ખાસ્સું જિવાયું..!

eye

આંખમાં જળ જ્યાં સમાયું,
ત્યાં સરોવર ઓળખાયું.

શ્વાસ સાથે શું ભરાયું ?
કે હૃદય પણ દોરવાયું !

એ સમંદર થઈ ગઈ પણ,
મોજું તારાથી થવાયું ?

હું સમેટી બેઠો ખુદને,
કે તમસ ભીતર છવાયું.

છે અકળ પોલાણ ભીતર,
કોઈથીયે ક્યાં ભરાયું ?

આ જીવન મૃગજળ સમું છે,
તોય લે, ખાસ્સું જિવાયું !

સુનિલ શાહ

છંદ વિધાન : ગાલગાગા | ગાલગાગા

Advertisements

27 responses

 1. Sunilabhai,

  Every sher is good.I like best is:
  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !

  Sapana

 2. આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !

  આ ખુલાસો પ્રીયતમાને કે ઈશ્વરને, જેને હોય તેને પણ ખાસ્સો મજબુત છે !

  એ સમંદર થઈ ગઈ પણ,
  મોજું તારાથી થવાયું ?

  ને એટલે જ સમંદરસમ એ કદાચ સમાઈ પણ નહીં શકે !! મોજું થવાનીય તાકાત ન હોય તો સમંદરને સમાવવા–ઘુઘવવાની આશા શી ?

  મજાનો છંદ, મજાની ગઝલ. ધન્યવાદ.

 3. મજાની ગઝલ.

  હું સમેટી બેઠો ખુદને,
  કે તમસ ભીતર છવાયું.

  પ્રકાશની પ્રતિષ્ઠા આપણી ભીતરમાં કરવાની છે.
  તમસો મા જ્યોતિર્ગમયનું સૂત્ર પ્રસિદ્ધ છે. ત
  મસમાંથી જ્યોતિ તરફ ગતિ કરવાની છે.
  પરંતુ શું આપણે કેવળ તમસ હોઈએ છીએ ?

 4. સુનિલભાઇ, ખૂબ જ સુંદર ગઝલ. પ્રત્યેક શેર અર્થસભર.

 5. વાહ સરસ ગઝલ…
  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !

 6. સરસ અર્થગહ્.ન લયાન્વિત ગઝલ .. !!

  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું ! kya baat hai !!

 7. એ સમંદર થઈ ગઈ પણ,
  મોજું તારાથી થવાયું ?

  વાહ.. ક્યા બાત હૈ .. ખુબ સુંદર …

 8. saras ghazal thai chhe sunilbhai. aa sher khaas thayaa chhe:

  એ સમંદર થઈ ગઈ પણ,
  મોજું તારાથી થવાયું ?

  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું ! (uphaas no bhaava bahu saras chhe)

 9. વાહ..ખુબ સુંદર…

  એ સમંદર થઈ ગઈ પણ,
  મોજું તારાથી થવાયું ?

  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !

 10. ટૂંકી બહેરની દમદાર ગઝલ…

  એ સમંદર થઈ ગઈ પણ,
  મોજું તારાથી થવાયું ?
  – આ શે’ર અદભુત થયો છે…

  આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !
  – મજાની વાત !

 11. 6ello sher khoob gamyo

  ane sathe photograph pan ………..

  M S UNIVERSITY ma machenical ma addmitation thayu>>>

 12. ગૂઢ અર્થસભર અદભૂત ગઝલ

 13. આ જીવન મૃગજળ સમું છે,
  તોય લે, ખાસ્સું જિવાયું !

  બહુ જ સરસ….. ઘણુ જીવો…..

 14. સરસ,સુંદર અને મૃગજળ જેવી ચોખ્ખી ચણક રચના.

 15. કોઇ એક શૅર અલગ તારવી અભિનંદન આપવા જતાં અજાણતા ય બીજા શૅરને અન્યાય કરી બેસીએ એવી સળંગ-સુંદર ગઝલ.

 16. Sunilbhai,tamari Ghazal e Shabde shabd sonanaaj che, bemat koi ja nathi ema, pan ghazal ni ooper nu picture, ane emani moti jevi aankhomaathi pan padtu aansu jevu moti, aa badhooj ek saathe matra Sunilbhaij kari sake, tamari kalpanaona koi ja simada nathi, KAAINK KHAAS LAKHVA MAATE MAARU HRIDAY PAN DORVAYU. All the best.Good things are always loved.

 17. સુંદર ગઝલ. બધા અશઆર સરસ થયા છે.

  હું સમેટી બેઠો ખુદને,
  કે તમસ ભીતર છવાયું.

  છે અકળ પોલાણ ભીતર,
  કોઈથીયે ક્યાં ભરાયું ?

  આ બે માં સામાન્ય શેરિયતથીય ઉપરનું તંકાયુ છે. બહુ ઊંડીવાત પ્રગટી છે.

 18. શ્વાસ સાથે શું ભરાયું ?
  કે હૃદય પણ દોરવાયું !

  saras vaat ! maja avi gai

 19. લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:

  દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

 20. છે અકળ પોલાણ ભીતર,
  કોઈથીયે ક્યાં ભરાયું ?

  Nice Sher !

 21. Very nice Gazal! Enjoyed almost all shers!
  Sudhir Patel.

 22. સરસ વાત..સરસ ગઝલ…..સમેટી બેથો ખુદ ને…

  જાતને સમેટવાની વાત ખૂબ ગમી.

  અંતિમ શેર અદભૂત

  અભિનંદન સુનીલભાઇ

 23. Kharekhar !!! khassu Jivayu

  Bhale polan na bharayu

  Saras Jivayu. Tamara jeva lekhak mitroni
  Gazalo-Kavitao vachi vadhare Jivsu.

  ( Sunlbhai Mara potana Mate Lakhun chhun )

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: