ફરી ફરી– હઝલ

દરરોજ એ જુએ છે અરીસે ફરી ફરી,
ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી.

લઈ ક્રીમ, પાઉડર ઘસે ચહેરા ઉપર પછી,
આવી વસંત એમ એ સમજે ફરી ફરી.

ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ?

આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

સુનિલ શાહ

છંદ વિધાન : ગાગાલગા | લગાલલગા | ગાલગાલગા

Advertisements

24 responses

 1. સુનિલભાઇ ખૂબ સરસ. જેમ જેમ વિષયવૈવિધ્ય આવતું જશે તેમ તેમ તમારી કલમ ઓર નિખરશે.કારણકે તમારી પાસે માર્મિકતા છે.

 2. Vah Sunilbhai, Superb
  aapni hazal vanchavanu man thay che fari fari

 3. દરરોજ એ જુએ છે અરીસે ફરી ફરી,
  ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી…..

  ‘ફરી ફરી’ને એક સુંદર કાફિયાનો સાથ મળ્યો હોત
  તો રંગત ઓર જામત ફરી ફરી.

  સુંદર રચના !

  અભિનંદન !

 4. આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
  એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

  kub sarash savar sudhari didhi…atali line thi aa hazal ni kadar nahi thay fari jarur avish lakhva ..office nu kam mathe chhe….mane amantran apva badal abhar

 5. મજા આવી વાંચવાની ફરી ફરી …..

  વિષયવસ્તુ અને હઝલનો સરસ આવકારદાયક પ્રયોગ.

  નહીં તો હઝલ એટલે જાણે … બાળકોનાં જોડકણાં !!

 6. સુંદર રચના…

  ફૂટે જવાની જાણે સતત, લે ફરી ફરી.
  – આ એક મિસરો સમજાયો નહીં…

 7. ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
  સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

  aa pankti khub gami

 8. મજા આવી ગઈ. છેલ્લો શેર તારા અસલ મીજાજને અભીવ્યક્ત કરે છે.

  પહેલા શેરમાં કાંઈક ફુટ છે !!

 9. મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
  કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ?

  આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
  એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

  આ બે શેર તો હઝલમાં ય ગઝલના હોય એમ લાગે છે. આ પ્રયોગ ગમ્યો. આની ઉપર પણ હાથ અજમાવો.

 10. વાહ સુનિલભાઇ!

  સુંદર હઝલ

 11. સરસ હઝલ…વાહ મઝા જ મઝા…

 12. E TAD ARISE CHE KE PACHHI CHAHERA PAR ?

  ati sundar,,,,,hazal,,,,aanand aavi gayo

 13. in second line, it’s FUTE not KUTE,

  FUTE JAWANI …..FARI FARI

 14. સરસ હઝલ

  ઢગલો સફેદ વાળને કાળાં કરી લે છે,
  સત્તરની થાય છોકરી જાણે ફરી ફરી.

  મૂંઝાય છે આ આયનો મનમાં ને મનમાં દોસ્ત,
  કે બિંબ કેટલાં એ છુપાવે ફરી ફરી ? હંમણા એક ગમ્મતની વાત આવી છે
  અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વાળ ભૂરા થવાના સમાચાર સાંભળીને તેમના એક પ્રશંસકે આયુર્વેદિક દવા દ્વારા તેમના વાળને ફરી વખત કાળા કરી આપવાનો પ્રસ્તાવ આપ્યો છે

  તમારા પ્રથમગ્રાસે મોદક બદલ અભિનંદન

 15. પિંકિબેનની વાત સાચી છે.
  શ્રુતીમાં ક અને ફ અલગ દેખાય છે પણ કૂટે(KUTE)અને ફૂટે(FUTE) સરખાં જ દેખાય છે, કોઈ ઉપાય ખરો..?

 16. Sunilbhai,
  ghana badha varso pachi kavita ne jaane jeevi, YAAD AAVI GAYA E KAVI KALAPI ANE KALELKAR TAMARA THAKI, NAHIN TO KON KONE YAAD KARE CHE FARI FARI,TAMARI KALAM MADE CHE E KAVIO JODE KHARI KHARI…

 17. dear Sunilbhai,…
  હજલની હળવાશમાં ગઝલથીય વિષેશ કહેવાય છે તેવું આપની હઝલમાં લાગ્યુ..વાહ ખુબ ખુબ મજા આવી..ફરી ફરી વાંચવા જેવી.કવિતાનો ક સરસ નામ પર..એક મારી પંકિત,
  ક્યાં કવિની નાતજાતો હોય છે
  એક તેનો શબ્દ નાતો હોય છે
  એકતાનો અએકડિ જો ઘૂંટીયો
  તો પછી ક્યાં રક્તપાતો હોય છે

 18. બહુ જ સુંદર રચના

  અભિનંદન.

 19. Very nice gazal.

  These lines are best
  આ તડ અરીસે છે કે છે ચહેરા ઉપર કશે,
  એ જાય જાણી તો કદી ઝાંકે ફરી ફરી ?

  Sapana

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: