ઘવાયું છે કશું..

 

મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

આંગણે લ્યો, સાથિયા પૂરી અમે બેઠા છીએ,
તોય દીવા જેવું તારાથી લવાયું છે કશું ?

આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

હું સતત શોધી રહ્યો છું ફૂલમાં તુજને પ્રિયે,
મ્હેંકના આ મ્હેલની અંદર છુપાયું છે કશું.

તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

સુનિલ શાહ

35 responses

  1. સુંદર ગઝલ.
    અડધી સાધક, અડધી માદક.

  2. saras gazal thai chhe sunilbhai! makto khub saras thayo che.

    પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
    હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું. ….vaah!!

  3. હ્રદયને સ્પર્શતી ચોટદાર ગઝલ…બહોત ખુબ…

  4. આખી ગઝલ મજાની થઈ છે… મક્તાનો શેર ખૂબ જ ગમી ગયો. અભિનંદન.

  5. તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

    પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
    હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

    Nice Sher !

  6. મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
    હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

    Very nice!!all she’rs are nice.

    Sapana

  7. સરસ ગઝલ.

    મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
    હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

    આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

    ઈશ્ક-એ-હકિકી અને મિજાજી બેય જાણે એક થઈ ગયા છે.

    પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
    હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

  8. આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

    સમાજશાસ્ત્રીઓથી લઈને છે…ક રાજકારણીઓનેય લાગુ પડી જાય એવો પ્રશ્ન ! સર્જકની નીસબત આ પ્રશ્નમાં પ્રગટે છે. જળનો અભાવ નથી. પ્રકૃતીએ તો બધું આપ્યું છે પણ આપણું વ્યવસ્થાતંત્ર એ જળ જ્યાં જરુરી છે ત્યાં પહોંચાડતું નથી. ખોરવાઈ ગયેલી સામાજીક/રાજકીય વ્યવસ્થા હોય કે બે વ્યક્તી, બે સમાજો વચ્ચેના વ્યવહારની વાત હોય, બધું ખોરવાઈ ગયાની આ ફરીયાદ આપણા સૌને કશુંક યાદ અપાવે છે.

    શ્રી પંચમનું આ ઈંગીત “ઈશ્ક-એ-હકિકી અને મિજાજી બેય જાણે એક થઈ ગયા છે.” પણ ધ્યાન ખેંચનારું છે.

    ધન્યવાદ.

  9. Enjoyed almost all shers of your nice Gazal!
    Sudhir Patel.

  10. આંગણે લ્યો, સાથિયા પૂરી અમે બેઠા છીએ,
    તોય દીવા જેવું તારાથી લવાયું છે કશું ?

    વાહ, ઘરને ગમે તેટલું શણગારી તૈયાર કરો પણ એને અજવાળવા કોઈ આવે જ નહીં તો?

    મારો એક શેર લગભગ આજ ફરિયાદ રજુ કરે છે.

    મન મૂકી શણગાર્યુતું મેં મારું મોટું આ ઘર રુઆબથી
    પોતીકું સમજી, ન સંભાળવાનો આરોપ તમારા પર

  11. મઝાની ગઝલ

    તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

    વાહ

    એમની આંખો ભીંજાઈ’તી ખરી,
    આંસુઓ કોરા નીકળશે શી ખબર?

    ઐસાભી હોતા હૈ!

  12. સુંદર ગઝલ…

    આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?
    – આ શેર ગમી ગયો… જુગલભાઈની ટિપ્પણી સો ટચનું સોનું!

    1. વિવેકભાઈ, તમને જો સ્પર્શે તો તેનો આનંદ કાવ્યના આનંદમાં ભળીને અનેક ગણો વધી જાય. આભાર.

  13. આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

    તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

    પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
    હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

    keep sending such Gazal to surfers

    Rajendra

    http://www.bpaindia.org
    http://www.yogaeast.net

  14. વાહ સુનિલ!
    દેખીતો સહજભાવ પ્રશ્નાર્થ સાથે આવીને,સામેલ અને શંકિત બધું કહી જાય છે…
    ખૂબ સુંદરરીતે વણાઈ છે આખી વાત.
    અભિનંદન.

  15. hi congrats on nice ghazal…. keept up

  16. મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
    હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

    ખરેખર ઘવાયું છે?
    ગમ્યું.

  17. તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

    આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

    પ્રેમ છે કે છે પ્રવાહી, જાણ એ ન્હોતી ‘સુનિલ’,
    હોઠ પર લઈ હોઠ એના, પી જવાયું છે કશું.

    સુંદર ગઝલ…….

  18. I am still not much good in using computer,so express my feelings in short; SUPERB,EXCELLENT,Congratulations!
    Shashikant Shah

  19. सुनील,
    अर्थसभर ग़ज़ल छे. क्यांक कशुंक न थवानुं थई रह्यानो अहेसास करावे छे – प्रणयनी अने प्रणयीनी अपेक्षाओनो, हाथ आवती निराशाओनो अने वारेघडीए ऊठता स्मृतितरङ्गोनो सरवाळो करी आप्यो छे. थोडीक याद छे, थोडीक फरियाद छे. थोडोक विवाद छे, थोडो संवाद छे – अने बस – अमने सौने एनो आस्वाद छे. आभार.
    थोडुंक चींधुं?
    ઈમારત ખોટી જોડણી છે – ઇમારત હોય – હ્રસ્વઇથી આરમ્ભાય. વળી તમારા પોતાના નામમાં સુનિલ એમ હ્રવઇ કેમ વાપરો છો? મને એવું સ્મરણ છે કે અનિલમાં હ્રસ્વઇ હોય અને સુનીલમાં દીર્ઘઈ હોય એમ અમને ખાસ ભાર આપીને કહેવામાં આવતું. નીલને સુ- પૂર્વપ્રત્યય લગાડીને સુનીલ શબ્દ બને છે. અલબત્ત, સુનિલ જોડણીથી અર્થભેદ થતો હોય તો તે હું નથી જાણતો. થતો હોય તો સહેજ ખુલાસો કરશો તો આ બ્લૉગના બધા હમસફરોને જાણવા મળશે.

    1. શ્રદ્ધેય ડૉ. નિશીથભાઈ,

      હું વિજ્ઞાનનો શિક્ષક. જોડણીની બારીકાઈ ઝાઝી જાણું નહીં; પણ કવિતાનો ‘ક’ ઘૂંટવા મંડ્યો ત્યારથી થોડો સજાગ બન્યો છું. તમે જે બે કીમતી સૂચનો કર્યાં છે તે બદલ હું તમારો ઋણી છું. અને તેથી અત્યાર સુધી મળેલી કૉમેન્ટ્સમાં તમારી કૉમેન્ટને હું સૌથી મૂલ્યવાન ગણું.

      ૧. ચાર અક્ષરના શબ્દોની જોડણી અંગેનો જોડણીકોશનો નિયમ તેવીસ ફરી જોયો. પહેલા અક્ષરને ‘ઇ–ઉ’ લાગ્યાં હોય તો હ્રસ્વ લખાય. તે મુજબ જ ખિસકોલી, હિલચાલ, મિજલસ, વગેરે. તે મુજબ ઇમારતમાં ‘ઈ’ મોટો નહીં; પણ નાનો ‘ઇ’ હોવો ઘટે. તદ્દન સાચી વાત. બીજા બધામાં આ નિયમ મારાથી જળવાય; પણ ‘ઇ–ઈ’માં મારાથી લોચા થાય જ છે. જેમ કે ‘ઇરાક’માં ‘ઇ’ હ્રસ્વ; પણ ‘ઈરાન’માં ‘ઈ’ દીર્ઘ લખાય, તે યાદ નથી રહેતું. હવેથી બરાબર ચીવટ રાખીશ.. ખૂબ આભાર…

      ૨. બીજો મુદ્દો મારા નામમાં હ્રસ્વ ‘ઇ’ કે દીર્ઘ ‘ઈ’નો. મેં લૅક્સિકોનમાં અને ભગવદ્ગોમંડળ બન્નેમાં જોયું. ‘સુનિલ’ શબ્દ ક્યાંયે નથી. ‘સુનીલ’ છે, જેના અર્થો પણ આપ્યા છે. અર્થોમાં તો બહુ ગતાગમ ન પડી; કારણ કે તેવા અર્થોમાં મેં ‘સુનીલ’ શબ્દ વપરાતો ક્યાંય જોયો નથી. પણ તમે કરેલો તર્ક તરત મનમાં બેઠો. જેમ ગંધને સુ–પૂર્વપ્રત્યય લાગી ‘સુગંધ’ બને તેમ ‘નીલ’(આસમાની રંગ)ની આગળ સુ–પૂર્વપ્રત્યય લાગી ‘સુનીલ’ બને અને તેથી ‘ની’ દીર્ઘ. વાત મગજમાં બરાબર બેઠી. એટલું જ નહીં; મારા નામને અર્થ પણ તમે બક્ષ્યો. બસ, આજથી હવે આ ‘સુનિલ’ – ‘સુનીલ’ બને છે.

      મારી કૃતિમાં જરાયે ભાષાકીય કચાશ જણાય તો મને જરુર જણાવી ઉપકૃત કરશો. ફરી ફરી આભાર.. સુનીલ શાહ

  20. સુનીલ = 1 न. એ નામનો એક મણિ; નિલમમણિ.
    2 न. દાડમ.
    3 न. સુંદર લીલો રંગ.
    4 वि. સુંદર લીલા રંગનું.

    સુનિલ શબ્દ મળ્યો નથી.

    (ગુજરાતી લેક્સિકોન)

    – આટલું બાકીના મિત્રોની જાણ ખાતર…

  21. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | જવાબ આપો

    લાગે છે આજથી હવે બધાં જાગશે.
    શબ્દોની જોડણીને શોધવા લાગશે.
    નિલમણિ જો મળી સુનીલભાઈને.
    સહુ હવે નિલમણિ શોધવા લાગશે.

  22. શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ | જવાબ આપો

    નિલમણિ જો મળી સુનીલભાઈને.

    ને બદલે

    નિલમણિ જો મળ્યો સુનીલભાઈને.
    એમ વાંચવા પ્રાર્થના.

  23. निलमणि एवी जोडणी क्यां मळी? नीलमणि खरी जोडणी छे. वळी इमारतमां इ चार अङरना नियमने वश नथी, पण तत्सम शब्दनी जोडणी तत्सम रूपे लखवाना नियमानुसार अरबी तत्सम होवाथी ह्रस्व छे.

  24. good discussion. everybody learns something. ignorence and imperfection are universal. all of us try to improve. we should take care not too become aggressive while pointing out mistakes. this is a general statement, not perticularly aimed at this post.

    by the way.. sundar gazal…

  25. नील = भूरो आसमानी रङ्ग तो पछी सुनील = लीलो रङ्ग शी रीते थाय? संस्कृतमां लीला माटे हरित शब्द छे.
    नीलम अथवा नीलमणि = Blue Sapphire लीलो मणि ते Emerald.
    लेक्सिकॉनमां जो लीलो एवो अर्थ आप्यो होय तो ए निर्देशवुं रह्युं – मारा ख्यालथी तो ए चोक्कस भूल छे.

  26. તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

    saras……

  27. The answer may be in this basic theory of colour:

    Scientifically speaking, color is divided into three components: hue, saturation and tone.

    A blue hue with some combination of saturation and tone would look greenish.

    Also see this in poems (one example):
    http://urmisaagar.com/saagar/?p=2857

    ———-

    Blue sapphires are evaluated based upon the purity of their primary hue. Purple, violet and green are the normal secondary hues found in blue sapphires.

    More on Sapphire:

    http://en.wikipedia.org/wiki/Sapphire

    ————–

    The word “emerald” comes from Latin smaragdus, via Greek smaragdos, its original source being a Semitic word izmargad or the Sanskrit word, marakata, meaning “emerald” or “green”.

    More on Emerald:

    http://en.wikipedia.org/wiki/Emerald

  28. Sir,

    khub saras gazal …

    chhello sher vadhare gamyo…

    ane SUNILPURAN to khub gamyu..
    (ગુજરાતી લેક્સિકોન) e su chhe te jara igatvar samjavsho…

    Hal ma mane M S UNIVERSITY BARODA ma MECHANICAL ma admiSN maligayu.ane hu Baroda ma 6U……

  29. મૌનની ઈમારતો નીચે દબાયું છે કશું,
    હચમચાવી નાંખશે પાયા, ઘવાયું છે કશું.

    આજ સુક્કીભઠ્ઠ ડાળીઓ મને પૂછી ગઈ,
    મૂળ ને જળની વચાળે ખોરવાયું છે કશું ?

    saras gazal … but these 2 are v.nice.

    yeees, as jitesh says, sunil-puran is also v.nice. 🙂
    and neel-puran is also interesting.

    really, nishith uncle is doing gr8… work.

    Neel means blue, so how it can be green ?
    may be, Neel means greenish blue so …. !!!

  30. તું મળી જો જાય તો વરસાદનું શું કામ છે ?
    આપણે ભીંજાઈશું અહીં, ક્યાં પરાયું છે કશું ?

  31. Tamara Shbde Shabdo mathi

    Kudrat – Prakuti prtyeno prem vahe chhe.

Leave a reply to sudhir patel જવાબ રદ કરો