પહેલાં એ ચકાસો

વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.

આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.

એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

સુનીલ શાહ

Advertisements

27 responses

 1. ‘ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
  રોજ એની બાજુ ફેંકું એક પાસો.’

  સતત કર્મ એજ આપણું ભાગ્ય.

 2. આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
  પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

  સુંદર…

 3. સુનીલભાઈ, નૂતન વર્ષાભિનંદન. તમારી સુંદર ગઝલ માણીને આનંદ થયો. કુશળ હશો.

 4. વાહ સુનિલ,
  સુંદર વાત લાવ્યો છે દોસ્ત!
  એમાંય આ તિરાડોવાળી વાત ખાસ ગમી.
  અભિનંદન અને સાથે-સાથે નવા વર્ષની અઢળક શુભકામનાઓ.

 5. कोईनी तरफ एक आंगळी चींधो तो त्रण आंगळी आपणी तरफ वळे – माटे आत्मदोषदर्शन अथवा आत्मावलोकन करवुं जीवनने वधु व्यापक बनाववानी गुरुचावी छे. आ वात माटे आटलां उदाहरणो सबळ अने सचोट रीते प्रस्तुत करवा माटे सुनीलने धन्यवाद!
  पण नियत=सोंपायेलुं अथवा तो निश्चित करेलुं, नीयत=दानत एटलो जोडणी-दोष दूर करी लेशो.

  1. વહાલા નિશીથભાઈ,
   તમે બતાવેલ નિયત અને નીયતના અર્થભેદ ધ્યાન બહાર રહી ગયેલા..ધ્યાન દોરવા બદલ ાાભાર. સુધારી લીધું છે.

 6. waah bhai waah…
  આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
  પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

 7. આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
  પોપડા ખરતાં પહેલાં એ ચકાસો
  ખૂબ સરસ
  ચકાસો જો કિકસ્ટાર્ટ ચાલી રહી છે,
  ત્યાં કોઈ ભૂલો નથી તેની ખાતરી કરવા માટે
  સ્થાપન લોગ ચકાસો,
  અને
  જેમ તમે કિકસ્ટાર્ટ પરિસ્થિતિ
  પાનું પુનઃલાવો
  એ ચકાસવા માટે xફાઈલ ચકાસો
  પણ આતો
  એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
  દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?
  છત જવાની રોજ બનતી હોય ઘટના,
  પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?
  સુંદર

 8. “ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
  રોજ એની બાજુ ફેંકું એક પાસો.”

  શીક્ષકમાંથી આચાર્યપદે સ્થપાયેલા ને આટલા ટુંકા ગાળામાં સર્વમાન્ય ગઝલકાર બની ચુકેલા સુનીલભાઈનો પાસો તો કોઈ અગમ્ય સ્થળેથી જ ફેંકાતો રહ્યો છે.

  તમારામાં રહેલો શીક્ષક અને સર્જક બન્ને હવે આચાર્યરુપે જે પાસા ફેંકશે તે માટે તો તમારા વીદ્યાર્થીઓની જ ઈર્ષ્યા કરવાની થશે !!

  આવનારા સમય માટે તમને ને તમારી નીષ્ઠાને સઘળી શુભેચ્છાઓ.

 9. …..પોપડા ખરતાં પહેલાં એ ચકાસો

  વાહ ! સુંદર વાત કરી.
  આ શેર ખૂબ ગમ્યો.

  અભિનંદન !

 10. વાહ બહુ જ સરસ.

  હું ઉપરના મિત્રો સાથે સહમત થવાનો આનંદ લઉં છં.

 11. બહુ જ સરસ ભાવ અને શબ્દો. લય પણ સરસ છે.

 12. Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 13. સરસ ગઝલ થઇ છે સુનીલભાઇ! આચાર્યપદ માટે અભિનંદન સાથે અઢળક શુભેચ્છા.

 14. happy new year…

  congratulation for be a principal of MTB…

  DALWALA JITESH

 15. આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
  પોપડા ખરતાં પહેલાં એ ચકાસો..

  ખૂબ સરસ ગઝલ મળી…આપ્બે દિવાળિ તથા નવું વરસ મુબારક.
  સપના

 16. ખૂબ જ સરસ ગઝલ.

  વૃક્ષની આજે નીયત શાને તપાસો,
  કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?

  આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
  પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.

  superb !!

 17. સુનીલભાઈ,

  બીજા કોઈ શબ્દો વાપરતો નથી… આ ગઝલ અબઘડી લયસ્તરો માટે માંગી લઉં છું…

 18. દોસ્ત,

  બોલ્યા વિના ચાલે એમ પણ નથી… આ ગઝલે એક જ ઝાટકામાં મન મોહી લીધું છે… કુમાર માટે મોકલી આપો…

 19. SUNILBHAI TAMARI GAZAL TATHA KAVITA GHANI SUNDAR LAGI
  MUNAVVAR VANA

 20. એકથી બીજા સુધી પ્હોંચી શક્યા નહિ,
  દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?

  છત જવાની રોજ બનતી હોય ઘટના,
  પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?

  very nice gazal.. congretulations

  Lata Hirani

 21. Prakutini khami jovane badle

  Apni potani khami pahelan jova babat gami.

  Gazal Saras chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: