અછાંદસ

(૧)

 પંખી ટહુક્યું,

ડાળ ઝૂલી,

ઝરણાં ખળખળ વહ્યાં…

મનને થયું,

પ્રતીક્ષાની

સઘળી સૂકી ડાળ

હમણાં મ્હોરી ઊઠશે..

નવાં ફૂલો ખિલખિલાટ ખીલશે

પતંગિયાં નવાં ગીત ગાશે…

વિશ્વાસ કહો યા શ્રદ્ધા,

પણ,

તૂટયું આખરે સ્વપ્ન..

સાચું કહું…?

એ ન જ આવી…!!

 –––––––––––––––

(૨)

બારી પાસે બેસી

આંખમાં

સ્મરણોનું આકાશ ભરવાના

પ્રયત્નો કરતો હતો.

કોણ જાણે ક્યાંકથી

વિષાદનું વાદળ

ઊતરી આવ્યું…!

હળવેકથી એણે

આંખના આકાશને

ઘેરી લીધું…

સંયમની પાંપણી સરહદો

વટાવી દીધી,

અંતે…?

ટપ…ટપ….ટપ…!

હૃદય હળવું,

ડૂમો પ્રવાહી…

દૃશ્ય કેવું ભાવવાહી…!!!

સુનિલ શાહ

Advertisements

16 responses

 1. અછાંદસ રચના માણી. મજા આવી. બીજી રચના વધારે સ્પર્શી ગઇ.

 2. ઝરણાં ખળખળ વહ્યાં… થી ડૂમો પ્રવાહી… સુધીનું ભાવ વિશ્વ સાવ સહજ રીતે ગતિ કરે છે.

  બન્ને કાવ્યો એકબીજાના પૂરક ના હોય જાણે!

 3. Nice Sunilbhaai, biji post vadhaare gami.mara blogmaa java vinnti,tamne HINCHKO gamshe.
  Sapanaa

 4. સુંદર અછાંદસદ્વયી… પણ કવિતાનો ‘પંચ’ પ્રમાણમાં ઓછો વર્તાય છે…

 5. Both are excellent.

 6. ગોવીંદ મારુ | Reply

  ખૂબ જ ઉત્તમ અછાંદસ રચના છે.
  અભિનંદન.

 7. પહેલી અછાંદાસ રચના વધુ ગમી.

 8. બન્ને રચનાઓ સરસ થઈ છે.

 9. વિજેશ શુકલ | Reply

  બંને રચના સરસ છે.પરંતુ પ્રથમ રચના વધારે સુંદર છે. હૃદયને થતો એહસાસ અને વાસ્તવિકતા ઘણીયે વાર બિલકુલ નોખી હોય છે એ વાત ખૂબ સરસ રીતે વ્યકત થઇ છે.

 10. બંને રચના સરસ છે

 11. HY I AM NIRAV SHAH.MY MO NO IS 9374622980.I AM PRO.PHOTOGRAPHER,VIDEOGRAPHER @ GRAPHIC DESINER.SO U HAVE WORK THEN CALL ME.THANKS

 12. bahu sunder rachanao che

 13. khub j saras chhandas kavita o 6
  ur student Jitesh

 14. Sunder Rachna !

 15. Respected Sir,

  After read above poem,I note down it as there will be one function for poem collection held in our school.

  This is one really nice.like it very much.

  Health Care Facts

  -Maitari Trivedi

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: