજમાવતા રહેશે એવી આશા ઉભી થઈ છે. અપેક્ષા તો રાખીશું જ.

 10. વેદનાસભર રચના હ્રદય સોંસરવી સ્પર્શી ગઈઈઈઈઈઈ

 11. ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે “તું” તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. તે ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?
  જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

 12. હોવાના ભાર વચ્ચે જીવવાં કરતાં
  અભાવ વચ્ચે જીવતાં શીખવું જોઈએ–

  એકદમ સાચી વાત કહી આપે સુનીલભાઇ

  આપે મારા બ્લોગ પર આગમન કર્યુ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
  મારો એક નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” છે. આપને ફરી એક વાર મારા
  બ્લોગ પર આવવાનુ નિમંત્રણ પાઠવું છુ.

  અહીં મે ગઝલ ને હાઇકુ ના સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે. આશા રાખુ છુ તમને જરૂરથી ગમશે.
  આપ આપનો પ્રતિભાવ અવશ્ય લખજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: