ચૂકી જવાયું છે…

દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે,
હૃદયને ઠારવાનું આખરે ચૂકી જવાયું છે.
 
તને, લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ્ લઈને,
હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે.
 
બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
 
તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.
 
વહે છે ગૂંગળાઈને હજીયે બંધનોના નીર,
કિનારા તોડવાનું આખરે ચૂકી જવાયું છે.
 
જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.
 
સુનિલ શાહ 
Advertisements

32 responses

 1. સરસ.

  તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
  હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.

 2. Enjoyed your nice Gazal, Sunilbhai!
  Sudhir Patel.

 3. સુંદર ગઝલ. બે શેર ખુબ ગમ્યાં.

  તને, લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ્ લઈને,
  હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે.

  જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
  એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.

 4. very nice ghazal,
  તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
  હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.

  little too late. humm..
  sapana

 5. બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
  વાહ ! સુનિલભાઈ સુંદર ગઝલ થઈ છે !
  આટલી વ્યસ્ત જિન્દગીમાં ખુદને મળવાનું, જાણવાનું ખરેખર ચૂકી જવાય છે.

  http://www.aasvad.wordpress.com

 6. સરસ ગઝલ થઈ છે સુનિલભાઈ! “આખરે ચૂકી જવાયું છે” એ ખાસ્સો બંધનકારક રદિફ છે એને તમે સારી રીતે નીભાવ્યો છે. આ શેર ખાસ થયાં છે.

  તેં ફેલાવ્યો પ્રણયનો હાથ પણ; સમજી શક્યો ના હું,
  હથેળી ચૂમવાનું આખરે ચૂકી જવાયું છે.

  વહે છે ગૂંગળાઈને હજીયે બંધનોના નીર,
  કિનારા તોડવાનું આખરે ચૂકી જવાયું છે.

  જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
  એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.

 7. tamari gazal vachi ane mane kharekhar ananad thayo hu bhau biji shu etle vadhare vat kari sku tem nathi mara mobail par vat karva vinnanti 6 9913351580

 8. સુંદર ગઝલ

  બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
  એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.

  hemant vaidya

 9. બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
  ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  – સુંદર ગઝલ… આ શેર ખૂબ ગમ્યો… સરળ અને સોંસરો… !

 10. KHARE, KHAR KHUB SUNADR GUZEL CHA . MANE AKHI ZUGAL GAMI CHA PAN MANE ANO EK SHAR KHUB GMYO CHA. BUJA JANVAMA AKHI JINDGI GYE CHA,DHOST. POTANE JANVA CHUKI JAVYU.

 11. nice one

  બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,

  ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  enjoyed it.

 12. sudhirpatel
  khubgami gazal
  bijane janvama zindagi akhai gai che dost,
  ne khudanejanvanu akhare chuki javayu che.

 13. khybah sundar
  bijane janvama zindgi akhi gai che dost
  ne khudde janvanu akhare chuki javayu chhe.

 14. a vakhate dad apavanu akhare chuki na javay tevi sunder gazal ane tema pan bijo ane trijo sher koi management motivetor ne kam lage teva abhinandan

 15. સુંદર ગઝલનો આ શેર વધુ ગમ્યો

  જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
  એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે

  હંમણા બનેલી ઘટના યાદ આવી
  એક સેલેબિટીનો પાલવ સરક્યો અને તોફાન મચ્યું !

  ત્યારે આ પાલવ છોડવાનું ચૂકી ન જવાય …
  છોડું નહીં રે છોડું નહીં, તારો પાલવ છોડું નહીં
  ઘણા દહાડે આજ હાથ આવ્યા છો, હવે ક્યાં જાશો નાસી જઈ
  પરવા હવે મને નથી જગતની, તારા તે પ્રેમમાં પાગલ થઈ
  મુરલી મનોહર તમારી જોઈ, વાતો જગતની વીસરાઈ ગઈ

 16. SARAS GAZAL, JENO DAREK SHER SARAS THAYO CHE. CONGRATES PLS KEEP IT UP & UP

 17. Shah Sir,
  phari ek sundar gazal rachva mati abhinandan…..
  Sir 12th Science pachhi kai ENGINEERING line ma javu te vishe khub guchvay rahayo chhu.tamaru marg_darsan joiye chhe ,,hu tamne te babate mari saku?
  tame ichhchho to tame mane e mail kari shako 6o.plz
  DALWALA JITESH

 18. “GAJALO” NA ShERKHAO VACHYA PAN
  CHUKIJAVAYU VACHVANU CHUKIJAVAYU CHHE…..

  Excellent creation…Khub Khub Abhinandan

 19. KHUBAJ SUNDER SURESHBHAI , THAVADYO , MAZA AVI GAI .

  MANAV.

 20. સુનીલભાઈ,
  ખુબ જ સરસ ગઝલ…

  અભીનન્દન.

 21. ….ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
  સુંદર રચના !

 22. very nice gazal first time i reade your gazal it’s very nice just want to say keep sending your gazal regularly

 23. જિંદગીમાં કાયમ સરવાળા જ નથી હોતાં દોસ્ત!બાદબાકીનોં ય ઘણો મોટો ભાગ હોય છે!
  કેટલુંક આપણને ચૂકી જાય અને કેટલુંક આપણે ચૂકી જતાં હોઇએ છીએ….છતાં,સતત ગતિ અને પ્રગતિ- એજ જિંદગીને હકારાત્મકતા તરફ દોરી જાય છે.
  સુંદર ગઝલ અને ખાસ તો રદિફને જે રીતે નિભાવાયો છે,કાબિલ-એ-દાદ કામ થયું છે.
  -અભિનંદન.

 24. ખુદને મળવાનું ચૂકી જવાય છે એ જ માનવજીવનની મોટી વિડંબના છે ને ?

  સુન્દર ગઝલ સુનીલભાઇ….

  અભિનન્દન

 25. બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
  ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  વહે છે ગૂંગળાઈને હજીયે બંધનોના નીર,
  કિનારા તોડવાનું આખરે ચૂકી જવાયું છે.

  આ બંને અશઆર ખૂબ ગમી ગયા… જો કે અહીં કદાચ (મારા મતે) ‘બંધનોના’ કરતાં ‘બંધનોમાં’ શબ્દ વધુ અર્થસૂચક લાગે!

  અભિનંદન સુનિલભાઈ.

 26. તને, લે દોરવા બેઠો અહીં હું મુજ અહમ્ લઈને,હતું જે ત્યાગવાનું આખરે ચૂકી જવાયું છે.
  બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
  ને ખુદ ને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  વાહ ! કેવી સુંદર વાત ! આખરે તો આ ચૂકી જવા ની ઘટના એ અહં ની જ પાયમાલી ને ! શું આવું ન થઈ શકે ?

  ઓ પ્રિયતમ ! તને ય ખબર છે કે હું અહંકારી છું. મને ય ખબર છે કે હું અહંકારી છું. આ એક જ તો દિવાલ છે તારી ને મારી વચ્ચે ઓ નાથ ! ચાલ , તે બાજુ થી તું ઘા માર ને આ બાજુ થી હું ઘા મારું !

 27. બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.
  દોસ્ત, આ શેર ખરેખર એકદમ કાબિલે તારીફ છે. ખુદને જાણવાની મથામણ—સેલ્ફની આઇડેન્ટીટી ન મળવાનો આપનો નિખાલસ એકરાર પોતે જ સ્વને જાણી લીધાની વાત કરે છે.

 28. જઈ પાલવ સુધી એના, પવન ભીનો થયો છે આજ,
  એ આંસુ રોકવાનું આખરે ચૂકી જવાયું છે.

  બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,
  ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

  very nice gazal … !!

 29. લ્યો બોલો, આટલી સુંદર ગઝલ પર કૉમેન્ટ લખવાનું ચૂકી જવાયું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: