શોધી રાખજે

 

પાંપણોની ભીતરે ચોપાસ શોધી રાખજે,

તું ટપકતાં આંસુનો ઈતિહાસ શોધી રાખજે.

 

સ્નેહનો દરિયો વહે છે આયખાને આંગણે,

પી શકું સઘળું, તું એવી પ્યાસ શોધી રાખજે.

 

ફૂલ ભમરાને લઈ લે બાથમાં, એ રીતે તું,

આપણી વચ્ચે નવો વિશ્વાસ શોધી રાખજે.

 

સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,

જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

 

લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,

આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

સુનિલ શાહ

 

Advertisements

22 responses

 1. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

  – ગમી જાય એવો ઊંડો શેર…

  સરસ ગઝલ થઈ છે…

 2. આખી ગઝલનો જે રીતે ઉપાડ થયો છે,ખરેખર સુંદર કાર્ય થયું છે.
  ખાસ તો રદિફ……જ ઉઘાડી રહ્યો છે જાણે આખી ગઝલને..!
  અભિનંદન દોસ્ત!

 3. papado ni bhitare chopas shodhi rakh je
  tu tapakta aansuno itihaas shodhi raakh je.
  aakhi gazal ma oondo prem chhe.

 4. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

  very good sunilbhai .i like it most

 5. છેલ્લા ત્રણ શેરે મજા મજા કરાવી દીધી.

 6. VAH VAH NICE GAZL. GHA SAMY PACHI KE VACHA NI MAJA ALG AVI.

 7. I loved each and every “Sher”
  Wah Sunilkumar Wah.

 8. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.
  Wah Sunil very nice gazal..keep it up…

 9. લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,

  આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

  saras gazal…

 10. વાહ ! સુનીલભાઈ, વાહ !! ખુબ જ સરસ અને મઝાની ગઝલ.

 11. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

  લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,
  આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

  સાચું કહું તો,
  બધાં જ શેર સારાં પણ આ બે વધુ ગમી ગયાં.

  જો કે,રદ્દીફ પણ બહુ અસરકારક જે વાચકને એક ઇજન આપી જ દે કશુંક શોધવાનું …. !!

 12. Enjoyed your nice Gazal, Sunilbhai.
  Sudhir Patel.

 13. સરળ અને પ્રવાહીત ગઝલ સરસ બની છે. મને એવું લાગ્યું કે “સુર્ય”ને બદલે જો “સુરજ” લખાય તો ગાવામાં વધુ શોભી ઉઠે!

 14. લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,

  આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

  sundar abhivyakti

 15. vah sunilbhai for touching gazal,really meaningful

 16. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

  Thanks. Enjoyed.

 17. ખૂબ સુન્દર ગઝલ માણવાની મજા માણી…

 18. સુંદર ગઝલ… અભિનંદન !

  ફૂલ ભમરાને લઈ લે બાથમાં, એ રીતે તું,
  આપણી વચ્ચે નવો વિશ્વાસ શોધી રાખજે.

  સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,
  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.

  આ અશઆર વધુ ગમ્યા.

 19. સાંજને છેડે ભલે ઢળતો રહે છે સૂર્ય, પણ,

  જાતમાંથી તું સ્વયં અજવાસ શોધી રાખજે.
  vaah……

 20. લાગણીની ભીની કૂંપળ ફૂટવા લાગી છે અહીં,

  આ હૃદયથી તે હૃદયનો પ્રાસ શોધી રાખજે.

  SHAH SIR khub saras gazal 6!!!!!!
  hu MTB no student march 2007 na batch no/

 21. પાંપણોની ભીતરે ચોપાસ શોધી રાખજે,

  તું ટપકતાં આંસુનો ઈતિહાસ શોધી રાખજે.

  Every Sher is fantaqstic–Your “Kalam” is getting matured-wonderful.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: