રસ્તો થઈ જશે

123

પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે,
માપવાનો ખુદને, મોકો થઈ જશે.

એક બારી હું ઉઘાડું, એક તું,
સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

તું પુરાવા પ્રેમના માંગીશ ના,
સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
છાંયડો કોઈને ઓછો થઈ જશે.

તું વહે છે, તો વહ્યા કરજે સતત,
ભીતરી મૃગજળનો દરિયો થઈ જશે.

સુનિલ શાહ 

Advertisements

30 responses

 1. એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

  તું વહે છે, તો વહ્યા કરજે સતત,
  ભીતરે મૃગજળનો દરિયો થઈ જશે.

  सुंदर.. धन्यवाद.

 2. પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે,
  માપવાનો ખુદને, મોકો થઈ જશે.

  તું વહે છે, તો વહ્યા કરજે સતત,
  ભીતરે મૃગજળનો દરિયો થઈ જશે.

  waah !! saras vaat !!

  raddif is v.good …..
  just confirming, promising to ourselves !!

 3. એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે.
  -ઉત્તમ શેર…

  ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.
  – મજાની વાત…

  આખી ગઝલ સરસ થઈ છે…

 4. તું પુરાવા પ્રેમના માંગીશ ના,
  સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ
  સરસ

  કોઈકે સાચું જ કહ્યું છે કે વહેમ અને પ્રેમના પુરાવા ન હોય. વહેમનાં વાદળ હોય અને પ્રેમનો પ્રકાશ, જે સિર્ફ અનુભવગમ્ય અનુભૂતિઓ છે.

 5. ખૂબ સરસ. ત્રીજો શેર તો બહુ જ પ્રેમાળ છે. બીજા શેરમાં રાહને બદલે રસ્તો જ રાખીએ તો? છંદ તૂટતો લાગશે પણ પ્રવાહિતા જળવાશે.રાહ કરતા રસ્તામાં ગુજરાતીપણું વધારે લાગે છે. જો કે આ મારી માન્યતા છે.

 6. ખૂબ જ સ-રસ ગઝલ થઈ છે… અભિનંદન સુનીલભાઈ !

 7. બહુ મજાની રચના આપી સુનીલભાઈ !

  પગલું માત્ર આરંભ નથી; એ લક્ષ્ય માટેની યાત્રાનો ફક્ત આરંભ નથી; એ આત્મખોજની તૈયારી છે એ વાત સાવ મૌલીક છે.

  સામસામે બે બારીઓ વાળી વાત પણ બહુ જ સરળતાથી શક્ય બનતા ઉકેલોને ચીંધે છે. આટલું સહેલું કામ પણ માનવ કરી શકતો નથી એ આટલી બે પંક્તીઓમાં કેવી ડોકાય છે ?!

  અને સ્પર્શની વાત તો બહુ મજાની કહી છે. સ્પર્શના માધ્યમથી થતા માતૃસ્નેહથી માંડીને અધ્યાત્મ સુથીનું કેટકેટલું સમજાવી જાય છે !!

  સુભાઈ ! તમને ખુબ ખુબ ધન્યવાદ.

 8. કદાચ સ્પર્શ જેવું સબળ માધ્યમ બીજું એકે નથી..અનેક શબ્દો જે વાત નથી કહી શકતા તે એક હૂન્હાળો સ્પર્શ કહી જાય છે. મૌન રહીને…

  સુન્દર ગઝલ માણવાની મજા આવી..

 9. મજાની ગઝલ ….

  એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે

  માત્ર પ્રેમીઓના જ નહીં પણ આખી દુનિયાના બધા જ પ્રશ્નોનું નિવારણ થઈ જાય એવી સોલ્લિડ ફોર્મ્યુલા એક જ ઘૂંટડામાં ગળે ઉતારી દે એવી લાઈન

  મજા આવી ગઈ

 10. વાહ સુનિલ! આખી ગઝલનો ઉપાડ જ એવો થયો છે કે,રસ્તો થઈ જ ગયો……..
  સુંદર ગઝલ.

 11. ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.

  aa 2 line o ghnu kai jai chhe

 12. Thanks for email and the gazals, i like it keep sending please.

 13. KHREKHAR BAHUJ PASAND AAVI,,,,TAMARI KALAM MA JE JAADU CHE
  TEMA SAMUDRA NI JEM FELAI JAY EJ….LAKHTA RAHO …ANE
  LAKHTA RAHO.

 14. Excellent Comp[osition
  ek dam gami jaye
  toiuches you heart and evokes lots of thoughts

 15. ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.

  sundar abhivyakti..

 16. ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.

  વૃક્ષનું કામ છાંયડો આપવાનુ અને એ દ્વારા ભલમનસાઈનું કાર્ય કરવાનું એ તો જાણે બરાબર પરંતુ તેનેય ડાળી તૂટતાં કોઈને છાંયડો ન મળે એવો ધ્રાસ્કો પડવાની વાત – નોખી રીતે વિચારી આપે સુંદર,રજુઆત કરી છે.

 17. એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

  bahu sunder share

 18. એક બારી હું ઉઘાડું, એક તું,
  સામસામે રાહ ખુલ્લો થઈ જશે.

  સરસ !

  આખી ગઝલ માણવી ગમી !

  અભિનંદન !

 19. તું પુરાવા પ્રેમના માંગીશ ના,
  સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

  its very nice

 20. Hello Sir,

  One of the best ever poem creation and really its very effective.

  Health Facts

  Thank You Very Much for sharing!!!

  -Devanshi Shah

 21. sundar gazal sunilbhai! aa sher khaas gamya:

  તું પુરાવા પ્રેમના માંગીશ ના,
  સ્પર્શ કેવળ કર, ભરોસો થઈ જશે

  ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.

  kiranbhaai e kaheli raah-rastaa vaaLi vaat saathe sahamat chhu.

 22. Enjoyed your very nice Gazal!
  Sudhir Patel.

 23. આ ગઝલ બહુ જ સ્પર્શી ગઈ. પ્રેમને સરસ અભીવ્યક્તી મળી હોય એવો ભાવ થયો.

 24. ખૂબ જ સરસ રચના.એટલે તો સૌને ગમી છે.

 25. best poem touch to the hearts.
  thank you very much.
  Ghanshyam vaghasiya

 26. સુનીલભાઈ,

  ડાળ તૂટી, વૃક્ષને ધ્રાસ્કો પડ્યો,
  છાંયડો કોઈને ઓછો થઈ જશે.

  હું ખાસ બ્લોગ-સર્ફિંગ કરવા નીકળતો નથી. આજે અકસ્માત તમારા બ્લોગ પર જઈ ચઢ્યો. આ ગઝલ અને બીજી એક-બે ગઝલ વાંચી. સુંદર લખો છો. સાહિત્યનાં સામયિકોમાં મોકલવા જેવી ગઝલો છે. લખવાનું ચાલુ રાખજો. શુભેચ્છા સાથે.

  ઘનશ્યામ ઠક્કર

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: